SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 172 ] જ્ઞાનાંજલિ દ્વયાશ્રયમહાકાવ્ય, અભિધાનશે કે કાવ્યાનુશાસન આદિ જેવા પ્રાસાદભૂત મહાગ્રંથે જ નહિ, પણ અન્ય વ્યવચ્છેદકાવિંશિકા જેવા ફક્ત 32 કાવ્યના એક નાના સરખા સ્તુતિગ્રંથને લઈને વિચાર કરવામાં આવે તે પણ આપણે એમ જ કહેવું પડે. આચાર્ય હેમચંદ્ર આ નાનીશી કૃતિમાં સ્યાદ્વાદ, નય, પ્રમાણ અને સપ્તભંગી વિષે તેમ જ સ્વપરદર્શનના સિદ્ધાન્ત ઉપર અતિગંભીર અને સૂક્ષ્મ વિચાર રજૂ કરી જગતને પિતાના મહાન વિજ્ઞાનનો પરિચય કરાવ્યો છે. હેમચંદ્રની કૃતિઓનું સ્થાન આચાર્ય હેમચંદ્રની કૃતિઓનો સાહિત્યના સમરાંગણમાં કોઈ પણ સ્થળે પરાભવ કે અનાદર થયો નથી, એટલું જ નહિ, કિન્તુ તેમની કૃતિઓને ભારતવર્ષના પ્રાચીન સમર્થ જૈનેતર વિદ્વાનોએ સુધાં માન્ય રાખી છે. છન્દ શાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા વિદ્વાનોએ તો પિતાની કૃતિઓમાં આચાર્ય હેમચંદની કૃતિઓમાંથી ગ્રંથસંદર્ભના સંદર્ભે જ અપનાવી લીધા છે. જૈન સંપ્રદાયમાં હેમચંદ્રનું સ્થાન ભગવાન હેમચંદ્રનું જૈન સંપદાયમાં જે અતિ ઉચ્ચ સ્થાન હતું, તેનું વર્ણન કરવું તે એક રીતે વધારે પડતું જ ગણાય. તે છતાં ટૂંકમાં એટલું કહેવું જોઈએ કે તેમના સમયના કોઈ ગચ્છ કે પરંપરા એવાં ન હતાં કે જે એમના ગુણોથી મુગ્ધ ન હોય અને જેણે એમના ગુણોનું વર્ણન ન કર્યું હોય. ટીકાકાર તરીકેનું અજોડ કૌશલ ધરાવનાર સમર્થ આચાર્ય શ્રી મલયગિરિએ તો આવશ્યસૂત્રની વૃત્તિમાં તથા રાહુઃ સુતપુ ગુવઃ એ પ્રમાણે લખી ભગવાન શ્રી હેમચંદ્રકૃત અન્ય ગવ્યવચ્છેદકાર્નાિશિકામાંના લૅકનો ઉલ્લેખ કર્યો છે અને એ રીતે ભગવાન હેમચંદ્રને પોતાના ગુરુવસ્થાનમાં માની લીધા છે. કાર્યદક્ષતા - ભગવાન શ્રી હેમચંદ્રને તેમના જીવનમાં રાજ્ય અને રાજાના અનુયાયીઓ, મિત્રો અને વિરોધીઓ, જેન અને જૈનેતર, ધર્મોપદેશ અને નવસાહિત્યસર્જન, નિર્મથવન અને જગતને સંબંધ–એ દરેકને એકસરખે ન્યાય આપવાનો હતો. આ દરેક કાર્ય પૈકી એક પણ કાર્યને તેઓશ્રીએ તેમના જીવનમાં છે ન્યાય આપ્યો નથી. ઉપરની બાબતોને વિચાર કરતાં ખરે જ આપણે આશ્ચર્યમુગ્ધ બની જઈએ છીએ કે એ મહાપુરુષ કયે સમયે કઈ વસ્તુને કેવી રીતે ન્યાય આપતા હશે, એમનું જીવન કેટલું નિયમિત હશે અને જીવનની પળેપળને તેઓ કેટલી મહત્વની લેખતા હશે. ખરે જ, વિશ્વની મહાવિભૂતિઓમાં ભગવાન શ્રી હેમચંદ્રનું સ્થાન કેઈ અનેરું જ છે અને એ એમની કાર્યદક્ષતાને જ આભારી છે. ઉપસંહાર અંતમાં એટલું કહેવું વધારે પડતું નથી કે, દેશવિદેશને લાખો જ નહિ બલકે કરોડો કે અબજો વર્ષને ઈતિહાસ એકઠા કરવામાં આવે તોપણ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય જેવા નિલેપ, આદર્શજીવી, વિદ્વાન, સાહિત્યસર્જક, રાજનીતિપુણ, વ્યવહારજ્ઞ, વર્ચસ્વી અને પ્રતિભાધારી પુરુષની જેડ જડવી અતિ મુશ્કેલ છે. અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય માટે “કલિકાલસર્વજ્ઞ’ તરીકેનું જે બિરુદ જવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. [[કહેસારસ્વતસત્ર નિબંધસંગ્રહ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230194
Book TitleMahan Acharya Hemchandrasuri
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size464 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy