SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પગમાં સ્થીર કરવાનું છે. પારમાર્થિક દષ્ટિએ ભાવની અશુદ્ધિ એ જ હિંસા છે, આથી, ધર્મ માર્ગે પ્રગતિ ઈચ્છનારે એ બરાબર સમજી લેવું જોઈએ કે ધર્મ એ છે કે જે સ્વાર્થથી પર થવામાં સહાયક હોય. નીતિન પાયો સ્વાર્થથી પર થવામાં રહેલો છે. અતિ સ્વાર્થી વ્યકિત નીતિના પાલનમાં ટકી ન શકે. એટલે ધર્મ માર્ગે ડગ મૂકનાર માટે - જૈન પરિભાષામાં કહીએ તો માર્ગાનુસારી માટે - એ પ્રથમ શરત છે કે તેની આજીવિકા બીજાના શેષણ ઉપર નિર્ભર ન હોવી જોઈએ. ' આમ, ન્યાય નીતિપૂર્વક આજીવિકા રળવાની ટેકથી શરૂ થતી ધર્મયાત્રા, વિશ્વને આલિંગતા નિ:સ્વાર્થ- નિર્વ્યાજ પ્રેમની અખંડ અનુભૂતિ સ્વરૂપ પૂર્ણ અહિંસાના રાજમાર્ગે થઈને આત્મજ્ઞાનાદિ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓનો સ્પર્શ કરતી અંતે આત્મરમણતામાં વિરમે છે. અહિંસાને મૂળ છેત: પ્રેમ-આત્મિયતા મહાવીરને અનુસરવા ઉત્સુક વ્યકિતને મહાવીરની અહિંસાનું જ્ઞાન હોવું આવશ્યક છે, એવો શ્રી મહાનિશીથ સૂત્ર અંતર્ગત, પઢમં નાણું તઓ દયા’ સૂત્રોનો બુલંદ ઉઘોષ છે. બીજા જીવમાં પિતા તુલ્ય આત્મા વિલસી રહ્યા છે એ ભાનપૂર્વકની આત્મીયતા - વાત્સલ્ય - પ્રેમ અહિંસાને મૂળ સ્ત્રોત છે. એ પ્રેમ હોય ત્યાં, કોઈને પણ લેશ માત્ર દુ:ખ ન પહોંચે એ રીતે જીવવાની કાળજી સ્વાભાવિક રહે, એટલું જ નહિ, સહાનુભૂતિ, સહકાર અને સહિષષ્ણુતા અર્થાત સામાના હિત - સુખ અર્થે જાતે થોડી અગવડ કે કષ્ટ વેઠી લેવાની વૃત્તિપૂર્વકનો જીવન વ્યવહાર પણ એની સહજ ફલશ્રુતિ હોય; એટલે, મહાવીરને અનુયાયી ન્યાય, નીતિને અડગ નિશ્ચયપૂર્વકના ઉઘમથી પ્રાપ્ત દ્રવ્યને પણ કેવળ પોતાનાં સુખ-સગવડમાં જ વ્યય ન કરી નાખતાં, જરૂર રિયાતવાળા અન્ય જીવોને સહાયભુત થવા ઉલ્લાસપૂર્વક પ્રયત્નશીલ રહે - અતિથિ સંવિભાગ કરે; એટલું જ નહિ, પરિગ્રહપરિમાણ વ્રત દ્વારા સંચયવૃત્તિને પણ તે અંકુશમાં લઈ લે. આ “પાસા ને ગંભીરતાથી વિચાર કરવો અનિવાર્ય છે. આમ આચરણમાં આત્મિયતા મૂલક અહિંસા અને વિચારમાં અનેકાંતદષ્ટિ પ્રેરિત પરમ સહિષ્ણુતા મહાવીરના અનુયાયીનું જીવનસૂત્ર હેય. ‘બીજાનો મત ખોટો છે, પણ હું નભાવી લઉં છું.’ એવી ગુરુતા ગ્રન્થિ પ્રેરિત- અહં પ્રેરિત પરમ સહિબષ્ણુતા નહિ, પણ વસ્તુના અનંત ધર્મો છે અર્થાત સત્યને અનંત પાસાં છે. છે, પોતાને એ બધાં પાસાનું જ્ઞાન ન હોઈ શકે. કોઈ પાસાનું જ્ઞાન બીજાની પાસે હોવું સંભવે - એ રીતે, પિતાની અપૂર્ણતાના ભાજનિત પરમ-સહિષ્ણુતા રોજિંદા જીવનવ્યવહારમાં ઓત-પ્રેત ન થઈ હોય તે મહાવીરના અનુયાયી હોવાનો દાવો થઈ શકે ખરો? અનેકાંતવાદના ઉદ્ઘષક ભગવાન મહાવીરને અનુયાયી અહં - મમ પ્રેરિત ક્ષુલ્લક આગ્રહ અને વિવાદોમાં જીવન પૂરું કરે - –વેડફે ખરો? અંતર્મુખ સાધનની પૂર્વ તૈયારી અને પાયારૂપે ચિત્ત શુદ્ધિ, અને ચિત્ત શુદ્ધિ અર્થે સંયમ, અહિંસા, પ્રેમ, કરુણા અપરિગ્રહવૃત્તિ અને અનેકાંત દૃષ્ટિ ઉપર આધારિત જીવનપદ્ધતિ ભગવાન મહાવીરે ચીંધી છે. આ જીવનમૂલ્યોને રોજિંદા જીવનને વ્યવહારમાં વણવાના નિષ્ઠાભર્યા પ્રયત્ન વિના જાતને “જૈન” કહેવડાવી શકાય, ‘શ્રાવક' કે મુનિ' નું બિરુદ પણ મેળવી શકાય. પણ સાચા અર્થમાં “જૈન' - જિનના અનુયાયી (અનુ + થાયી = પાછળ પાછળ ચાલનાર) બની શકાતું નથી, એથી પોષાય છે કેવળ ભ્રાંતિ. આ ભ્રાંતિમાં જીવન વિતાવવું એ, ધર્મ ન પામ્યા સેવા કરતાં યે વધારે ખતરનાક છે. ““હું દેહ' એ ભાનમાં જીવનાર વ્યકિત ચાહે તે જેન હોય કે અજૈન, ગૃહસ્થ હોય કે સાધુ-મિથ્યા દષ્ટિ છે. મુકિતની વાટે તે ચડી જ નથી. પ્રાકૃતિથી પર અર્થાત કર્મકૃત દેહ, મન, બુદ્ધિ, અહંકાર આદિ સર્વ અવસ્થાઓ અને આભાસેથી પર-હું વિશુદ્ધ ચૈતન્ય છું,' એ ભાવમાં જીવનારો જૈન હોય કે અજૈન એ સમ્યગ દરિટ છે. એ 'વિરતધર ન હોય તે કે મુકિત પથને ગતિશીલ પ્રવાસી છે.” લેખક કૃત: “આત્મ જ્ઞાન અને સાધના પથ ”માંથી ઉધૂત 24 રાજેન્દ્ર જ્યોતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230183
Book TitleMahavire Chauthelo Mul Marg
Original Sutra AuthorN/A
AuthorAmrendravijay
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy