________________ પ્રમાણમીમાંસામાં પ્રત્યક્ષની ચર્ચા: 19 १३स्मृतिहेतुर्धारणा। જેનાથી સ્મૃતિ થઈ શકે એટલે કે સ્મૃતિનું કારણ છે એવો પ્રત્યક્ષ જ્ઞાનનો જે સંસ્કાર એ ધારણું છે. આ સરકાર એ ન્યાય-વૈશેષિકના મતે જ્ઞાનથી અતિરિક્ત હોઈ ભાવના કહેવાય છે પણ જૈન મતે આ ધારણારૂપ સંસ્કાર એ આત્માનો ધર્મ હોઈ તથા આત્મા જ્ઞાનરૂપ-ચેતન્યરૂપ હોઈએ પણ જ્ઞાનરૂપ જ છે. આ સ્થળે પૂર્વાચાર્યોના લક્ષણની સમીક્ષા પણ હેમચંદ્ર સુંદર રીતે કરે છે. પૂર્વાચાર્યોના મત પ્રમાણે ધારણાનું લક્ષણ ૧૪વિવું ધા (વિશેષ જા 180) એમ છે. વિશેષાવશ્યકની આ ગાથા અનુસાર અવિશ્રુતિ-જ્ઞાનની અવિશ્રુતિ–આત્મામાંથી શ્રુત ના થવું એ જ ધારણા છે. તે પછી આચાર્યે સ્મૃતિનું કારણ ધારણ છે, એવું શા આધારે કહે છે એમ શંકા થતા તેઓ એનો સુંદર ખુલાસો કરે છે અને સમજાવે છે કે - अत्यविच्युति म धारणा, किन्तु साऽवाय एवान्तर्भूतेति न पृथगुक्ता। अवाय एव हि दीर्घदीर्घोऽविच्युतिर्धारणेत्युच्यते इति / स्मृतिहेतुत्वाद्वाऽविच्युतिर्धारणयैव सगृहीता। नवायमात्रादविच्युतिरहितात् स्मृतिर्भवति; गच्छत्तृणस्पर्शप्रायाणामवायानां परिशीलनविकलानां स्मृतिजनकत्वादर्शनात् / तस्मात् स्मृतिहेतू अविच्युतिसंस्कारावनेन सङ्ग्रहीतावित्यदोषः / / - અવિસ્મૃતિ એ ધારણા છે એ વાત સાચી પરંતુ આ પ્રકારની અવિશ્રુતિ અવાયની અંદર જ અંતર્ભત થયેલી છે: વસ્તુતઃ ખૂબ જ લાંબા સમય સુધી સ્થિત અવાય જ અવિસ્મૃતિરૂપ હોઈ ધારણામાં પરિણમે છે. અથવા તો અવિશ્રુતિ-નિશ્ચયનું ચુત ન થવું એ સ્મૃતિનું કારણ હોઈ ધારણ થી સંગૃહીત થઈ જાય છે. કેવળ અવાય એટલે કે અર્થનો નિર્ણય અવિશ્રુતિરહિત હોય–અર્થાત એ સ્થિર ન હોય તે એ સ્મૃતિનું કારણ બનતો નથી; જેમ કે રસ્તે જતાં પગતળે ઘાસ કે આવી વસ્તુઓનો નિર્ણય એના સ્પર્શથી થાય છે પણ એ વિશે એના ચિત્તમાં કોઈ પરિશીલન થતું ન હોવાથી એ જ્ઞાન નિશ્ચયસ્વરૂપ અવાય હોવા છતાં એ અવિસ્મૃતિ ન હોવાને કારણે સ્મૃતિ ઉત્પન્ન કરતું નથી. માટે અહીં આપેલ ધારણાના લક્ષણથી જ્ઞાનની અવિસ્મૃતિ અને સંસ્કાર જે સ્મૃતિના ખરેખરા કારણ છે એ બનેનો સંગ્રહ થઈ જાય છે માટે ધારણાનું આવું લક્ષણ કર્યું છે. આ પ્રકારના આચાર્યો કરેલ લક્ષણથી આપણે એમની સૂક્ષ્મક્ષિકા તથા સંક્ષેપમાં પણ પોતાનો મુદ્દો સ્પષ્ટ રીતે સમજાવવાની આગવી રીતે જોઈ શકીએ છીએ. ફક્ત પ્રત્યક્ષ જ્ઞાનના લક્ષણની ચર્ચામાં આચાર્ય હેમચંદ્ર અન્ય દર્શનોએ કરેલ લક્ષણની ચર્ચા મુદ્દાસર કરે છે એટલું જ નહિ, પણ જ્યાં અન્ય દર્શનકારી પોતે કરેલ લક્ષણનો કે પોતાના આચાર્યોએ કરેલ લક્ષણના અર્થનો વિપર્યાસ કરે છે ત્યાં પણ તેઓ ચોકકસ રીતે નુકતેચીની કરે છે. આ ઉપરાંત પોતાનું લક્ષણ પૂર્વાચાર્યો કરતાં જુદું પડતું હોવા છતાં શા કારણે સિદ્ધાન્તથી વિરોધ નથી તે, તથા પોતાના મતના સિદ્ધાન્તોનો જે અંશ પૂર્વાચાર્યોના લક્ષણમાં રહી જતો હોય એને પણ આવરી લે છે. આ રીતે શક્ય એટલી નિર્દોષતા સાથે કોઈપણ બાબતને સંક્ષેપમાં કહેવાનો એમનો પ્રયાસ હોય છે, એ આ ચર્ચાથી સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રમાણમીમાંસામાં અહીં તથા અન્યત્ર પણ આચાર્ય હેમચંદ્ર ખોટો આડંબરી શબ્દવિસ્તાર કર્યો નથી પરંતુ એક ગંભીર તાર્કિકની અદાથી એમણે જૈન દર્શનના સિદ્ધાન્તોનું અને એમાં પણ વિશેષ પ્રમાણભાગનું સુંદર નિરૂપણ કર્યું છે એ એમની વિશેષતા છે. રૂતિ . 13 જુઓ એજન સૂ૦ 1. 1. 29 14 જુઓ એજન પૃ. 22 15 , or by Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org