SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનમાં મેક્ષાપચાર નગીન જી. શાહ પ્રાસ્તાવિક મોક્ષ એટલે મુક્તિ. કોની? પિતાની-આત્માની. શેમાંથી ? દુઃખમાંથી. પિતાની અર્થાત્ આત્માની દુખમાંથી મુક્તિ એટલે મોક્ષ. આમાં નીચેની બાબતોને પૂર્વસ્વીકાર જરૂરી છે: (૧) પિતાનું અર્થાત આત્માનું અસ્તિત્વ છે. (૨) પિતાને અર્થાત્ આત્માને દુઃખ છે. (૩) દુઃખનાં કારણે છે. (૪) દુઃખનાં કારણેને દૂર કરવાના ઉપાયો છે. (૫) દુઃખમુક્તિ શક્ય છે. આમાં ભગવાન બુદ્ધના ચાર આર્યસત્યનોર અને ગદર્શનના ચતુર્વ્યૂહને ૩ સમાવેશ છે. આ દુઃખમુક્તિ થોડા વખત પૂરતી નથી પરંતુ સદાને માટે છે. એક વાર દુઃખમાંથી મુક્ત થયા એટલે ફરી કદી દુઃખ પડવાનું જ નહિ. બધા પ્રકારનાં દુઃખોમાંથી હંમેશ માટેની મુક્તિને દર્શનશાસ્ત્રમાં મોક્ષ કહેવામાં આવે છે. આત્યંતિક દુઃખમુક્તિ મોક્ષ છે. પગમાં કાંટે વાગ્યે તેથી પીડા થઈ – દુઃખ થયું. કાંટો કાઢી નાખવામાં આવ્યો, કાંટાની પીડામાંથી મુક્તિ થઈ. પરંતુ ફરી કાંટો વાગવાનો સંભવ દૂર થયો નથી. વળી, કાંટાની પીડા દૂર થવા છતાં ગુમડા વગેરેની બીજી પીડા રહી હેવાને સંભવ છે જ. એટલે કાંટાની પીડામાંથી મુક્તિને આત્યંતિક દુ:ખમુક્તિ ન કહેવાય.' દુ:ખ કોને છે ? આત્માને. દુઃખ શરીર, મન કે ઈન્દ્રિય અનુભવતાં નથી પણ તેમના દ્વારા બીજું કોઈ અનુભવે છે. અને તે છે આત્મા. આ આત્મા શું છે અને તેનું સ્વરૂપ કેવું છે એ આપણે જાણું લઈએ તે મોક્ષના સ્વરૂપને સમજવું સરળ થઈ જશે. અહીં ચાર્વાક, પ્રાચીન સાંખ્ય, જૈન, બૌદ્ધ, ઉત્તરકાલીન સાંખ્યયોગ, ન્યાયવશેષિક, શાંકર વેદાન્ત – આટલાં દશનોને આમા વિશે શે મત છે તે સંક્ષેપમાં જઈ જઈએ. આત્મા ચાર્વાકઃ (અચિત્તાત) ચા કે કેવળ અચિત્ત તત્ત્વને જ માને છે. પૃથ્વી આદિ ભૂતોના વિશિષ્ટ સંયોજનને પરિણામે જ્ઞાનધર્મ સંયોજનમાં આવિર્ભાવ પામે છે. ભૂતોનું આ વિશિષ્ટ સંયોજન જ આત્મા છે. આત્મા કેઈ સ્વતંત્ર તત્વ નથી. સંયોજનનું વિઘટન થતાં સંજનનો નાશ થાય છે, અર્થાત આત્માને અત્યંત ઉચ્છેદ થાય છે. આમ અહીં જ્ઞાન એ અચિત્તને જ ધર્મ છે. આ અચિત્ત તત્વ પરિણમનશીલ છે. પ્રાચીન સાંખ્ય, જૈન અને બૌદ્ધઃ (ચિત્ત-અચિત્ત દ્વત) ચાર્વાક મતની વિરુદ્ધ પ્રાચીન સાંખ્ય (વીસ તત્ત્વમાં માનનાર સાંખ્ય), જૈન અને બૌદ્ધ એવું પ્રતિપાદન કર્યું કે જ્ઞાનધર્મ એ ભૌતિક ધર્મોથી ભિન્ન શ્રેણિને છે, અને તેથી ભૌતિક ધર્મો ધરાવનાર અચિત્ત તત્ત્વને તે ધર્મ હેઈ શકે નહિ. તેને માટે અચિત્ત તવથી તદ્દન ઊલટું સ્વતંત્ર ચિત્ત તત્ત્વ સવીકારવું જોઈએ. અચિત્ત તત્ત્વની જેમ આ ચિત્ત તત્વ પણ પરિણમનશીલ છે. તેથી ચિત્ત અને અચિત્તને સંયોગ- વિગ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230185
Book TitleBharatiya Darshanoma Mokshavichr
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy