SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક સંદર્ભ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પરિચય મળે છે. આ જ કવિની 'ચૌસઠ પ્રકારી પૂજામાં આઠ પ્રકારના કર્મબંધોનું નિરૂપણ કરતી, પ્રત્યેક કર્મની અષ્ટપ્રકારી એવી ચૌસઠ પૂજાઓ છે. એમાં પ્રત્યેક કર્મના દષ્ટાંત રૂપે આવતી પૂર્વભવને આલેખતી સંક્ષિપ્ત કથાઓ પણ મળે છે. ઉપાધ્યાય ધોવિજયજએ વ્યગુણપર્યાયનો રાસ' અને 'સમક્તિના સડસઠ બોલની સજ્ઝામ' જેવી, જૈન સિદ્ધાંતોને નિરૂપતી રચનાઓ કરી છે. માગનરસિંહયુગમાં (સં. ૧૩૨૭) ઇ.સ. ૧૨૭૧માં રચાયેલા અજ્ઞાત કવિના “સમક્ષત્રિરાસ'માં જૈન ધર્મમાં અતિ પવિત્ર ગકાયેલાં જિનમંદિર, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સાત પુણ્યક્ષેત્રોની ઉપાસનાનું નિરૂપણ છે. ‘૩૪ અતિશય સ્તવન,’‘બાર વ્રત સજ્ઝાય/રાસ,’ ‘બાર ભાવના સંધિ,' ‘સિદ્ધાંત ચોપાઈ' જેવી અસંખ્ય લઘુ રચનાઓ ઉપરાંત જૈન સિદ્ધાંતોની સરળ સમજૂતી માટે અસંખ્ય બાલાવબોધ પક્ષ રચાયા છે. જેવા કે ‘પડાવશ્યક બાલા.,' ‘નવતત્ત્વ બાલા,' ‘જીવવિચારગ્રંથ બાલા' જૈન ધાનકો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મોટો ભાગ તો પરલક્ષી કથનાત્મક કવિતાએ રોક્યો છે. એમાં જૈન સાધુકવિઓએ આલેખેલાં જૈન થાનકોનો મત્વનો ફાળો છે. આ કથનાત્મક સાહિત્યનો વ્યાપ ઘણો જ મોટો છે. એકલાં તીર્થંકરોનાં કથાનકોની વાત કરીએ તોપણ એ ૨૪ તીર્થંકરો સુધી વિસ્તરેલાં છે. વિશેષે કરીને જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને એમના પુત્રો ભરત અને બાહુબિલ વિશેનાં, બાવીસમા તીર્થંકર નેમિનાથ અને રાજિમતી વિશેનાં, ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ વિશેનાં અને છેલ્લા ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીના ૨૭ ભવોને આવરી લેતાં કથાનકો આલેખાયેલાં છે. આ ઉપરાંત ગૌતમસ્વામી આદિ ગણધરોનાં ('ગૌતમસ્વામીનો રાસ'), અભયકુમાર, શ્રેણિકકુમાર જેવા રાજપુરુષોનાં (‘અભયકુમારપ્રેવિકરાજાનો ાસ'), સુદર્શન, શાલિભદ્ર આદિ શ્રેષ્ઠીઓનાં (સુદર્શન શ્રેષ્ઠીનો ગમ' 'ધનાશાલિભદ્ર ચક્ર') સ્થૂલિભદ્ર, જંબુસ્વામી, મેતાર્થમુનિ, ઇલાચીકુમાર આદિ સાધુઓનો ('જંબૂસ્વામીરાસ,' ‘જંબુસ્વામી ફાગ,” “મેનાજ ઋષિ ચોપાઈ,' 'સૂલિભદ્દાગુ,' 'ગુજારત્નાકરછંદ, ' ‘શ્રી સ્થૂલિભદ્રજીની શિષળવેલ, ‘ઈલાચીકુમારની સજ્ઝાય,’), સની સ્ત્રીનોનાં (ચંદનબાળારસ, ‘અંજનાસતી રાસ) વગેરેનાં થાનકોનું નિશ્પક કનું ભરપુર સાહિત્ય રચાયુ છે. જૈન સાધુઓએ જૈન કથાઓ આપવા ઉપરાંત રામાયણ, મહાભારત આદિનાં જૈનેતર કથાવસ્તુઓને પણ ઉપયોગમાં લીધાં છે. એમ કરવામાં આ કથાનકોની જૈન પરંપરાઓ પણ વિકસી છે. જેમકે રાસ/પ્રબંધ ચરિત્ર એવી સ્વરૂપ સંજ્ઞાઓવાળી જુદી જુદી રચનાઓમાં જૈન પરંપરાની નળ-દમયંતી ની કથાનો વિકાસ જોઈ શકાય છે. જૈન સાધુકવિઓ ‘બૃહત્કથા'ની પરંપરાની લાર્કિક કથાવસ્તુને પણ પ્રયોજી છે. એમણે 'વિક્રમચરિત્રકુમાર રાસ.' 'વિદ્યાવિલાસ ચોપાઈ,’ ‘આરામશોભા રાસ, 'માધવાનલ-કામĀદલા રાસ' જૈવી Jain Education International ૧૩ લૌકિક કથાઓ આપવા ઉપરાંત ત્રિભુવનદીપપ્રબંધ' જેવી મધ્યકાલીન ગુજરાતીની પહેલી રૂપકકથા પણ જૈન સાધુવ પોખરસૂરિ પાસેથી પ્રાપ્ત થાય છે. દસ્તાવેજી મૂલ્ય ધરાવતી આમચી ઐતિહાસિક ઘટનાઓ અને ઐતિહાસિક વ્યક્તિવિશેષોનું નિરૂપણ કરતું સાહિત્ય પણ જૈન કવિઓને હાથે રચાયું છે જૈન ગુજરાતી સાહિત્યની આ એક વિશેષતા રહી છે. જૈનેતર સાહિત્યમાં કાડદે પ્રબંધ' કે 'બદ' જેવી ઐતિહાસિક ઘટનાનું નિરૂપણ કરતી રચનાઓ અપવાદ રૂપે, જ મળે છે. જ્યારે જૈન સાહિત્ય આ બાબતમાં એકદમ જુદું તરી આવે છે. વિમલમંત્રી (વિમલપ્રબંધ',, ાજા કુમારપાળ કુમારપાળ રાસ'), મહામાત્ય વસ્તુપાળ અને તેજપાળ (વસ્તુપાળ-તેજપાળરાસ' જેવા રાજપુરુષોનાં ચરિત્રો, સમ્રાટ અકબરના ખાસ નિમંત્રથી ફત્તેહપુર સિક્રી જઈ અકબરને પ્રભાવિત કરી અમારિ-ઘોષણા પ્રવર્તનમાં મુખ્ય ભાગ ભજવનાર જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (‘હીરવિજયસૂરિરાસ'), શુભવિજય તેમજ પંડિત વીરવિજય જેવા સાધુઓના નિર્વાણપ્રસંગે એમના જ શિષ્યોથી રચાયેલાં ચરિત્રો (શુભવેલિ,’‘પં.નીરવિજયનિર્વાણ રાસ'), ક્રાંતિવિજયે રચેલું ઉપાધ્યાય યશોવિજયજીનું ચરિત્ર (ગુજસવૅલિબાસ') ઐતિહાસિક વ્યક્તિ વિશેષોનું નિરૂપણ કરે છે. હઠીસિંહના દયાનો રંજનાલાકા પ્રતિષ્ઠા મહોત્સવ, મુંબઈભાયખલામાં કોઠ મોતીશાએ કરાવેલી પ્રતિષ્ઠા, શેઠ મોતીશાએ શત્રુંજ્ય ઉપર બંધાવેલી ટૂંક અને ચૈત્ય પ્રતિષ્ઠા, અમદાવાદના શેઠ પ્રેમાભાઈનીમાભાઇએ કાઢેલો સિદ્ધાચલ ગિરનારનો સંય, હરકુંવર શેઠાણીએ કાઢેલો સંઘ વગેરે ઘટનાઓને નિરૂપતી કૃતિઓ અનુક્રમે “હીસિંહની અંજનશલાકામાં ઢાળિયો, 'મોતીશાનાં ભાયખલાનાં ઢાળિયા,' 'મોતીશા શેઠની ટૂંકની પ્રતિષ્ઠાવર્ણન ગર્ભિત સિદ્ધાચલ સ્તવન,’ ‘સિદ્ધાચલ-ગિરનાર સંઘ સ્તવન હીમાભાઈ શેઠ સિદ્ધાચલ સંઘવર્તન,' 'સંધવલ હરકુંવર સિદ્ધક્ષેત્ર સ્તવન મળે છે. આ ઉપરાંત દીર્ઘ કૃતિઓમાં જૈન સાધકવિ પોતાની પરંપરા આપે, રચનાનાં સ્થળ-સમય જણાવે, નગરવર્ણન કરે, સમકાલીન પ્રેરક વ્યક્તિઓ વિશેની માહિતી નિર્દેશે. આ બધી વીગતો ભરપૂર દસ્તાવેજી મૂલ્ય ધરાવતી બની રહે છે. ધાર્મિક પ્રયોજનવાળું સાહિત્ય જૈન સાહિત્ય એ મુખ્યત્વે ધાર્મિક પ્રયોજનવાળું સાહિત્ય છે. અને ક્યાંક તો આ પ્રોજનને અભિનિવેશપૂર્વક સિદ્ધ કરે છે. ધમ્મો મંગલમુદ્ઘિ અહિંસા સંજો તવો' - ‘અહિંસા, સંયમ, તપ એ મંગલ - ઉત્કૃષ્ઠ ધર્મ છે.' જૈન ધર્મ અહિંસા, સંયમ, તપ, વૈરાગ્ય, કર્મબંધક્ષય દ્વારા નિર્વાણ - મોક્ષપ્રાપ્તિની મુખ્યતયા વાત કરે છે. એટલે જૈન સાહિત્ય જે કઈ ચરિત્રકથાઓ, ધર્મકથાઓ. પદ્યવાર્તાઓ આલેખે એની પ્રધાન સૂર તો વૈરાગ્ય-સંયમમાઽભિમુખતાનો જ હોય છે. નેમ-રાજિમતીના કથાનકમાં લગ્નોત્સવના ભોજન માટે વધેરાતાં પશુપંખીનો ચિત્કાર સાંભળીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230120
Book TitleJain Dharmik Sandarbh ane Madhyakalin Gujarati Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size598 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy