SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનવિજયકૃત ચંદરાજાનો રાસ ગણીને તે દિવસે પરદેશ જઈ શકાશે. રાજા ગુપ્ત આદેશ તારા નગરના બધા કૂકડાઓને નગર બહાર પહેલેથી જ મોકલી દે છે. લીલાધર દરરોજ કુકડો બોલવાની રાહ જુએ છે. એવામાં પેલા નાયા ત્યાં આવી પહોંચે છે. તેઓ પ્રધાનના આવાસની બાજુમાં રાતવાસો રહે છે. સવાર થતાં તેમની પાસેનો ફૂકડો બોલે છે એટલે લીલાધર પરદેશ જવાની તૈયારી કરે છે. લીલાવતી રોષે ભરાય છે. તે રાજાના હુકમનો ભંગ કરનાર નાટકિયા પાસેથી કૂકડો મેળવવા કહે છે. નાટકિયાને વિશ્વાસ આપી કૂકડાને મંત્રી લીલાવતી પાસે લાવે છે. લીલાવતી કૂકડાને કહે છે : “વિણ અવાજ તે મુજ ધડી. વેર વસાવ્યું આજ તું પંખી વિણ પંખિણી, વનમાં વ્યાકુળ થાય; તો અમે સરજી નારિ, પતિવિણ કિમ દિન જાય. અવિવેકી નિયંત્ર છે. નિટ નિફર નિરૌહ ને તું બોલ્યો ન હોત તો હોત ન કંતાવિકોન' લીલાવતી પોતાના વિરહની વાત કરે છે તે સાંભળી કૂકડાને પોતાની પૂર્વાવસ્થા સાંભળી આવે છે. કૂકડો મૂર્છિત થઈ જાય છે. લીલાવતી તેને શાંત કરે છે. પછી કૂકડો પોતાની વિવ્યથા જમીન પર અસરો લખીને જણાવે છે. ફૂંકડાની વ્યથા સાંભળીને લીલાવતીને થાય છે મારું દુ:ખ તો કૂકડા કરતાં ઘણું અલ્પ છે. લીલાવતીને પશ્ચાત્તાપ થતાં તે કૂકડાની ક્ષમા માગે છે ને કૂકડો નાટકિયાને સોંપી દે છે. નાદિયા ત્યાંથી નીકળી દેશવિદેશ ફરતા ફરતા વિમલપુરી આવે છે. પ્રસંગવશાત્ તેઓ રાજાને આભાપુરીની વાત કરે છે. મંત્રી કૂકડા વિશે પૂછે છે ત્યારે તે ચંદનરેશને ત્યાંથી મળ્યો હોવાનું કહે છે. નટો ચોમાસું નગરમાં ગાળવાનું નક્કી કરે છે. પ્રેમલા નાટકિયા વિમલપુરીમાં રહે ત્યાં સુધી કૂકડો પોતાની પાસે રાખવા માંગી લે છે. ચાર માસ પસાર થઈ જાય છે. નાટકિયા આવીને કૂકડો માગે છે. પ્રેમલા કૂકડાને ચાર દિવસ વધુ રાખવા સંમતિ મેળવે છે. તે પછી તે કૂકડાને લઈને પુંડરગિરિની યાત્રાએ જાય છે. પુંડરિગિર પર એક સૂર્યકુંડ હોય છે જે ‘જાણું સ્વર્ગ શિર ભણી, કાઢી દંત હસંત' એવો અનુપમ હોય છે. લાંબા સમયના દુઃખથી છૂટવા અને સદ્ગતિ પામવા કૂકડો સૂર્યકુંડમાં ઝંપલાવે છે. પ્રેમલા કૂકડાને બચાવવા તેની પાછળ કુંડમાં કૂદે છે. પાણી અડતાં અપરમાતાએ ચંદરાજાને બાંધેલો દોરો જે ઘણો જીર્ણ થઈ ગયો હતો તે તૂટી જાય છે ને ચંદરાજા તત્કાળ કૂકડો મટી મનુષ્ય થઈ જાય છે. શાશનદેવી બંનેને બહાર કાઢે છે. પ્રેમલા ચંદરાજાને ઓળખે છે ને પિતાને આ વાતની જાણ કરે છે. યાત્રાએથી પાછા ફરી ચંદરાજા વાજતેગાજતે નગરપ્રવેશ કરે છે. મકરધ્વજ પોતાની સાથે ઠગઈ કરનાર કનકરને ભારે દંડ દેવા વિચારે છે પણ ચંદરાજા Jain Education International અવા ઉપર સુા કરવી એ સજ્જનતાનું કામ છે. એમ કહી તેને બચાવી લે છે. પછી એકવાર રાત્રે ચંદરાજાને રાણી ગુણાવલી યાદ આવે છે. ચંદરાજા ગુપ્ત રીતે ગુણાવલીને અને મંત્રીને પોતાની મુક્તિની વાત જણાવે છે. વીરમતીને આ વાતની જાણ થતાં તે દેવતાની સહાયથી ચંદને મારી નાખવા તેની પાસે પહોંચે છે પરંતુ ચંદરાજાના પ્રભાવથી દેવતાઓ જ એવી સ્થિતિ સર્જે છે કે વીરમતી મૃત્યુ પામે છે. પ્રેમલાને લઈ ચંદનરેશ આભાપુરી પહોંચે છે. ગુણાવલી અને પ્રેમલાને પરસ્પર પ્રેમ બંધાય છે. સમય પસાર થતાં બંનેને ક્રમશઃ ગુણશેખર અને રિશેખર એમ બે પુત્રો થાય છે. એકવાર મુનિસુવ્રતસ્વામી આભાપુરીમાં આવે છે. ચંદરાજા તેમને પૂછે કે પોતાનાં કર્યા કર્મીને કારણે તેમને ઘણા દુ:ખમાંથી પસાર થવું પડ્યું. સુવ્રતસ્વામી રાજાને પૂર્વભવનું વૃત્તાંત કહે છે. એકાદ અપવાદ બાદ કરતાં બધી જ મઘ્યકાલીન જૈન રાસકૃતિઓમાં બને છે તેમ રાજાને વૈરાગ્ય થાય છે તેઓ દીક્ષા લે છે. તેમની સાથે બંને રાણીઓ, મંત્રી, નટ, નટપુત્રી પણ દીક્ષા લે છે. ૩૧ નર્યા અદ્દભુત્તરસથી ભરપૂર અને કથારસનું પ્રાધાન્ય ધરાવતી આ રચનામાં કથા આરંભથી અંત સુધી એકસરખી ગતિમાં ચાલે છે જો કારણે કપાસની ભરપૂર અનુભૂતિ થાય છે. થાની રજૂઆત સૂત્રબદ્ધ છે. ‘હવે શું થશે ?' એવો ઉદ્ગાર ભાવકને થયા કરે અને એક કુતૂહલનો સંતોષ થાય ત્યાં બીજું અને બીનું નિરાકરણ થાય ત્યાં ત્રીજું એમ ભૂલની માળા ચાલે છે. કૃતિના વસ્તુના કેન્દ્રમાં મુખ્યત્વે તો જૈનધર્મના ચાર સિદ્ધાંત દાન, શીલ, તપ ને ભાવ છે. તેની સાથે કર્મફળની મહત્તા, પ્રારબ્ધ, સ્વાર્થ નહીં પરમાર્થ જેવા અનેક નાના મોટા વિષયોની ચર્ચા થઈ છે. કથારસની સાથે, જ્યાં તક મળી છે ત્યાં વર્ણનો થયાં છે. જેમકે, વિમળાપુરીનું, ચંદરાજાની સભાનું આભાપુરી, ઘોડાઓનું, ગુણાવલીના વિરહનું, પ્રેમલાલચ્છીના સૌંદર્યનું વગેરે. વર્ણનોની જેમ જ્યાં જ્યાં તક મળી છે ત્યાં કવિએ અનુભવજ્ઞાનનાં વાક્યો, કહેવતો, વ્યવહારનીતિનાં શિક્ષાસૂત્રો તથા સુભાષિતોની લ્હાણી કરી છે જેમાં તેમનો બહોળો જીવનાનુભવ અને બહુશ્રુતતા દેખાય છે જેમકે : ધતૂરો ખાનાર માણસ બધું સોનું સોનું બે છે. * ઉતાવળથી પાળો થાય ને ધીરજથી મહેલ બંધાય. * ભાવિ અન્યથા થતું નથી. ગ્રહણ ચંદ્ર અને સૂર્યનું જ થાય છે, તારાઓનું થતું નથી. કર્મ પાસે સૌ સરખા. 營 * પુણ્યનો ઉદય થાય ત્યારે બધા સંયોગો અનુકૂળ થઈ જાય છે. કરતાં નેહ જગમાં સોહિલી, પણ દોહિલુંનિરવહિવું. * ગાંઠ તણી ઉપલી વેંચી, જગરો કુણ આવે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230209
Book TitleMohanvijay krut Chand Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorKirtida Joshi
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size655 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy