SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયશેખરસૂરિજી કૃત દ્વિતીય નેમિનાથ ફાગુ 6 > ડો. ભોગીલાલ જ, સાંડેસરા M. A; Ph. D. [ સ. ૧૯૬૨માં ‘પ્રોધ ચિંતામણિ' નામે રૂપક પ્ર`થિ સંસ્કૃતમાં રચનાર અને ત્યારપછી તેની રૂપરેખામાં જૂજ ફેરફાર કરીને ‘ત્રિભુવન દીપક પ્રબંધ' નામે ઉત્તમ ગુજરાતી કાવ્ય રચનાર જયશેખરસૂરિ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના જૈન કવિ તરીકે પ્રસિદ્ધ છે. એ કાવ્યના બંધની સરળતા, વાણીના પ્રસાદ અને કવિતાની ધમક જોતાં સુરીશ્વરે બીજા ગુજરાતની કાવ્યા રચ્યાં હાવાં જોઈએ,’ એવું શ્રી કેશવલાલ ધ્રુવે ચાળીસેક વર્ષ પહેલાં કરેલું અનુમાન સાચું પડયું છે. (જુએ. ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય.' પ્રસ્તાવના રૃ. ૨૩) િિણ ગિ જીતઉ શમરસ, અમર શિરામણ કાંમુ; વિલસઈ સિદ્ધ સયબર, સંવર ગુણિ અભિરામુ. એ પંક્તિઓથી શરૂ થતા શ્રી જયશેખરસૂરિ કૃત એક નેમિનાથ ફાગુ' તાજેતરમાં ગાયકવાડ એરિયેન્ટલ સિરીઝ'માં પ્રસિદ્ધ થયેલ ‘ગુર્જર રાસાવલિ’માં છપાયેા છે. ત્યાર પછી ચાણસ્માના જ્ઞાનભંડારમાંથી જયશેખરસૂરિ કૃત વિવિધ ગુજરાતી રચનાની ૨૧ પત્રની એક હસ્તલિખિત પોથી પૂ. ૫. રમણીકવિજયજીના સૌજન્યથી મળી છે, એનાં પત્ર ૧૭-૧૮ ઉપર જયશેખરસૂરિનો આ બીજો નેમિનાથ ફાગુ' લખાયેલા છે. અર્થાત્ કૃષ્ણીય જયસિંહસરની જેમ જયશેખરસરિજીએ એ નેમિનાથ ફાગુ રચ્યા છે, પણ જયસિ ંહસરના એ ફાગુ વિભિન્ન પ્રકારના છંદબધમાં છે. જયશેખરસૂરિના પહેલા ફાગ સાદ્યંત આંતર યમકવાળા દુહામાં છે, જયારે બીજા ફાગની પહેલી ૨૪ કડી આંતર યમકવાળા દુહામાં છે. પરંતુ બાકીના કાવ્યના બંધ અનુક્રમે એક દુહા અને ત્રણ કે ચાર રેાળા છંદની બનેલી કુલ ૬ ‘ભાસ' ના છે. ચાણસ્માની હસ્તપ્રત પુષ્પિકાઓમાં ‘જિણિ જિંગ જીત'થી આરંભાતા પહેલા ફાગુને નેમિનાથ ફાગ’ કળ્યો છે, જયારે બીજા ફાગુના ‘શ્રી નેમિનાથસ્ય ફ્રાણુ ધેન સ્તુતિ ઃ' એવા નિર્દેશ કર્યો છે. આ હસ્તપ્રતમાંની જયશેખરસૂરિ કૃત વિવિધ પ્રકા કૃતિએામાંથી કોઈમાં રચના વ નથી. એક ય કૃતિની પુષ્પિકામાં નકલ કર્યાનું વર્ષ નથી, પણ લિપિ અને ભાષા જોતાં વિક્રમના પંદરમા શતકથી અર્વાચીન આ પ્રત નથી. Jain Education International ચાણસ્માની હસ્તપ્રતને આધારે પ્રસ્તુત દ્વિતીય ‘નેમિનાથ ફાગુ' ને પાર્ડ અહીં આપ્યા છે. મૂળ હસ્તપ્રતમાં કડી ૩૫, ૩૬ અને ૩૭ ખ`ડિત અને અવ્યવસ્થિત છે. કડી ૩૫ નું બીજુ ચરણ પડી ગયું છે. કડી ૩૬ ના બીજા ચરણનો ઉત્તરા અને ચોથુ ચરણું નથી. ૩૭ મી કડીના પહેલા ચરણના પૂર્વા અને આખુ` કે બીજું ચરણ નથી. ખૂટતાં અંશેા ઉમેરવા માટેના સૂચક ચિહ્ન હસ્તપ્રતમાં છે, પણ હાંસિયામાં કયાંય એ ખૂટતા અશેા લખેલા નથી, ] "શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ C For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230092
Book TitleJayshekharsuri krut Dwitiya Neminath Fagu
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size482 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy