________________
ગૌરવવંતી ધરતી-થરાદની
0 લે. શ્રી ચંદ્રકાન્ત ભૂદરદાસ વોરા.
વિક્રમ સંવત ૧૦૧ માં ભીનમાલથી નીકળેલ થિરપાળ આ
• નગર વસાવ્યું હતું. થિરપુર, ચિરાદ, થિરા, થરાદ્ર અનેક નામો આ નગરનાં રહ્યાં છે. ઇતિહાસ પ્રસિદ્ધ આ ભૂમિને ‘લઘુકાશમીર' નું બિરુદ મળેલું છે.
થિરપાળ ધરૂનાં બહેન શ્રીમતી હરકુભાઈએ વિશાળ કાય ૧૪૪૪ માં સ્તંભનું જિન મંદિર બંધાવ્યું હતું. જે આક્રમણોને ભાગ બની ભૂમિ શરણ થયું હોય એવું સ્પષ્ટ જણાય છે. અહીંથી નીકળતી મોટી ઈટો, પથ્થરો અને કુંભીએ - એની એંધાણી રૂપ દેખાય છે.
થિરપાળ ધરૂના વંશજો એ સાતમી – આદમી શતાબ્દી સુધી અહિયા રાજ્ય કર્યું. એ પછી એમના ભાણેજ નાવેલના ચૌહાણ વંશજોએ છ પેઢી સુધી રાજ્ય ધુરાને સંભાળી. શાહબુદ્દીન ઘેરી અને કુતુબુદ્દીન ઈબરના બારમી તેરમી સદીના આક્રમણમાં ચૌહાણ વંશના છેલ્લા રાજા પુંજાજી રાણાનું મૃત્યુ થયું. એ પછી મુલતાની મુસલમાનોનું રાજય પણ થયું
ધરતીને કોઈ ધણી નથી થયો, જે થયા તે રહ્યા અને ગયા. અંતે ધરતી અહિંની અહિં જ રહી.
ઐતિહાસિક વર્ણન દેખતાં આ નગર અનેક રીતે પ્રતિભાસંપન્ન અને પ્રભાવશાળી પ્રવૃત્તિઓથી પરિપૂર્ણ હતું.
ચંદ્રકુળના આચાર્યદેવ શ્રી વટેશ્વર સૂરીશ્વરજી મહારાજાએ આ નગરના નામથી ‘થિરા૫દ્ર’ ગચ્છની સ્થાપના કરી હતી. આ સમયમાં આ નગરી ખૂબ જ જાહોજલાલીવાળી હતી એ નિ:સંદેહ છે.
મહારાજા કુમારપાળે પણ અહિયાં વિશાળકાય જિનાલય બંધાવ્યાનો ઉલ્લેખ પ્રબંધોથી જાણવા મળે છે.
અહીંના આરાધના પરાયણ સંઘવી આભુએ શ્રી સિદ્ધાચળ તીર્થનો રિ પાળતો મોટો સંઘ કાઢયો હતો. પેથડ શાહના પુત્ર ઝાંઝણ શાહ પણ સંઘ લઈને પાલિતાણા આવેલ, ત્યાં બને સંઘવીને ભેટો થયો હતો. * નાગરથી પુનડ શ્રાવકે વિશાળ સંધયાત્રાનું આયોજન કર્યું. સિદ્ધાચળજી જતાં થરાદ થઈને જવાનું હતું. પૂર્વ સૂચના ન હોવા છતાં જે સંધભકિત અહીં થઈ તે ઈતિહાસમાં આલેખાયેલ છે.
અહીં વિશાળકાય ભગવાન શ્રી પાર્શ્વનાથનું જિનાલય હોવાને શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયીએ પિતાની તીર્થમાળામાં Tifક પાણી' લખીને કરેલ છે.
અહીંથી કડવાગરછીય યતિવર્ગને ખૂબ પ્રભાવ રહ્યો છે, ૧૬, ૧૭, અને ૧૯ શતાબ્દીમાં આ ગચ્છની અહીંયા પ્રભાવકતા વિદ્યમાન હતી. ૨૦ મી સદીમાં પણ આ ગચ્છના અનુયાયી હતા. અહીંના નિવાસી બધાય જેને, જેની માન્યતા ત્રિસ્તુતિક સિદ્ધા
નાની હતી, “દેવેપાસના વીતરાગવાણીથી વિપરીત પ્રવૃત્તિ છે' આ ગચ્છને મુખ્ય ઉદેશ્ય, ધ્યેય હતો.
વિક્રમ સં. ૧૯૩૬ માં કડવા ગચ્છીય શ્રી ધનજી સાજીજીએ પૂ. પા. ગુરૂદેવ પ્રભુ શ્રીમદ્ વિજ્ય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીને ધાનેરા મુકામે જઈ થરાદ પધારવા માટે સવિશેષ આગ્રહ કર્યો. કડવા ગચ્છની અને પૂ. પા. ગુરૂદેવશ્રીની ત્રિસ્તુતિક માન્યતાની ઐકયતાએ એમને ગુરૂદેવ પાસે જવા પ્રેર્યા હતા અને ગુરૂદેવના પદાર્પણથી સવિશેષ લાભ થવાનાં એમને ચિન્હો દેખાયાં હતાં.
પૂ. પા. ગુરૂદેવ પ્રભુશ્રીનું પદાર્પણ થરાદ સંઘના માટે ઉજવળ ભાવિની એંધાણી સમું દેખાઈ રહ્યું હતું. ગુરૂદેવશી પધાર્યા થરાદ (થિરપુર)ના આંગણે. ઉલ્ક ત્યાગ અને જ્ઞાન, ધ્યાનની સાક્ષાત મૂર્તિ સમા ગુરૂદેવના ચરણે શ્રીમાન સાજીજી અને સંપૂર્ણ સંઘે સ્વયંને સમર્પિત કર્યા અને ગુરૂદેવના પાસેથી શુદ્ધ સમ્યકત્વ પામી જીવનને વિકાસના માર્ગે વાળ્યું. અંધકારમાં પ્રકાશને મેળવ્યો.
સં. ૧૯૪૪ ના ચાતુર્માસ પૂ. પા. શ્રીમદ્ ગુરૂદેવશ્રીનું થરાદમાં થયું. અહિં. પૂ. ગુરૂદેવશ્રીની પ્રભાવક વાણીએ પારેખ અંબાવીદાસ મોતીચંદની ભાવનાને વેગ આપ્યો. શ્રી સિદ્ધાચળ-ગિરનાર તીર્થને છરિ પાળા સંઘ ગુરૂદેવશ્રીના સાનિધ્યમાં નીકાળવાનો પાવન નિર્ણય થયો. પારેખ અંબાવિદાસ સંઘપતિ બન્યા. એક હજાર યાત્રીઓ આ સંઘયાત્રામાં જોડાયા હતા. ૧૨૫ વિભિન્ન ગચ્છના સાધુ સાધ્વીજી હતા.
સં ૧૯૮૪ માં પૂ. પા. આર્યદેવ શ્રીમદ્ વિજ્ય ભૂપેન્દ્ર સૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ થયું. તેઓશ્રીના સાનિધ્યમાં ઉપધાન થયું. અને તેઓશ્રીની શુભ પ્રેરણાથી શ્રી ધનચન્દ્ર સૂરિ જૈન પાઠશાળાની સ્થાપના થઈ જે આજ સુધી બરાબર ચાલી રહી છે.
સં. ૧૯૮૫માં ઉપા. શ્રીમદ્ મુનિરાજશ્રી યતીન્દ્રવિજ્યજી મ.નું ચાતુર્માસ થયું. આપશ્રીના પ્રભાવક અને પ્રેરક પ્રવચનેએ સંઘમાં શાન્તિનું વાતાવરણ સ્થાપિત કર્યું સંઘમાં ચાલતા લાંબા ગાળાના હિસાબી વિવાદોનો અંત કર્યો.
સં. ૧૯૯૫ માં મુનિરાજશ્રી હર્ષવિજયજી મહારાજના વરદ હસ્તે રસુથારા શેરીમાં શાન્તિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ અને તેઓશ્રીનું ચાતુર્માસ પણ થયું.
સં. ૨૦૦૧ માં મુનિરાજશ્રી હર્ષવિજ્યજી મહારાજના વરદ હસ્તે શ્રી આદિનાથ (ઋષભદેવ) ભગવાનની પ્રતિષ્ઠા થઈ. મુનિશ્રીનું ચાતુર્માસ પણ થયું.
સં. ૨૦૦૩ માં પૂ. પા. ગુરૂદેવ શ્રીમદ વિજય યતીન્દ્ર સુરીશ્વરજી મહારાજનું મુનિમંડળ સહ ચાતુર્માસ ઝવેરી ભૂદરમલ
વી. નિ. સં. ૨૫૦૩
૩૭.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org