SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની વાણી (ડૉ. નાનક કામદાર, ભાવનગર) હિંદુ ધર્મ અને તેની માન્યતાઓના નવસંસ્કરણ તરીકે જૈનધર્મને ઓળખાવતાં જેકોબી લખે છે. "Buddhism and Jainism must be regarded as religions developed out of Brahmanism not by a sudden reformation but, prepared by a religious movement going on for a long time. " જૈનધર્મના પ્રવર્તક, ચોવીસમા નીકર ભગવાન મહાવીરનો સંદેશ આજના મંગલ પર્વને દિવસે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરી કામના કરીએ - અમને સધી દિશાઓમાંથી સુંદર વિચારો પ્રાપ્ત થાઓ. ભગવાન મહાવીરના જીવનને ત્રણ તબક્કાઓમાં વહેંચવામાં આવ્યું છે. જન્મથી. અઠ્યાવીસ વર્ષ સુધી તેમણે એક રાજકુમાર તરીકે જીવન પસાર કર્યું. તેમના માતાપિતાનું અવસાન થતાં બે વર્ષ ભાવયતિ તરીકે વિતાવી, સાડાબાર વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી મહાવીર, તીર્થંકર, જિનપ્રભુ તરીકે તેઓ ઓળખાયા. જીવનના અંતિમ તબક્કામાં ત્રીશ વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ વિહાર કરી, હસ્તિપાળની સભામાં સોળ પ્રહર દેશના આપી, પાવાપુરીમાં આસો વદ અમાસના દિવસે નિર્વાણ પામ્યા. તેઓએ જીવદયાનો ધ્વજ ફરકાવી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે સ્વાાદનો અમૂલ્ય સિધ્ધાંત જગતને આપ્યો છે. પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય તેવા આચારાંગ, ભગવતી વગેરે ગ્રંથીમાં તેમના ઉર્ગોરો અને વિશ્વસનીય સંવાદો મળી આવે છે. જે બધા પરથી જોઈ શકાય છે કે, છેક નાની ઉમરથી જ નિન્ધિ-પરંપરાથી અહિંસાવૃત્તિ તેમનામાં વિશેષરૂપે તાવિત પામી હતી. આ વૃત્તિને તેમણે એટલે સુધી વિકસાવી હતી કે પોતાના નિમિત્તે કોઈ સુક્ષ્મ જંતુ સુધ્ધાનાં દુઃખમાં ઉમેરો ન થાય એ રીતે જીવન જીવવા તેઓ મથામણ કરતા, એ મંથને તેમને એવું અપરિગ્રહ વ્રત કરાવ્યુ કે તેમાં કપડાં અગર ઘરનો આશ્રય સુધ્ધાં વર્જ્ય ગણાયો. મહાવીર કહે છે, “દુનિયા માત્ર દુઃખી છે. પોતાની સુખ સગવડ માટે બીજાનું દુઃખ વધારો નહીં. બીજાના સુખમાં ભાગીદાર ન બનો, પણ બીજાનું દુઃખ હળવું કરવા કે નિવારવા સતત પ્રયત્નશીલ રહો.” એકની એક જ વાત અનેક રૂપે પોતાના સંપર્કમાં આવનાર દરેકને સંભળાવતા ભગવાન કહે છે કે, “મન, વાણી અને દેહની એકતા સાધી. ત્રોનું સંવાદ પેદા કર્યો. જે વિચારો તેજ બોલો અને તે પ્રમાણે વર્તો. અને જે વિચારો તે પણ એવું કે તેમાં ક્ષુદ્રતા કે પામરતા ન હોય. પોતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખો. અને જે વિચારો તે પણ એવું કે તેમાં હતા કે પામરતા ન શ્રીમદ્ જયન્તસેનતિ અભિનન્દન ગ્રંથગુજરાતી વિભાગ Jain Education International ૬૯ Jole હોય. પોતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખો. અને તેને જીતવાની