________________
જૈન કવિ શ્રી હેમરત્નવિરચિત વીરગાથા : ગોરા-બાદલ-પદમની-કથા-ચોપાઈ [સંક્ષિપ્ત પરિચય)
મુનિ શ્રી જિનવિજયજી, પુરાતત્ત્વાચાર્ય
જૈન સંપ્રદાયનો ત્યાગીવર્ગ પ્રાચીન સમયમાં મુખ્યત્વે “અતિ'ના નામથી પ્રસિદ્ધ હતો. એનું બીજું
નામ “મુનિ' પણ હતું, પરંતુ જૈનેતર વર્ગ મોટે ભાગે જૈન ત્યાગીવર્ગને “અતિ” નામથી ઓળખતો હતો. જૈન યાતિવર્ગની સાહિત્યિક અને સાંસ્કૃતિક ફાળો
પંજાબ, દિલ્લી પ્રદેશ, મારવાડ-મેવાડ વગેરે આખું રાજસ્થાન, માલવા, મધ્ય પ્રદેશ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત હવે પાકિસ્તાનમાં ગયેલા હૈદરાબાદ સાથેના સિંધ પ્રદેશ સહિત ભારતના સમસ્ત પશ્ચિમ ભાગના મધ્યકાલીન ઇતિહાસનું અવલોકન કરતાં માલૂમ પડે છે કે એ યુગમાં જૈન ચતિવર્ગે દેશના સાહિત્યિક અને સાંસ્કૃતિક વિકાસમાં ઘણું મોટો ફાળો આપ્યો છે.
જૈન ધર્મ ઉદબોધેલ જીવન-આદર્શ પ્રમાણે આ યતિઓ, ઈચ્છા અને સમજણપૂર્વક, સાંસારિક જીવનનો ત્યાગ કરીને વિરક્ત જીવનનું અનુસરણ કરતા હતા. અને અહિંસા સાધક તપ, સંયમ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતનું પાલન કરવું એ એમના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. આ લક્ષ્ય અનુસાર તેઓ પોતાના જીવનને એક સાધકના રૂપમાં ફેરવવા માટે હમેશાં યથાશક્તિ પ્રયત્નશીલ રહેતા હતા, અને પોતાના જ્ઞાન અને ઉપદેશ દ્વારા, એમના સંપર્કમાં આવતા જનસમૂહને આદર્શમય સુસંસ્કારી જીવન જવવાની પ્રેરણું આપતા રહેતા હતા. આ યતિજનો કોઈ પણ સ્થાને સ્થિરવાસ કરવાને બદલે જુદા જુદા પ્રદેશોમાં નિરંતર પરિશ્રમ કરતા રહેતા હતા, અને કેવળ સામાન્ય ભિક્ષા દ્વારા પોતાની કાયાને ટકાવી રાખતા હતા. તેઓ ન કોઈની પાસે ધન-ધાન્યની યાચના કરતા કે ન કોઈની પાસેથી ભેટ-સોગાત–પૂજાને ઈચ્છતા કે સ્વીકારતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org