SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ३० એવી ધમકી આપે છે. ગુણાવલી કૂકડાને પોતાની પાસે રાખે છે ને કાલે સારું થશે એવી આશાએ જીવે છે. કવિ અહીં આશય વિશે કહે છે : ચાલે જગત મંડાણ સકળ આશા વડે, આઠે માસે ચાતુક મુખ જળ લવ પડે. અનળનાં ઈંડાં જે તે આશાએ વર્ષ, આશાજાળ વિશાળ બંધાણી છે બધે.’ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રં અરે પ્રેમલાલીનું શું થયું તે વિશે કવિ કહે છે. ચંદારાજા પ્રેમલાને છોડી જતો રહ્યો પછી રાત પડતાં તેને કોઢિયા પતિના ઓરડામાં ધકેલી દઇને બહારથી સાંકળ મારી દેવામાં આવે છે. પ્રેમલાને પોતાની સાથે થયેલા તરકટની ખબર પડે છે. તે કનકધ્વજને તિરસ્કારે છે. કહે છે કે મારા પલંગપર બેસવાથી તું મારો પતિ થઈ મારે તેમ નથી. “સોવનકળશે બેઠા વતી, શું હોવે તો ગરૂડોપમકાગ' સવારે કનકાવતીની માતાને જાણ થાય છે કે પ્રેમલાએ તેના પુત્રને તિરસ્કાર્યો છે તેથી તે તરકટ રચે છે. રડારોળ કરીને કહે છે કે પ્રેમલાના સંગથી મારા પુત્રને રોગવિકાર થયો છે. પ્રેમલા પિતાને ઘેર આવે છે. પિતા પણ તેને ધિક્કારે છે. પ્રધાનની સલાહ અને કનકરથની વિનંતીને અવગણીને રાજા પ્રેમલાનો વધ કરવા તેને મારાઓને સોંપી દે છે ને કહે છે જો જીવિત ચાલો તુમૈ, તો નવિ કરો વિલંબ' પ્રેમા મારાઓ સામે ખડખડાટ હસે છે ને પોતાનો વધ કરવા કહે છે. જીવનના અંત સમયે પ્રેમલાને ખડખડાટ હસવાનું કારણ મારાઓ પૂછે છે. પ્રેમલા કરે છે ‘જો રક્ષક જ ભક્ષક બને, જો વાડ થઈને ચીભડા ગળતી હોય તો કોને કહેવા જોઈએ.' મારાઓ આ વાત રાજાને પહોંચાડે છે. છેવટે રાજા પુત્રીને બોલાવીને તેના પતિ વિશેની સઘળી વાત કરવા કહે છે. પ્રેમલા સઘળા પ્રપંચની જાણ કરે છે અને પોતાને પરણનાર રાજા ચંદ હતો એમ કહે છે. જેમને પરાવી તમે તે નહીં પ્રીતમ સ પૂરવિદેશી આભાપુરી, વીરસેનનો જાત. ચંદનૃપતિ પતિ માહરો, તુમે અવધારો તાત.’ રાજ્યને તપાસ કરતાં જામવા મળે છે કે પ્રેમલાનો વિશ્વાસ કરવા ગયેલા પ્રધાનો ધનની લાલચે વરને જોયા વિના જ તેને જોવો છે એમ ખોટું બોલ્યા હતા. રાજા દીકરીને ધીરજ આપે છે. ‘ખાઊઁશ મા તું હીપડે ચિંતા, તુજ ઉપર કાલે તાન કહેશે સુસન જેને દૈવ રાખે તેનો વાંકો વાળ કરવાને કોઈ સમર્થ નથી. ચંદરાજાની શોધ માટે રાજાએ તજવીજ કરવા માંડી. આ બાજુ આભાપુરીનો મંત્રી વીરમતીને કહે છે તમે રાજાને કોઈ કારણસર સંતાડી રાખ્યો છે તો હવે પ્રગટ કરો કારણ ‘નૃપ વિારાજ વિધ્રુસલા, તે તો ઠાલે ઉખલ બે મુશલા નીરખતી ઋતુરાઈપૂર્વક મંત્રીની વાત ટાળે છે અને કહે છે કે Jain Education International હમણાં રાજા વિદ્યાધર વિદ્યા સાથે છે તેથી હું રાજ્ય ચલાવીશ. મંત્રી સોનાના પીંજરામાંના કૂકડા વિશે પૂછે છે ત્યારે કહે છે કે ગુશાવલીના વિનોદ માટે મેં ખરીઘો છે. એમ ત્રણ વર્ષ પસાર થઈ જાય છે. વી૨મતી વિદ્યા વડે અને દેવીની આરાધના કરીને હિમાલયના રાજા હેમરથ સહિત બધા રાજાઓને વશ કરી લે છે. હેમરથ સાથેના યુદ્ધનું વર્ણન તેમાં આવતી ઉપમાઓ અને પ્રાસાનુપ્રાસને કારણે નોંધપાત્ર છે. ‘પ્રબળદળ યુગલ કિલ સબળ હુઆ અચળ, કરી પર તી ઠંડી મા અનશના જાણ પંચાનન તનમના, અરૂણ હુવા ઘણા માડી જાયા ભણણ ભેંકાર ભંભરવે કેઈ થયા, કીર્તિ કમળા કર ગૃહણ રાગી.' આમ સાત વર્ષ પસાર થઈ જાય છે. આભાપુરીમાં એકવાર નટલોકો ખેલ કરવા આવે છે એમાંના શિવકુમાર નરની પુત્રી શિવમાલા પંખીઓની ભાષા જાણતી હોય છે. તે નાટકના ઉત્તમ ખેલ કરે છે. નાટકને અંતે નટ ચંદરાજાનું યશોગાન કરે છે તેથી વીરમતી નારાજ થાય છે. વળી, નટને કશી ભેટ પણ આપતી નથી. ત્યારે કૂકડારૂપે રહેલા ચંદરાજા સૌનાનું કોનું ચાંચથી પકડી નટ તરફ ફેંકે છે. બીજા દિવસે પણ ખેલ થાય છે. એમાં પણ વીરમતી નટને ભેટ આપતી નથી ને કૂકડો રત્નજડિત કચોળું નટ તરફ ફેંકે છે. આ જોઈ વી૨મતી કૂકડાને મારવા તૈયાર થાય છે. ગુણાવલી આજીજી કરીને વીરમતી પાસેથી કૂકડાને ઉગારી લે છે. ત્રીજીવારના ખેલ વખતે પંખીની ભાષા સમજતી શિવમાલીને કૂકડો પોતાને ભેટરૂપે માગી લેવા કહે છે. શિવમાલા પિતા શિવકુમારને આ વાતની જાકા કરે છે પછી વિમાલા પોતાના ખેલથી રાણી વીરમતીને રીઝવે છે. શિવમાર પર રાણી પ્રસન્ન થાય છે ને ભેટ માગવા કહે છે. શિવકુમાર શિવમાલાની સૂચનાથી કૂકડો ભેટમાં માંગે છે. ગુણાવલી કૂકડો આપવા તૈયાર થતી નથી. મંત્રી ગુમાવલીને સમજાવે છે અને નટને જણાવે છે. ચંદનરેસર એહ છે, પંખી માયે કર્યો ધરી ખેદ' શિવમલા તો આ જાણતી જ હતી. સુરાવલી શિવાલાને કૂકડાની ભાળ રાખવા વારંવાર કહે છે. હવે એક નવી કથા ઉમેરાય છે. નટો દેશદેશ કરતા પોતનપુર પહોંચે છે. ત્યાંના મંત્રીની પુત્રી લીલાવતી નગરશેઠના પુત્ર લીલાધરને પરણી હતી. એકવાર એક ભીખારીએ લીલાધર પાસે ભીખ માગી તે ન મળતાં ભીખારીએ લીલાધરને મોટું માર્યું. જે નિજ ભુજબળ ધન ન કમાવે ધિક્ ધિક્ જીવિત તેહનું, કુદાકુદ પરાયે પઈએ, કરતા જાયે કેહવું.ક તેથી રૂપસુંદર પરદેશ કમાવા જવાની હઠ લે છે. રાજા, મંત્રી અને નગરશેઠ લીલાધર પરદેશ જાય એવું ઇચ્છતા નથી. તેથી જ્યોતિષીને સાધે છે. જ્યોતિષી કહે છે છ-બાર મહિનામાં સારું મુહૂર્ત આવતું નથી માટે પ્રભાતમાં કુકડો બોલે ત્યારે ઉત્તમ મુહૂર્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230209
Book TitleMohanvijay krut Chand Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorKirtida Joshi
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size655 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy