SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણૅમહોત્સવ ગ્રન્થ સૂર્યસમાન મહારાજાધિરાજ શ્રીભુવનપ્રસાદદેવના પુત્ર મહારાજા શ્રીવીરધવલની પ્રીતિથી સમગ્ર રાજ્યના એશ્વર્યને પામેલા વસ્તુપાલે તથા તેના નાના ભાઈ તેજપાલે પોળ કરાવી. જેણે અશ્વરાજના પુત્ર(વસ્તુપાલ)ને શ્રીમુદ્રાધિકારી બનાવ્યો તે વીરધવલ રાજા સમુદ્રપર્યન્ત પૃથ્વીનો સ્વામી થાઓ. (૧). જેના પરિચયથી કોઈ પણ માણસ નિર્મદ અને વિવેકી થાય છે તેવો વસ્તુપાલ ખરેખર ધન્યાત્મા છે. (૨) ત્યાગશીલ કર્ણના સમયમાં પૃથ્વી એક કર્ણવાળી હતી, તે વસ્તુપાલના ઉદય પછી એ કહ્યુંવાળી થઈ (૩) શ્રીવસ્તુપાલ અને તેજપાલ જગતના માણસોની આંખરૂપ છે, તેથી વિષ્ણુભગવાનની આંખરૂપ સૂર્ય-ચંદ્રની ઉપમા તેમના માટે ઉચિત ગણાવી ન જોઈ એ. (૪) અને તે જ બે ભાઈઓએ ઉપર જણાવેલી પોળના પશ્ચિમ ભાગની ખે ભીંતો ઉપર શ્રીઆદિનાથદેવની યાત્રા માટે આવેલા.........સ્નાત્રોત્સવનિમિત્તે પૂર્ણકલશથી શોભાયમાન હતયુગલવાળી પોતાના વડીલબંધુ ૪૦ શ્રીગિ અને મહાન શ્રીમાલદેવની મૂર્તિઓ શ્રીદેવાધિદેવના સન્મુખ બનાવી. જેમ માત્ર એક જ કળાને ધારણ કરનાર ચંદ્ર વખણાય છે—પૂજાય છે, અતિ નાનો ચિંતામણિ લોકોને ઇચ્છિત આપે છે અને અંગ ઉપર લગાડેલું અમૃતનું બિંદુ તાપને દૂર કરે છે, તેમ વયમાં બાળક હોવા છતાં ભ્રૂણસિંહ (વસ્તુપાલનો મોટો ભાઈ ) સર્વજનોમાં પ્રશંસાપાત્ર છે. (૧) કળિયુગનું અધર્મમય અંગ પીસીને જેણે કલિકાલરૂપી શત્રુનો ગર્વ હણ્યો છે તેવા દિવ્યરૂપવાળા ધર્મિષ્ઠ અને યશસ્વી મંત્રીશ્વર મલ્લદેવ(વસ્તુપાલના મોટા ભાઈ)ની પ્રશંસા કોણ નથી કરતું ? (૨-૩) તથા પ્રસ્તુત પોળના પૂર્વ ભાગની એ ભીંતો ઉપર બનાવેલી હાથ જોડીને ઊભેલી પોતાની (શ્રીવસ્તુપાલ અને તેજપાલની) મૂર્તિઓ શ્રીશત્રુંજયમહાતીર્થયાત્રામહોત્સવનિમિત્તે આવતા મહાન શ્રીશ્રમણુસંધ પ્રતિ સ્વાગત પૂછે છે. અહીં મહાકવિ સંઘપતિ શ્રીવસ્તુપાલની અંતરોમિ જણાવી છે તે આ પ્રમાણે— હું (વસ્તુપાલ) આજે શ્રીયુગાદિજિનની યાત્રાએ આવેલા સમસ્ત યાત્રિકોને અશ્રાન્તપણે ખુશ કરું છું—એટલે કે યાત્રિકોની ભક્તિ કરું છું—આથી જ મારા પિતાજીની આશા ફળી છે અને માતાજીની આશીષમાં આજે અંકુરો ફૂટ્યા છે. (૧) જેના ખન્ને લોક પવિત્ર છે તેવા શ્રીતેજપાલના હૃદયમાં સદા શ્રીયુગાદિન્જિન અને શ્રીવારિજન છે. (૨) જેની સભાની વિસ્તૃત પ્રમોદવાળી કાર્તિઓ ત્રણે ભુવનમાં ક્રીડા કરે છે તેવા ગુણવાન, ભાગ્યવાન અને મંત્રીઓમાં સૂર્યસમાન તેજપાલ આનંદ પામો. (૩) વિનયનું જેમાં ભાન ન હોય એવી અબોધ ખાલ્યાવસ્થામાં પણ જે નય, વિનય અને ગુણોદયને ધારણ કરે છે તે આ જૈત્રસિંહ (વસ્તુપાલનો પુત્ર) સર્વ કોઈનાં મનને ચુએ છે—સ્પર્શે છે. (૪) જેના આપેલા દાનનો અંશમાત્ર પણ લોકોનું દારિદ્રય હણે છે એવા શ્રીવસ્તુપાલ અધિકાધિક લક્ષ્મીવાન થાઓ. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230163
Book TitleVastupal na Aprasiddha Shilalekho tatha Prashastilekho
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & History
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy