SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ગુરુદેવની સ્મૃતિથી સર્જન લે. શ્રી કૌતિલાલ હાલચંદ વોરા, (ગાંધીધામ - કચ્છ.) [વર્તમાન કાળમાં, શ્રી સંઘના ચારે અંગોમાં ઓછા વધતા અંશે પ્રવર્તતી ‘સુખશીલતાની વૃત્તિ કે આવી વૃત્તિની કારણભૂત મનોદશા કે પ્રવૃત્તિ ઈચ્છનીય કે આવકાર્ય વાસ્તવિકતા નથી. આ ‘અવાસ્તવિક પરિસ્થિતિ પ્રદૂષણ બને તે પહેલાં, સમસ્ત શ્રી સંઘે વાસ્તવિકતા અને શાસ્ત્રકથિત આચરણાના મૂલ્યોનું પુન: પ્રત્યક્ષીકરણ કરવું અનિવાર્ય છે. સ્વ. પૂજયપાદ ગુરુદેવે તેમના યુગમાં શ્રી સંઘમાં પ્રવર્તતી શિથિલતાના નિવારણની મંગલેચ્છાથી જ “કોદ્ધાર” કરી શ્રી સંઘના તે સમયના જર્જરીત કલેવરનો કાયાકલ્પ કર્યો હતો. આ કાયાકલ્પની પ્રક્રિયાની પુન: પ્રતિષ્ઠાની આજના શ્રી સંઘને પ્રકર્ષ આવશ્યકતા છે. આ શ્રેયકારક સત્યના પુનરુચ્ચારણ અને પુન: આલેખન દ્વારા પરિણતીયુકત પ્રવૃત્તિની અનિવાર્ય આવશ્યકતા પ્રતિ, ભાવનાશીલ લેખકે સવિશેષ રૂપે ધ્યાનાકર્ષણ કર્યું છે, જે આવકાર્ય છે. સંપાદક] '': ': ૧. ઉતા. મને ગૌરવ છે કે, હું જૈન ‘કુળમાં જન્મ્યો છું. મને ગૌરવ છે કે, હું ત્રિસ્તુતિક છું અને મને ગૌરવ છે કે, મારા ગુરુદેવ સ્વ. પૂ. આ. કે. શ્રી વિ. યતીન્દ્ર સૂ. મ. હતાં. પ્રાત:સ્મરણીય પ્રભુ શ્રી. વિ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ. કે, જેઓશ્રીને જન્મ આજથી ૧૫૦ વર્ષ પૂર્વે થયો હતો, તેથી મારા ગુરુદેવના પૂ. ગુરુદેવ હતા. - સ્વ. પૂ. ગુરૂદેવેશની ૧૫૦મી જન્મ-સંવત્સરીના શુભ પ્રસંગે પૂ. ગુરુદેવ દ્વારા સ્થાપિત અ. ભા. શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ દ્વારા પ્રકાશીત થનાર “શ્રી રાજેન્દ્ર જયોતિ” નામના સ્મારક ગ્રન્થ માટે સ્વ. પૂ. ગુરુદેવેશને શ્રદ્ધાંજલિ રૂપ એક કૃતિ માટે આમંત્રણ આવ્યું ત્યારે, મને મૂંઝવણ થઈ કે, મારા પૂ. ગુરુદેવના પરમ ઉપકારી પૂ. ગુરુદેવેશના વિશે એમના અનેક શિષ્યમાંને એક, હું, શું લખું? અનેક શંકા-આશંકા વચ્ચે પણ મનમાં એક ભાવના બળવત્તર બનવા લાગી કે, પૂ. ગુરુદેવેશ કે જેઓશ્રીએ મને જિનેશ્વર ભગવંતના ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું છે એના કારણે મારા પર તે પૂજયશ્રીનું જે અથાક ત્રણ છે તે ત્રણ કિંચિતરૂપે અદા કરવાને આ અવસર છે. આ ભાવનાથી સ્વ. પૂ. ગુરુદેવેશને આ સ્મૃત્યાંજલિ સમર્પિત કરવાને મારો નમ્ર ભાવ છે–પ્રયાસ છે. ત્રિસ્તુતિક સમાજ પ્રતિ આસ્થા અને નિષ્ઠા ધરાવનારાઓ આજે મુખ્યત્વે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતના થરાદ વિસ્તારમાં વસે છે. આ પ્રદેશની પ્રજા વ્યવસાયાર્થે મુંબઈ, મદ્રાસ, કલકત્તા, અમદાવાદ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાલ બધે જ ઓછી વધતી સંખ્યામાં વસેલા છે. આ સ્થળોમાં સ્વ. પૂ. ગુર દેશની સ્મૃતિની ઝાંખી કરાવતા અનેક સ્મારકો તથા ધર્મસ્થાન છે. છતાં એ વાત અફજનક છે કે, સદ્ગર,દેવનો આપણને યોગ મળ્યો છતાં એ પૂ. ગુરુ દેવેશના ઉપકારક ઉપદેશોને આપણે યથાર્થ રૂપે આચરણમાં અનુસરતા નથી. આજે, વાતાવરણ વિજ્ઞાનયુગનું છે. સર્વત્ર વિજ્ઞાનની ‘હવા” ઠસોઠસ ભરાવા લાગી છે. આ વિજ્ઞાનની સવિશેષ જાણકારી આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્વ. પૂ. ગુરુદેવેશ શ્રી. વિ. રાજેન્દ્ર સૂ. મ. પાસે હતી. એમના અગાધ જ્ઞાનની સર્વાગીણ સાક્ષી સમાન “અભિધાન રાજેન્દ્ર કોષ” જેવા મહાન ગળ્યો આપણી વચ્ચે મોજુદ છે. જેનો દુનિયાભરમાં ફેલાવો થયો છે. આજે પણ તેની માંગ ચાલુ હોવાથી જેના પુનઃમુદ્રણની આવશ્યકતા ઊભી થઈ છે. આવા અસીમ જ્ઞાની પૂ. ગુરુદેવેશનું જીવન કેવું હતું? આ પૂજય પુરુષને પ્રાપ્ત થયેલી જીવન જીવવાની કોયકારક કળાને આપણે આંશિક રૂપે પણ અનુસરીએ તો આપણા મનને ભ્રમિત કરતી સાંસારિક આધિ-વ્યાધિ કે ઉપાધી સંસારમાં રહેવા છતાં આપણા આચાર-વિચારને ભ્રમિત કે દૂષિત કરી શકે નહીં. આજના વિજ્ઞાનયુગમાં માનવની હાલત “સુએ તે ‘સમાધી અને ઊઠે તો “ઉપાધી' જેવી છે.” આજનો ઉપાધીગ્રસ્ત માનવા જાગૃત અવસ્થામાં એક પળ સમાધી એટલે કે આત્માની શાંતિ, આત્માનું એકાગ્રપણ માણી શકતો નથી. આનું કારણ એ છે કે “એ” દિન-પ્રતિદિન સંસારની માયાજાળમાં વધુ અને વધુ લપેટાતો જાય છે. વિજ્ઞાન યુગનો વિકાસ થયો છે એમાં શંકા નથી પરંતુ રાજેન્દ્ર તિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230081
Book TitleGurudevni Smrutithi Sarjan
Original Sutra AuthorN/A
AuthorKirtilal H Vora
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size460 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy