SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૪]ન હodadesfaceboooooooooooooooooooofessocket sededfood..hse... so seedsdosaste......... soft તે તું ક્યાં ક્યાં પહોંચીશ. આ સિવાય આમાં બીજો રસ્તો જ નહિ અને વળી પાછળ કેણુ આવવાનું છે?” આસરાજના મનમાં આ વાત હતી જ અને તેમાં આવી સલાહ મળી, સહાયક . મળે. તેથી તેણે એક અંધારી રાતે આ બાળવિધવાને ઉડાવી જવાનું નિશ્ચિત કર્યું. અને પછી શું બન્યું ? તે રાસકાર કહે છે : નિદ્વાભર સૂતી સુંદરી, પઢી છે પડસાલ; આકાશ આવી પાપીઓ, રજની હરે તે બાલ. એવાં કર્મ ન કીજીયે, જેણે દડે રાય; માતાપિતા, ન્યાતિ પરિહરે, પરભવ નરકે જાય. ચંચલણે ચોરી કરે, નિશભર નિદ્રા બાલ; જાગી અબલા, મુખ બાંધિયું, સાંઢ લઈ ચાલ્યા તત્કાલ, ઘડીએ જે જન ચાલતી, આવી રજનીમાંય; આશાપલ્લીયે આવીઆ, નિર્ભય તે તિહાં થાય. આ રીતે ભરઊંઘમાં પડેલી એ બાળા જાગીને કંઈ સમજે, તે પહેલાં તો તેના મોઢામાં બળાત્કારે કૂચે મારી દેવામાં આવ્યો અને સાંઢણી પર નાખીને તેને ઉપાડી જવામાં આવી. ત્યાંથી આસરાજ રાતેરાત આશાપલ્લી (આજના અમદાવાદના સ્થળે) આવ્યું. અહીં રાસકારે આશાપલ્લીને ઈતિહાસ વર્ણવ્યો છે અને જણાવ્યું છે : “પ્રથમ અહીં કર્ણાવતી નગરી હતી. પણ કાળક્રમે નગરે ઉજજડ બન્યાં. કર્ણાવતીનું પણ એમ જ થયું. ચેરના વસવાટ અહીં શરૂ થયા. આશા નામના ભલે અહિં પહેલી વસાવી, તેથી નામ પડ્યું “આશાપલ્લી.” જ્યારે અહમદશાહે અહમદાવાદ વસાવવાનું નકકી કર્યું, ત્યારે અહીં રહેતા ભલેને વશ કર્યા અને અમદાવાદની સ્થાપના કરી. રાસકાર આગળ લખે છે : હવે આસરાજ આશા ફળી, કેડે કે નહિ થાય; મનમાની તે માનિની, રાખી મંદિર માંય. બાલી ભેલી મૂરતી, હિા ભવનાં લાગ્યાં પાપ; સાધુ સંતાપ્યા મેં સહી છે, વિછાયા માબાપ. કુડા કલંક સખી મેં દિયા, સાપણ મોસા કીધ; શુદ્ધ શીલ નવિ પાલયું, કેને દૂષણ દીધ. જીભ ખડું, કાયા તજું, (પણ) એ વાત મુજથી ન હોય. આટલું થવા છતાં કુમારદેવી પોતાના વિચારોમાં દઢ છે, વિલાપ કરે છે, રડે છે, પણ તેના વિચારની સુંદરતા અછતી નથી રહતી. તે પોતાના કર્મને દોષ દે છે, ને પ્રાણ ત્યજવા સુધીના વિચાર કરે છે. આ તરફ આસરાજને લાગ્યું કે, આ કદાચ મરી જશે, અને તેથી તે તેને સમજાવે છે. પ્રાણુ પ્રિયા મુજ વલ્લભા, ગુરુ વચન સંભાળી જોય; તુજ મુજ સરક્યું એ સહી, દીજે કમને દેષ. સરક્યુ કિમહી ન છુટયે, કિ કરો હવે રોષ. 'હા હા શ્રી આર્ય ક યાણગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230222
Book TitleVastupal Tejpalni Janeta Kumardevina Punarlagna Pachalno Itihas
Original Sutra AuthorN/A
AuthorSubodhchandra Jain
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & History
File Size670 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy