SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉજજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખે વિષે સ્થંભમાં આ પ્રમાણે કરેલું છે કે સંઘ ૨૨ રૂલ જે પ્રતિષ્ઠા કારિતા ત્રીજા સ્થંભમાં લખે છે કે “સં. ૧૩૩૫માં મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો.” () મેહનલાલ દલીચંદ દેસાઈ (જૈન સાહિત્યને મુંબઈ ૧૯૩૨, પરિચય. પૃ. ૧૪૫) નેમિનાથ મંદિરના ઉપલક્ષમાં નેધે છે કે “એક થાંભલા પર સં. ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેશ્વર જિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં. ૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪માં દેવાલય સમરાવ્યું એમ લખે છે.” (૫) આ બધી ગેરસમજણનું મૂળ બર્જેસની મૂળ નોંધ પૂરી ન સમજવાને કારણે ઉપસ્થિત થઈ છે. (થોડેક ગોટો તે ખુદ બજેસે પણ વાળે છે !) (yal Report on Antiquities., p. 166; cf. also his Visit to Somnath, Girnar in May 1869, Reprint Varanasi 1976, p. 38.) બજેસ ત્યાં લખે છે: “The largest temple is that of Neminatha......and bears an inscripton on one of the pillers of the mandapa, stating, that it was repaired in A.D. 1278.” The temple is of very conisderable age,.....” (Infra) “It bears on two of the pillars of the mandap inscriptions dated 1275, 1281, and 1278, relating to donations of wealthy Sravakas for the daily worsip of the Jina." બજેસ અને કઝિન્સ નેમિનાથ જિનાલયના ઉપર કથિત સાલવાળા ત્રણે લેખની વાચના સદ્દભાગ્યે પ્રકાશિત કરી છે. (Revised List, pp. 352–353). તદનુસાર લેખોની મિતિઓ નીચે મુજબ છેઃ () સં. ૧૩૩૩ વર્ષે જેષ્ઠ વદિ ૧૪. (૪) સં. ૧૩૩૫ વર્ષે વિશાખ શુદિ ૮. () સં. ૧૩૩૯ વષે જયેષ્ઠ સુદિ ૮. આ સિવાય પદ્દેશાલાના સ્ટમ્સ પર પણ એક લેખ છે. (૪) સં. ૧૩૩૪ વિશાષ વદિ ૮. આધુનિક જન લેખકે જેને સં. ૧૧૧૩ વર્ષને જેઠ માસ ૧૪ને લેખ માની બેઠા છે તે ઉપર્યુક્ત સં. ૧૩૩૩ને જયેષ્ઠ વદિ ૧૪ને જ લેખ છે! તેમાં નેમીશ્વર જિનાલય કરાવ્યાની વાત હેવાને બદલે ખરતરગચ્છીય જિનપ્રબોધસૂરિના ઉપદેશથી ઉચ્ચાપુરીના શ્રાવકોએ નેમિનાથની પૂજદિ અથે કરેલાં ધન-દાનને ઉલ્લેખ છે ! વળી જે લેખને તેઓ સં. ૧૧૩૫ને ઘટાડે છે તે વસ્તુતયા સં. ૧૩૩પને છે, અને તે પણ પ્રતિષ્ઠાને બદલે ધવલકક (ધોળકા)ના શ્રાવક બિહણે નેમિનાથની પૂજાથે કંઈ દાન આપ્યું હશે તેની નોંધ લેતો (ખંડિત) લેખ છે. જેને સં. ૧૧૩૪માં મંદિર સમારાવ્યાને લેખ માન્યો છે તે સં. ૧૩૩૪ને, દક્ષિણ તરફની હારની દેવકુલિકાની પટ્ટશાલાના દક્ષિણ પ્રવેશ પાસેના સ્તંભ પર છે, અને એ અતિ ખંડિત લેખમાં દાનની જ હકીકત અભિપ્રેત છે, પુનરાધાર નહીં. અસલમાં જ્યાં મંદિર જ સજજન મંત્રી દ્વારા સં. ૧૧૮૫ ઈ.સ. ૧૧૨૯માં નવેસરથી બન્યું છે ત્યાં સં. ૧૧૧૩, સં. ૧૧૩૪ અને સં. ૧૧૩૫ના લેખે હોવાની વાતને સ્થાન છે? એ જ પ્રમાણે ઈ.સ. ૧૨૧૮માં જીર્ણોદ્ધાર થયાની ગલત વાતને આધાર તા બજેસે સંભ્રમથી ઈ. સ. ૧૨૭૮માં જીર્ણોધારની જે વાત લખી છે તેને વિશેષ વિભ્રમ, અને ત્યાં ત્રીજા અંકને વિપર્યાસ માત્ર છે! ઈ.સ. ૧૨૭૮/સં. ૧૩૩૪)ના લેખમાં ઉપર કહી ગયા તેમ જીર્ણોધ્ધારની વાત જ નથી ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230040
Book TitleUjjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy