________________
૨૧૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
બીજા અને ત્રીજા પદ્યમાં ગ્રંથકાર અકબરશાહને “બ્રહ્મ” સાથે સરખાવે છે. તથા ગોપાલસુત શ્રીકૃષ્ણ વિભુ સાથે પણ સરખાવતાં અકબરશાહને ગોબ્રાહ્મણપ્રતિપાલકરૂપે વર્ણવે છે અને કહે છે કે જે યવન વંશ, ગાય અને વિપ્રોનો સદા અભિભવ જ કરતો આવેલ છે તે જ વંશમાં આ અકબરશાહ ગોબ્રાહ્મણના પ્રતિપાલક રૂપે જન્મેલ છે, એ વિશેષ આશ્ચર્યકારી ઘટના છે.
પાંચમા શ્લોકમાં “વિવી તે વધાર્થ ” એમ કહીને પ્રસ્તુત કોશ તેમણે પોતાના બોધ માટે નિર્મલ છે એમ સૂચવે છે. અને સાથે જણાવે છે કે સંસ્કૃતના શબ્દો આપીને તેના સમાનાર્થક કેટલાક પારસી–ફારસી-–શબ્દોનો આ સંગ્રહ છે.
જે લોકો ફારસી ભાષાના સમુદ્રમાં અવગાહન કરવા ઈચ્છતા હોય તેવા લોકોને ધ્યાનમાં રાખીને કૃષ્ણદાસ આ કોશરૂ૫ નાની હોડીને રચે છે એમ છઠ્ઠા શ્લોકમાં કહે છે અને સાતમા શ્લોકમાં એમ જણાવે છે કે –
પોતે ફારસી શાસ્ત્રોને ભણેલ નથી, માત્ર સાંભળી સાંભળીને જ આ કોશ રચેલ છે તેથી આ રચનામાં જે કાંઈ ન્યૂનતા વા વધારે પડતું આવી ગયું હોય તેને ફારસી વિદ્વાનો દરગુજર કરશે એવી નમ્ર વિનતિ છે.”
સંસ્કૃત ભાષાના અતિપ્રાચીન અને પ્રસિદ્ધ અમરકોશમાં શબ્દોને બતાવવા પ્રથમ કાંડમાં જેમ સ્વર્ગવર્ગ, વ્યોમવર્ગ, દિર્ગ, કાલવર્ગ, નાટ્યવર્ગ, પાતાલભોગિવર્ગ, નરકવર્ગ, વારિવર્ગ આમ વગોને યોજેલા છે તથા બીજા કાંડમાં મનુષ્યવર્ગ, બ્રહ્મવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ, શકવર્ગ વગેરે અનેક વર્ગોને પાડેલા છે અને છેડે ત્રીજા કાંડમાં પ્રથમ વિશેષ્યનિધવર્ગ પછી નાનાર્થવર્ગ યોજેલ છે તેમ બરાબર ક્રમને અનુસરીને ગ્રંથકાર કૃષ્ણદાસે આ ફારસી કોશમાં પ્રથમ સ્વર્ગવગે, વ્યોમવર્ગ, દિગ્દર્ગ, કાલવર્ગ, નાયવર્ગ, પાતાલવર્ગ, વારિવર્ગ, મનુષ્યવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ, સુકવર્ગ (વર્ગ) વિશેષ્યનિધવર્ગ તથા નાનાર્થવર્ગ વર્ગો યોજેલા છે. આ કોશમાં કાંડોનો વિભાગ નથી, માત્ર વગનો વિભાગ છે.
| સ્વર્ગવર્નનો પ્રારંભ “સૂર્ય’ શબ્દથી કરેલ છે. “શ્રીરર્ય ૩ સમાવઃ” (સ્ટોવ ૮) સૂર્ય માટે “ વ” શબ્દ પારસીક-ફારસી–ભાષામાં છે. ચાલુ ફારસી ભાષામાં “માતા” શબ્દ પ્રચલિત છે.
- આ પછી “સરનું ઘર સયા” (સ્ટોક ૧૧) એટલે અસરા માટે વરી. “માતરાસ્તુ મે વલ” એટલે અગ્નિ માટે માતા-તિ –સંસ્કૃત હુતાશ. “વોઢા (લો ) ઘરમેશ્વર:” (ઋોજ ૯) પરમેશ્વર માટે હવાઇ હુતા-આવા શબ્દો સ્વર્ગવર્ગમાં ૧૯ શ્લોક સુધી આવેલ છે. છેડાના ઓગણીસમા શ્લોકમાં “તે સરમા મવેત્ કરમા તુમ્રમાં પ્રતૈિતઃ”—અર્થાત શીત એટલે સરમ-સYT અને ઉણુ એટલે ગરમા-HT.
વ્યોમવર્ગનો આરંભ “મામાનં ચોમનિ ઘોર”(સ્ટો, ૨૦)થી થાય છે. માત્માને એટલે ચોમ આકાશ.
કાલવર્ગના પ્રારંભમાં “સંવત્સરેષુ સારુ રચાતુ પ્રત્યે સ્થા1 સ્થાતિઃ” | સાજી એટલે વરસ અને પ્રલયકાળ એટલે વથામતિ–રિયામત.
૩ કોશની પોથીમાં જેવા ફારસી શબ્દો આપેલા છે તેવા જ અહીં નોંધેલા છે.
પ્રથમ કોશનો શબ્દ, પછી ફારસીનો શુદ્ધ શબ્દ બતાવેલ છે. આ બન્ને શબ્દો નાગરી અક્ષરમાં મુકેલા છે, ગુજરાત યુનિવર્સિટીના ફારસીના પ્રધાન અધ્યાપક શ્રી કુમારું નાયકે ફારસીના શુદ્ધ શબ્દો બતાવેલા છે તે માટે લેખક તેમનો આભારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org