________________
૧૨૮ ]
જ્ઞાનાંજલિ સંભવિત જ છે. અને આ જ કારણસર રાજા શાલિવાહનનો કાલકાર્ય સાથે સંબંધ ધર્મભાવનામાં પરિણમ્યો હશે એમ લાગે છે. અને આ જ ધર્મ સંબંધને કારણે કાલકાર્યો રાજા શાલિવાહનની ખાતર ભાદ્રપદ શુક્લ પંચમીને બદલે ભાદ્રપદ શુકલ ચતુર્થીને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી હતી. આ ઉપરથી આપણે એટલું નિશ્ચિત કરી શકીએ છીએ કે અષ્ટાંગનિમિત્તવિદ્યાપારંગત, પ્રથમાનુનોગગંડિકાનુયોગલકાનુયોગ–અને જૈન આગમોની સંગ્રહણીઓના પ્રણેતા, તેમ જ પંચમાને બદલે ચતુર્થીને દિવસે સંવત્સરી કરનાર સ્થવિર આર્ય કાલક એક જ છે અને તે રાજા શાલિવાહનના સમકાલીન હતા. આ યુગમાં રાજા શાલિવાહન સાથે સંબંધ ધરાવનાર બીજા કોઈ કાલકાર્યા હોવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રજ્ઞાપન સત્રના પ્રણેતા શ્યાભાર્ય-કાલકાર્ય આ કાલકાર્ય કરતાં જુદા જ છે.
પ્રથમાનુયોગનું ગુપ્ત સ્થાનમાં અસ્તિત્વ પ્રથમાનુયોગ ગ્રંથ ઘણું ચિરકાળથી નષ્ટ થઈ જવા છતાં પણ એ ગ્રંથે ગુપ્ત સ્થાનમાં હોવાનો અને ત્યાંથી દેવતાએ કોઈ કોઈ આચાર્યને વાંચવા માટે આપ્યાની કેટલીક કિંવદંતીઓ આપણે ત્યાં ચાલતી હતી અને તેના બે ઉલ્લેખ મારા જેવામાં આવ્યા છે, જે પૈકીને એક ઉલ્લેખ જયસાગરકૃત ગુરૂપારdયસ્તવવૃત્તિની પ્રારંભિક પ્રસ્તાવનામાં છે અને બીજો ઉલ્લેખ હર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનશ્ચયમાં છે. પહેલા ઉલ્લેખમાં પ્રથમાનુગગ્રંથની હાથપોથી શાસનદેવતાએ ખરતર આચાર્ય શ્રી જિનદત્તસૂરિને આપ્યા અને વાંચ્યાને ઉલ્લેખ છે. અને બીજામાં ગુજરેશ્વર મહારાજા શ્રી કુમારપાલદેવપ્રતિબાધક આચાર્ય શ્રી હેમચંદ્રને આધ્યાને, એક રાત્રિમાં વાંચી લીધાનો અને તદનુસારે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર રસ્યાનો ઉલ્લેખ છે, જે વિશેનો જરા સરખોય નિર્દેશ આચાર્ય શ્રી હેમચંદ્ર પોતાના શલાકાપુરપચરિત્રમહાકાવ્યમાં કર્યો નથી. આ દેવતાઈ વાતોને આપણે કેટલે અંશે માનવી એ એક ગંભીર કોયડો જ છે. આવી રચનાઓની નકલ કરવા દેવામાં કે કરી લેવામાં ન આવે, એ એક નવાઈની જ વાત છે ને? અતુ, એ બન્નેય ઉલ્લેખ આ નીચે નોંધવામાં આવે છે ?
१. “ज्ञानदर्शनचारित्रागण्यपुण्यातिशयसत्त्वरञ्जितश्रीशासनदेवतावितीर्णाज्जयिनीस्थितमहाकालप्रासादमध्यवत्तिशैलमयभारपट्टबीटकान्तःसंगोपितपुरासिद्धसेनदिवाकरवाचितदशपूर्वधरश्रीकालिकसूरिविरचितानेकाद्भुतश्रीप्रथमानुयोगसिद्धान्तपुस्तकरत्नार्थसम्यक्परिज्ञानजगद्विदितप्रभावाः निजप्रतिभावभवविस्मापितदेवसूरयः श्रीजिनदत्तसूरयः” गुरुपारतन्त्र्यस्तववृत्तिः
२. श्रीहेमाचार्याः प्रथमानुयोग देवताप्रसादाल्लब्ध्वकरात्राववधार्य च तदनुसारेण त्रिषष्टिચરિત્રાનિ નાથુરિત ! શ્રાદ્ધવિઘવિનિશ્ચય.
ગુરુપરતં વ્યસ્તવવૃત્તિના ઉલ્લેખમાં ઢિવિવારવારિત એમ ઉલ્લેખ કર્યો છે તે માત્ર કલ્પિત અને અપ્રામાણિક છે, કારણ કે આવશ્યકચૂર્ણિકાર જિનદાસગણિ અને આવશ્યક તથા
गोयावरीए नईए तडे पइट्ठाण नयरं । तत्थ सालवाहणो राया। तस्स खरगओ अमच्चो । अन्नया सो सालवाहणो राया दंडनायगं आणवेइ-महुरं घेत्तूण सिग्घमागच्छ । सो य सहसा अपुच्छिऊण दंडेहिं सह णिग्गतो । ततो चिंता जाया-का महुरा घेत्तव्वा ? दक्षिणमहुरा उत्तरमहुरा वा ?। तस्स आणा तिक्खा, पुणो पूच्छिन तीरति । ततो दंडा दुहा काऊण दोसु वि पेसिया, गहियातो दो वि महुरातो । ततो वद्धावगो पेसिओ । तेणागंतूण राया वद्धावितो –તેવ! તો વિ મઘુરાતો મહિયાત
व्यवहारभाष्य-टीका, भाग ४, पत्र ३६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org