________________
મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ*
જન્મસ્થાનાદિ
વિશ્વની મહાવિભૂતિઓના જીવનની કિંમત તેમના જન્મસ્થાન, જાતિ, માતા-પિતા આદિ ઉપરથી આંકવામાં નથી આવતી’ એ વાત સંપૂર્ણ રીતે સત્ય હોવા છતાં સામાન્ય પ્રજા તેમના વિષેની આ જિજ્ઞાસાને રોકી શકતી નથી એટલે સૌ પહેલાં અહીં ભગવાન શ્રી હેમચંદ્રના જન્મસ્થાન આદિનો પરિચય આપવામાં આવે છે.
ભગવાન શ્રી હેમચંદ્રને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂનમને દિવસે ધંધૂકામાં થયે હતો. તેમના પિતાશ્રીનું નામ ચાચિગ હતું, માતાનું નામ પાહિણી હતું અને તેમનું પિતાનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું. તેમની જ્ઞાતિ મેઢ હતી. ભવિષ્યવાણી
શ્રી હેમચંદ્રના જન્મ પહેલાં તેમના ગુરુ ભગવાન શ્રી દેવચંદ્રસૂરિ, જેઓ ચંદ્રગ૭મુકુટમણિ અને પૂર્ણતલગચ્છના પ્રાણ સમા હતા, તેમનાં દર્શન તેમના માતા-પિતાને થયાં હતાં. તે વખતે તેમણે ચાચિગ અને પાહિણીને જણાવ્યું હતું કે તમારો પુત્ર જૈનશાસનનો ઉદ્ધારક મહાપ્રભાવક પુરુષ થશે. બાલ્યકાળ અને ગૃહસ્થજીવન
આચાર્ય હેમચંદ્રને બાલ્યકાળ અને ગૃહસ્થજીવન વિષે આપણે ફકત એટલું જ જાણી શકીએ કે ચાંગદેવ બાળક (ભાવી હેમચંદ્રાચાર્ય) પાંચ વર્ષનો થયો ત્યારે એક વખત તે તેની માતા સાથે દેવમંદિરમાં દર્શન કરી ગુરુવંદન માટે ઉપાશ્રયે ગયો. આ પ્રસંગે ચંચળ સ્વભાવને બાળક ચંગદેવ, વિહાર કરતાં કરતાં ત્યાં (ધંધૂકામાં) આવીને રહેલા શ્રી દેવચંદ્રસૂરિના આસન ઉપર બેસી ગયો. આ સમયને લાભ લઈને આચાર્યો બાળકનાં લક્ષણો જોઈ લીધાં અને તેની માતાને તેના જન્મ પહેલાં પોતે કહેલી વાત યાદ કરાવી.
* શ્રી હૈમ સારસ્વત સત્ર (પાટણ, સને ૧૯૩૯) માં રજૂ થયેલે નિબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org