SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર દવ ડાdવય પ. નાનયજી મહારાજ જમશતાGિ બટકબોલુ બાળક માનાં ખેળામાં ખેલતું કૂદતું ગુલાબી હાસ્ય વેરતું હોય તેમ બાલ રવિ પૂર્વ ક્ષિતિજનાં પ્રાંગણમાં ફૂલગુલાબી કિરણો વેર આગળ વધી રહ્યા છે. એવે ટાણે પાનાચંદ શેઠ હાથમાં લેટો લઈ જંગલ જવા, ગામના ઝાંપે થઈ બહાર જઈ રહ્યા છે. ઝાંપામાંજ નાકા ઉપર રતના રાયકાની એક છે, ઝકમાં ઘેટા બકરા બેં કરી રહ્યા છે. તેને ડચકારતે હાકલા પડકારા કરતો રતન બકરાં દેહી રહ્યો છે. દોહતા દેહતા કાબરડી બકરીને વારે આવ્ય, કાબરડી દોહવાનું ચાલ છે. ત્યાં પાનાચંદ શેઠની ચકોર નજર આ કાબરડી બકરીનાં ગળે લટકાડેલ પ્રકાશિત લખોટા ૫ર પડી અને શેઠના વિચક્ષણ ભેજામાં એક વિચાર ચમકી ગયે. એ.રામ. રામ, રતનાભાઈ” શેઠ બોલી ઊઠયા. શેઠને જોતાંજ રતને કાબરડીને દોહતાં દેહતા ઊભો થઈ ગ, શેઠને રામ રામ કરી બોલ્યો-“પધારો, પધારે શેઠ સાહેબ આ તરફ અચાનક દયા કરી, અમારું આગણું પાવન કર્યું?” ભાઈ રતના, તારું એક ખાસ કામ પડયું છે એટલે આવ્યો છું.” “ઓહો, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, શેઠજી મારા જેવા એક મામુલી માણસને તમારે શું ખપ પડે?” રતન બલી ઊઠ. શેઠ–બોલ્યા, “રતના, મેટી ઉંમરે મારે ઘેર ભગવાને દીકરો દીધો.” ગગો પાંચ વરસને તે થઈ ગયો છે. પણ ગગાને બરાબર મજા રહેતી નથી. દવાદારૂ ખૂબ કર્યા પણ ગગાનું ડીલ વળતું નથી. એક અનુભવી વૈદરાજને બતાવતાં સલાહ મળી કે ગગાને રોજ સવાર સાંજ બકરીનું ચોકખું દૂષ પાઓ તો કંચન જેવી કાયા થઈ જશે. નખમાંય રોગ નહીં રહે. પણ રતના, તને ખબર છે ને કે હળાહળ કળિયુગ આવ્યો છે. આજે કંવાર દ્વધ કોણ વેચે છે? થોડું પાણી તે ભેળવે જ એટલે સારી જાતવાન બકરી જ ખરીદી લેવાને મેં વિચાર કર્યો છે. અને બકરી લેવા હું તારી પાસે આવ્યો છું.” અરે શેઠજી એમાં તે શું? તમારે ગગો તે મારે જ ગગે કહેવાય ને! વળી આપણે તે સાત પેઢીનો જનો નાતો છે. એક એકથી ચડે તેવી ચાર વીસને આઠ બકરી મારી પાસે છે. તેમાંથી તમને ગમે તે એક બકરી લઈ લો. મારે એક પૈસો પણ લેવો નથી.” રતને ભેળાભાવે પ્રસન્ન થઈ બોલી ઊઠ્યો. “ના ભાઈ ના, કોઈ ગરીબ માણસનું મફત મને ન ખપે. જો પેલી કાબરડી બકરી ઊભી છે ને તે મને ગમી છે તે બોલ, કહે, કેટલા રૂપિયા આપું” શેઠે ઘા જોઈ સેગડી મારી. ખૂબ રકઝકને અંતે કાબરડીની કિંમત વીસ રૂપિયા નક્કી થઈ. કાબરડી રતનાને જીવથી વહાલી હતી. છતાં તેથી વધુ વહાલું તે રતનાને મન વચન પાલન હતું. દુભાતે દિલે પણ તરત રતન કાબરડી દેવા તૈયાર થશે. ગળે બાંધેલ ચમકતી લખોટી છોડવા જાય છે ત્યાં જ શેઠે તેને અટકાવતાં કહ્યું, “અરે રતના એ પાંચીકકો છોડતો નહી. વૈદરાજે બકરી લેવા કહ્યું છે પછી અમારા કુળદેવી માતાજીના દાણું નાખી માડીને પણ પૂછેલું ત્યારે માડીએ બકરી લેવા રજા આપેલી પણ સાથે સાથે માતાજીએ એ હકમ કર્યો છે :કે “જે જે હોં બકરી શીખબંધ લેજે. પગથી માથા સુધીમાં કોઈ શણગાર. દોરે કંઈ પણ હોય તે છેડો કે ઉતારવો નહી, માટે ભાઈ રતના, તારે આ પાંચીકુકાનાં બે રૂપિયા વધુ લેવા હોય તો લે, પણ હું ગળેથી છોડવા તે નહીં જ દઉં.” બિચારે ભેળાદિલને રતને શેઠની આ ચાલાકી કયાંથી સમજે ? ના રે શેઠ એવું કંઈ નથી. એ પાંચીકુકે તે ગલકાં સુધારતાં ગલકામાંથી નીકળ્યો હતો. એટલે અમે કંઇ વેચાતે લીધે નથી. તે ખુશીથી તે પણ તમે લઈ જાઓ.” રતને બેલી ઊઠશે. શાબાશ, રતન, શાબાશ. તે આજે બાપદાદાને જૂને સંબંધ રાખી બતાવ્યું. ચાલ બકરીને ઘર સુધી દેરી લાવ, એટલે રૂા. (૨૦) વીશ તને ઘેરથી જ આપી દઉં. ૪૦. Jain Education International તવન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.230203
Book TitleManavnu Mulya
Original Sutra AuthorN/A
AuthorJayantilal D Gadhi
PublisherZ_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy