SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નવિજયજી! હવે વધુ બેાલવું બંધ કરો અને કરી બતાવા ઉત્કૃષ્ટ ત્યાગ પછી ત્યાગભર્યા શબ્દો સંભળાવજો ! ભાવનું હતું અને વૈદ્ય ક અત્તરની એક શીશીએ પરિવર્તન કર્યું ધરમૂળથી, વિચાર, વાણી અને વ્યવહાર બદલાયા. રજના ગજ અને પાંખના પારેવા જેવા ઘાટ થઈ ગયો. પં. શ્રી રત્નવિજયજીએ તો ત્યાં જ શ્રી પૂજયજીથી વિદાય લીધી અને આવ્યા આહાર, પોતાના ગુરૂવર શ્રી પ્રમાદસૂરિજી પાસે. હકીકતની વાકેફ કર્યા, ગુએ શિષ્યની પ્રતિભા દૈવી. વિચારોમાં હતા. મી. ત્યાગ માર્ગ રક્ષવાની તમન્ના દેખી ! ભાવિના ગર્ભની ભવ્યતા પારખી. થી પૂજ્ય શ્રી પ્રમાદસૂરિજીની જૂવા હતી. કચ્છના ભાર સંભાળવાની શકિત શિષ્યમાં નિહાળીને શ્રી સંઘની સાક્ષીએ ઉત્સવ પૂર્વક શ્રી પૃષપવી આપી અને પોતાના પર તરીકે ઘોષિત કર્યા. આહાર ઠાકોરે છડી, ચામર, પાલખી, દુરાવા, સુમુખી આદિની ભેટ આપી. પ. રત્નવિજયજી હવે થા શ્રી પૂજય શ્રીમદ રાજેન્દ્રસૂરિ જી મહારાજ. પ્રસિદ્ધિ વધવા માંડી. ચસ ોમેર ફેલાવા માંડયો. કીનિમ્યા શ્રી પૂજ્ય ધરણેન્દ્રસુરિજી સુધી પહોંચી, શ્રી પૂજ્ય શ્રી પ્રમાદસૂરિજી પોતાના છેલ્લા વર્ષામાં આયંબિલની તપશ્ચર્યામાં રહેતા હતા. સુશિષ્ય ગુરુ આશા લઈ નીકળ્યા. રાજસ્થાનમાં ફર્યા. લોકોના હૃદયને જીતનારા શ્રી પૂજયજી મેવાડ અને માળવામાં પહોંચી ગયા. ત્યાગવૃત્તિ અને દૃઢપણે આચરણા, જનમાનસને પારખવાની શકિત અને ઉગ્ર વિહાર! માનવ મહેરામણ શ્રી પૂજ્ય શ્રી અજેન્દ્રસૂરિશ્વરજી મહારા રાજના તરફ ઊમટી પડયો. ટોળે ટોળાં દર્શનાર્થે આવી રહ્યાં હતાં. વાત વધી રહી છે અને બાજી બગડી રહી છે આવું જાગીને શ્રી પૂજય ધરણેન્દ્રસૂરિજીને ચિંતા થવા માંડી. સમાધાન કરી લેવા તૈયાર થઈ બે યતિઓને પત્ર આપી માલ્યા જાવરામાં. શ્રી ગુરુએ વળતા ઉત્તરમાં જણાવ્યું કે મને આવું કઈ પણ ગમતું નથી. મારે તો કરવા છે ક્રિયોદ્ધાર, ઘણા સમયથી ત્યાગ માર્ગ પર છવાયેલ પડલને દૂર કરવાં છે, સુષુપ્ત જનમાનસને જાગૃત કરવું છે. જો હું કહું કે કાર કબુલવા તમે તૈયાર હો તો હું આ બધુંય છાડી દેવા તૈયાર છું. શ્રી પૂજય ધરણેન્દ્રસૂરિજીએ નવ કલમે મંજૂર કરી અને વિક્રમ સં. ૧૯૨૪માં અષાડ સુદી ૨ના રોજ જાવરા (મ. પ્ર. )માં પોતે કિયોહાર કર્યો અને શ્રી પૂન્ય સંબંધી ઉપરતે બધાંય ત્યાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના દહેરાસરમાં સમર્પિત કર્યા, વી. નિ. સં. ૨૫૦૩ Jain Education International એક વખતના રત્નરાજ, રત્નવિજયજી, પંન્યાસ શ્રી રત્નવિજય, દફ્તરી શ્રી રત્નવિશ્વ, કૌપૂજ્ય શ્રીમદ્, રાજસૂરિજી અને આજ બન્યા. શુદ્ધ ક્રિયાના પાલક, સુવિહિત માર્ગ સંરક્ષક જૈનાચાર્ય પ્રવર શ્રીમન્ય રાજેન્દ્રરીશ્વરજી મહારાજ ! ગામ નગરને પાવન કરતા આચાર્યશ્રી વિચરવા લાગ્યા અને પરાવલંબી થઈ ગયેલા જૈનાને સ્વાવલંબી થવા માટે જિનેન્દ્ર ભગવંતના ઉપદેશ આપવા માંડયા. જિર્ણ મંદિરોનો નિવાર, આવશ્યકતાનુસાર નૂતન મંદિરોનું નિર્માણ આપના ઉપદેશથી થવા માંડયું. જેવું જ્ઞાન તેવી ક્રિયા. જેમ બને તેમ યોગનો નિરોધ કરતા, આશ્રાવથી દૂર રહી ને સંવરવર્ધક સ્વ-સાધનામાં ઉદ્યમવંત રહેવા માંડયા. પૂજ્ય શ્રીમદ્ ગુદેવો ! ઉપદેશ પ્રવાહ વહેતે થયા. એકના કાનથી બીજાના કાને પહોંચતા થયા. ગુરુ જ્ઞાની છે એક કહેતા. બીજા કહેતા ભાઈ િધ્યાની પણ છે. ત્રીજ કહેતા અરે ભાઈ ! શ દેવાતા ઉત્કૃષ્ટ ચરિત્રના પાલક છે. ફરી કોઈ કોનું ભાઇ! પાણીમાંના રીંગણા જ નહિં પર જેવું કહે છે તેવું કરીએ બતાવે છે.’ સાચી જ વાત છે. સિયાણા (મારવાડ)ના ઉપાશ્રયમાં એક શ્રાવિકાને પ્રશ્ન પૂછ્યો અને તેના જવાબમાં ને બૈંકણી સુંઘતા હતા અને જે વગર નહાતું ચાલતું તેને એક ક્ષણમાં જ સદાના માટે તિલાંજલી આપી દીધી હતી. પણ ભાઈ! ધ્યાન કેવું? ગજબ છેને? જયાં માદરા (મારવાડ)ના બહાર ભયંકર ચામુંડ વન, જંગલી જાનવરો અને શિકારીઓ જ ફરતા રહે નિરંતર ! તેવામાં જઈ કલાકો સુધી અડગપણે ઊભા રહી આત્મચિંતન કરતા ! વળી કોઈ કહેતું ત્યાં તો અજબ બિના બની હતી ! દૂરથી એક ભીલ આવ્યો હતો અને એણે તો સફેદ ચો ખી ને જ તીરોના વરસાદ કરવા માંડયા. પણ એકેય તીર એ ધ્યાનસ્થ ગુરુદેવના દેહને સ્પર્યું જ ન હતું ! ને આવ્યો દોડતો અને હળી પડયો. ગુરુદેવના ચરણામાં, અને અપરાધની ક્ષમા માંગી. ગુરુ । ક્ષમાના સાગર અને દયાના દરિયા એમને શું ! પણ ભલા ઉપદેશ પણ અંતરને ભિજવી દે એવા છે, આત્મવિભાર કરી દે એવો છે. ડાય જ ને, ફરી કોઈ ટાપસી પૂરનું, જો ન હોય એમના ઉપદેશમાં એટલું બળ તો બહાર મારવામાં એક આવે ભાગ્યશાળીઓને મૂર્તિપૂજાના માર્ગે વાળવા અને એમાં સ્થિર કરવા એ કંઈ નાની સૂની વાત છે ? વળી સંભળાતું ગુરુ માની ના છે જ પરંતુ સંસ્કૃતિને ટકાવી રાખવા ઘણી જહેમત ઉઠાવે છે. એની કોણ ના પાડે છે. ભાઈ ! કોઈક જવાબ આપતા કે જો એટલી ધગશ સંસ્કૃતિના સ્તંભા પ્રત્યે ન હોત કે આરાધના કેન્દ્રો પરત્વે ન દાખવી હોત તો રાજય કબજા હેઠળના અને શસ્ર તથા દારૂગાળાથી ભરેલા જાલારના કિલ્લાના ભવ્ય મન્દિરાની રક્ષા કાજે સર્વ રીતે રાજ્ય સરકારથી બાથ ભીડવી, એ મંદિરો ખાલી For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.230152
Book TitleParam Yogi Shrimad Rajendrasuriji
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size541 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy