________________ ત્રિભુવનદાસના વંડામાં થયું તથા સાધ્વીજી શ્રી કમળશીજી, હેતશ્રીજીનું ચાતુર્માસ પણ થયું. - સં. 2004 માં પૂ. પા. શ્રીમદ્ વિજ્ય યતીન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા મુનિરાજ શ્રી હર્ષવિજ્યજી મહારાજનું ચોમાસું શ્રી સંઘ તરફથી થયું. ચોમાસા પછી શ્રી મુનિસુવ્રત સ્વામીના દેરાસરની પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ સં. 2005 માં ગુણીજી શ્રી ગુલાબશ્રીજનું ચોમાસું થયું. સં. ૨૦૦૭માં પૂ. પા. ગુરૂદેવ શ્રી વિજય યતીન્દ્ર સૂરીશ્વરજી મ. નું ચોમાસું થયું. ચોમાસા પછી માહ સુદ 6 ના રોજ શ્રી મહાવીર સ્વામી ભગવાનના વિશાળકાય બિબની પ્રતિષ્ઠા ભવ્ય ઉત્સવ સાથે પૂ. પા. આચાર્યશ્રીના હસ્તે કરવામાં આવી એ જ મુહુર્તમાં શ્રી અભિનંદન સ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજ્યજી મહારાજના વરદ હસ્તે થઈ. સુથારા શેરીમાં પૂ. ગુરૂદેવ પ્રભુશ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ. તથા શ્રીમદ્ ધનચન્દ્ર સૂરીશ્વરજી મ.ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી અને સેનારા શેરીમાં શ્રીમદ્ વિજ્ય યતીન્દ્રસૂરીશ્વરજી મહાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી સં. 2008 માં સાધ્વીજી શ્રી ફલશ્રીજી, મગનશ્રીજી ઉત્તમશ્રીજીનું ચોમાસુ થયું - સં. 2011 માં પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજ્યજી મ.નું ચોમાસું થયું અને મુનિશ્રીના સાન્નિધ્યમાં ઉપધાન તપ કરાવવામાં આવ્યું. ગુરૂણીજી શ્રી હેતશ્રીજી, મુકિતશ્રીજીનાં ચાતુર્માસ થયાં. સાધ્વીજ શ્રી હીરશ્રીજી લાલિત શ્રીજી આદિનાં ચેમાસાં થયાં. અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓથી નગરમાં આનંદની છોળો ઉછળતી રહી છે. સં. ૨૦૨૩નું માસું મુનિરાજ શ્રી શાંતિવિજ્યજી મુનિરાજ શ્રી જ્યન્તવિજ્યજી “મધુકર”નું ચોમાસું થયું અને સં. 2028 નું ચોમાસું પૂ. પા. આચાર્ય દેવશ્રી વિઘાચન્દ્ર સૂરીશ્વરજી મહારાજનું થયું સં. 2031 માં 151 છોડનું ભવ્ય ઉજમણું શ્રી સંઘ તરફથી કરવામાં આવ્યું જે થરાદના ઈતિહાસમાં અવિસ્મરણીય કામ થયું. ભવ્ય દીક્ષાઉત્સવો, અઠ્ઠાઈ ઉત્સવ, પ્રતિષ્ઠા ઉત્સવો અને ઉઘાપન ઉત્સવો ખૂબ સારી સંખ્યામાં અહિયા થયેલ. અહિથી દીક્ષિત થયેલ પુણવાન આત્માઓ: (1) મુનિ શ્રી ચારિત્રવિજ્યજી (2) મુનિ શ્રી જ્યનવિજ્યજી મધુકર” (3) મુનિ શ્રી પુન્યવિજયજી, (4) મુનિ શ્રી મુકિતચન્દ્રવિજ્યજી. (1) સાધ્વીજી શ્રી મનરંજનશ્રીજી, (2) સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી (3) સાધ્વીજી શ્રી હીરાકીજી (4) સાધ્વીજી શ્રી ભુવનપ્રભાશ્રીજી (5) સાધ્વીજી શ્રી પ્રેમલતાશ્રીજી. (6) સાધ્વીજી શ્રી પૂર્ણ કીરણાશ્રીજી (7) સાધ્વીજી શ્રી કનકપ્રભાશ્રીજી (8) સાધ્વીજી કશી કિરણપ્રભાશ્રીજી, (9) સાધ્વીજી શ્રી કલ્પલતાશ્રીજી (10) સાધ્વીજી શ્રી કુશલપ્રભાશ્રીજી (11) સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી (12) સાધ્વીજી શ્રી શશિકલાશ્રીજી (13) સાધ્વીજી શ્રી શશિપ્રભાશ્રીજી પ્રકાશક : પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી જયંતવિજ્યજી મ. “મધુકર”ની શુભ પ્રેરણાથી શ્રી “રાજેન્દ્ર જોતિ” વતી શ્રી શાંતિલાલજી સુરાણા. રતલામ, - 457C01. (મધ્ય-પ્રદેશ) ગુજરાતી વિભાગ : સ્ટેટ્સ પીપલ પ્રેસ, ઘોઘા સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧ (ફોન નં. 255831) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org