________________ ઘોઘાના અપ્રટ જૈન પ્રતિમાલેખો H 117 આ ધાતુ પ્રતિમાલેખોમાં મધ્યકાલીન ગુજરાતના વણિક વર્ગની વ્યક્તિઓનાં જે નામો મળે છે, તેનાં વર્ગીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીપુરુષોનાં ઘણાં સંસ્કૃત નામો મિશ્ર સંસ્કૃત (Non-Sanskrit) થયાં છે. સામાન્યતઃ આપણે આ નામને ચાર વિભાગમાં વહેંચી શકીએ : (1) શુદ્ધ સંસ્કૃત, (2) અર્ધ કે મિશ્ર સંસ્કૃત, (3) શુદ્ધ પ્રાકૃત, (4) અર્ધ કે મિશ્ર પ્રાકૃત. નાગપાલ, નરસિંહ, વીરપાલ, પદ્મસિંહ, ધનપાલ, પાર્થ, અમરસિંહ, રત્નવિજયસિંહ, પાવતી વગેરે નામ શુદ્ધ સંસ્કૃતરૂપે વપરાતાં જોવા મળે છે; તો રાજસીહ, સીવસીહ, જયતા, રવીભા, ભીમાભા, રતના, વીરમ, નરસિંહ, લખમસિંહ, રાજ, લણદેવી, મારાદેવી, સિંગાદેવિ વગેરે મિશ્ર કે અર્ધસંતરૂપ ધારણ કરે છે. વીલૂણ, પાસા, કાકલ, દે, વકણ, આસલ, સાંગા, સાંગણ, હુંવજના (2), કુંજલ, પાસદેવ, સોહા, દેદાક, વાવિણિ, માદકરણ, પાલ્લણદેવી, સહજલદેવી, હીરલ વગેરે નામો શુદ્ધ તેમ જ મિશ્ર પ્રાકૃતના સ્વરૂપોમાં દગોચર થાય છે. જે નામોને અંતે સિંહ, પાલ, દેવી કે વતી શબ્દ આવે છે તે બહુધા તત્સમ સ્વરૂપ જાળવી રહ્યાં છે; દાત., પદ્મસિંહ, વિજયસિહ, સમરસિંહ, નાગપાલ, વીરપાલ, ધનપાલ, લૂણદેવિ, પાવતી. પણ ક્યારેક આવાં નામોનાં પૂર્વે આવેલ સ્વરૂપ વિકત પણ થયા છે; દાતે પાસદેવ, માતૃરાદેવી, સિંગારદેવી, સહજલદેવી, સીવસીહ અને લખમ(લક્ષ્મણ)સીહ પણ આવાં જ વિકૃત તત્સમો છે. અહીં તભવ નામો “લ” (દા. ત., કાકલ, આસલ, કુંજલ, હીરલ), “ક” (દેદાક, ઉષ્ણક). આ (સાંગા, રત્ના), “ભા' (રવીભા, ભીમાભા), તા (તા), ડ” (પાસડ, સોહેડ), “ણું” (સાંગણ, વકણ, વીલૂણ), “ઈણિ” (વાવિણિ), “ઉ” કે “ઉ” (દક, રાજ), “મ” (વીરમ) વગેરે પ્રત્યયો લઈ રૂપવિધાન સાધતાં જણાય છે. છે તેમ જ ર મ મ કર્યું. સોલ 12 વૅ કવે છે' અંતવાળા નામો બહુધા શક કે મુર્જર જાતિવાચક હોવાનું સૂચવે છે. ડો. સાંકળિયા તેમના મતને અનુમોદન આપતાં જણાવે છે કે પ્રાગ્વાટ, ઓસવાલ તેમ જ ઘરકર્કટ જૈનોમાં તે સામાન્ય હોય છે. વિખ્યાત પિડિશાહ રાજસ્થાનની ગુર્જર જાતિમાંથી ઉતરી આવ્યા હતા. ગુર્જરો મધ્ય એશિયામાંથી પ્રથમ પંજાબમાં સ્થિર થયા અને તે પછી ઉત્તરોત્તર તેઓએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સ્થળાંતર કર્યું. સોલંકી સમય દરમ્યાન તેઓની રાજ્યમાં અમલદાર તરીકે નિયુક્તિ થતી તેથી તેઓ ખૂબ પ્રતિષ્ઠા ને મહત્તા પામ્યા હતા. ગુજરાતના પ્રદેશને ગુજરાતનામાભિધાન અર્પણ કરવામાં તેઓનો ફાળો મહદ અંશે હોવાનું ઘણું વિદ્વાનો સ્વીકારે છે. આ પરદેશી જાતિએ ભારતમાં સ્થિર થયા પછી ભારતના ઈતર ધર્મોની માફક જૈન ધર્મને પણ અંગીકાર કર્યો હોવાનો સંભવ છે. (ડૉ. સાંકળિયાઃ સ્ટડીઝ ઇન હિસ્ટોરિકલ ઍન્ડ કલ્ચરલ લ્યોગ્રાફી ઍન્ડ ઇનોગ્રાફી ઑફ ગુજરાત (1949, પૂના), 50 140 તથા “ઓરિજિન ઑફ ગુજરાત’ જર્નલ ઓફ ગુજરાત રિસર્ચ સોસાયટી, 1946, પૃષ્ઠ 82-87.) --= ========== == Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org