________________ 330 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રસ્થ આજે વસ્તુપાલના સંબંધમાં જેટલી વિવિધ સામગ્રી ઉપલબ્ધ છે તેટલી ભાગ્યે જ ગુજરાતના કોઈ બીજા ઐતિહાસિક પુરુષની મળતી હશે. યત્ર તત્ર પ્રસિદ્ધ થયેલી વિપુલ સામગ્રીના આધારે આવા વિશ્વવિરલ પુણ્યશ્લોક મહામાત્યના જીવનના વિવિધ પાસાંને ચોમેરથી ચર્ચાને એક ગ્રંથ લખાય તો તે એક ઉપયોગી, પ્રેરક અને મહત્ત્વનું કાર્ય ગણાશે. આ લેખમાં આપેલા બે શિલાલેખોની ફોટોકોપી આપવા બદલ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટકર્તાઓને તથા દશ પ્રશસ્તિ લેખોવાળી હસ્તલિખિત પ્રતિ ઉપયોગ કરવા આપવા બદલ - શ્રીલાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર(રાધનપુર)ના વહીવટકર્તાઓને ધન્યવાદ આપીને પ્રસ્તુત લેખ પૂર્ણ કરું છું. ઈતિ. લુણસાવાડી, અમદાવાદપોષ શુક્લા પ્રતિપદા, વિ. સં. 2023 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org