જ વીરતા બતાવો." તેઓ કહે છે કે, “જે એ બાબતમાં એક નિમિષમાત્રનો પ્રમાદ થશે તો જીવનનો મહામુલો સદ્ અંશ કાર્યા જ જશે. અને પછી કદી નહીં લાધે." હિંસામાં અસત્ય, ચોરી, વગેરે બધા દોષો અને બધી બુરાઈઓનો સમાવેશ થઈ જાય છે. હિંસા, જુઠ, ચોરી, લુચ્ચાઈ વગેરે જેવા દોષો પરિગ્રહના આવેશમાંથી જન્મે છે, જે સમાજમાં વિષમતા ઉત્પન્ન કરી વર્ગ વિગ્રહો જગાવી માનવી માનવી વચ્ચે વિસંવાદ જન્માવે છે. સ્વચ્છતા તેમજ વિશ્વાસના મૂળરૂપ પરિત માટે ભગવાન મહાવીરે પર્રિમહ-પરિમાણ ઉપર ભાર મુકી સમાજમાં સુખ-શાન્તિ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. સામ્યવાદ અને મૂડીવાદનું આંદોલન જ્યારે અણુ યુધ્ધના નગારાં વગાડી રહ્યું છે. ત્યારે તેમાંથી મુક્ત થવાનો એક માત્ર માર્ગ પરિગ્રહ પરિમાણ અને લોક મૈત્રીની વિશાળ નાદ સર્વ પ્રથમ શ્રેષ્ઠ રીતે મહાવીરે પ્રબોધ્યો છે. જેપી ગીતાની ઉક્તિ માફક ભગવાન મહાવીરની વનષ્ટિ પણ આપણને સર્વભૂતાત્મ ઐક્ય જોવા મળે છે. આચારાંગમાં પ્રભુ દલીલ પૂર્વક સમસ્ત વિશ્વમાં પોતાના જેવું જ ચૈતન તવ ઉભરાતું ઉલ્લસતું દર્શાવે છે. આ ચેતનતત્ત્વને ધારણ કરનાર શરીરો અને ઈન્દ્રિયોના આકાર પ્રક.રોમાં ગમે તેટલું અંતર હોવા છતાં તાત્કાલિક રૂપે સર્વમાં ચેતનતત્ત્વ એક જ પ્રકારનું વિલસી રહ્યું છે. ભગવાનની આ દૃષ્ટિને, “આત્મૌપમ્પની દૃષ્ટિ" કહેવામાં આવે છે. ભગવાનની જીવન દૃષ્ટિમાં જીવન શુધ્ધિનો પ્રશ્ન પણ સમાયેલો છે. ચેતનાનો પ્રકાશ ગમે તેટલો આવૃત્ત હોય છતાં તેની શક્તિ તો પૂર્ણ શુધ્ધિની જ છે. જો જીવ તત્ત્વમાં પૂર્ણ શુધ્ધ થવાની શક્યતા ન હોય તો. આધ્યાત્મિક સાધનાનો કોઈ અર્થ જ રહેતો નથી. અહીં વેદાંતી શુદ્ધાદ્વૈતવાદ અને કૈવલા દ્વૈતવાદના દૃષ્ટિ બિંદુઓમાં રજુ થયેલી વાત જોવા મળે છે. જે અનુસાર આત્મા મૂળમાં શુધ્ધ છે. વાસના કે કર્મોની છાયા પડવાથી ઉત્પન્ન થતો જીવભાવ તે તેનું મૂળ સ્વરૂપ નથી. જ તાત્ત્વિક રૂપે જીવનનું સ્વરૂપ શુધ્ધ જ છે તો પછી આપણે એ સ્વરૂપ કેળવવા શી સાધના કરવી ? ઉત્તરાધ્યયન સૂત્રના પચીશમા અધ્યાયમાં ભગવાન કહે છે. સમતાથી શ્રમણ થવાય છે. વ્યવહારૂ ભાષામાં બધી સાધનાનો અર્થ એટલો જ કે તદ્દન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. વહારૂ જીવન એ આત્મૌપમ્પની દૃષ્ટિ કેળવવા અને આત્માની શુધ્ધિ સાધવાનું એક સાધન છે. માણસ જ્યાં બેસે છે. ત્યાંજ પ્રભુના ચરણો છે. જો એ સમજે તો For Private & Personal Use Only क्रोध अग्नि को दूर कर, बनो सदा तुम धीर । जयन्तसेन सुखद जीवन, पूर्ण तया गंभीर ॥ www.jainelitrary.org
SR No.230182
Book TitleMahavirniVani
Original Sutra AuthorN/A
AuthorNanak Kamdar
PublisherZ_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Publication Year
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy