SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજ્યન્તગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભોજક મહાતીર્થ ઉજજ્યન્તગિરિના અદ્યાવધિ અપ્રકટ રહેલ પ્રતિમા તથા પઢાદિ લે એ વિશે સાંપ્રત લેખમાં મૂળ વાચન સમેત વિસ્તારથી કહીશું. સન ૧૯૭૩ તથા પુનઃ સન ૧૯૭૭ની વસંત ઋતુમાં પર્વત પરના મંદિરનાં કરેલાં સર્વેક્ષણ દરમિયાન પ્રાપ્ત થયેલા ચૌદેક જેટલા અદ્યાવધિ અજ્ઞાત અભિલેખો સાંપ્રત લેખમાં સવિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત અતિહાસિક (સાહિત્યિક, અભિલેખીય) પ્રમાણ અનુસાર ઉજજ્યન્ત પર્વત-ગિરનારગિરિ -ઉત્તર મધ્યકાળ સુધી તે કેવળ જૈન તીર્થ જ રહ્યો હોઈ ત્યાંથી પ્રકાશમાં આવેલા તમામ લેખે જૈન દેવાલ અનુલક્ષિત જ છે અને નવપ્રાપ્ત લેખોથી પણ એ પરિસ્થિતિમાં કશો ફર્ક પડતો નથી. ગિરનાર પરના ડાક લેબેની (વાચના (લીધા વિના) અંગ્રેજ સેનાનાયક જેમ્સ ટેડ દ્વારા પ્રાથમિક પણ અત્યંત સંદિગ્ધ, ભેળસેળીયા અને ગડબડગોટાળાયુક્ત નેંધ લેવાઈ છે. (ટોડે જેની સહાયતાથી આ લેખ વાંચ્યા હશે તેનું મધ્યકાલીન લિપિવિષયક જ્ઞાન તેમ જ લેખની અંદરની વસ્તુની લાંબી સમજ હોય તેમ જણાતું નથી. ભારતીય અભિલેખવિદ્યાના અને ઇતિહાસ-લેખનના આરંભકાળે અનભિજ્ઞ લે કે પાસેથી ઝાઝી આશા પણ ભાગ્યે જ રાખી શકાય. તત્કાલીન ભાષા સમજવાની કઠણાઈને કારણે પણ ટેડે પિતે સમજ્યા હશે તેવું લખ્યું હશે.) આથી ટોડની પર બિલકુલ ઈતબાર રાખી શકાય તેમ નથી. ટેડ પછી પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ તીથલનાયક જિન નેમિનાથના મંદિરના (એમના કથન અનુસાર) દક્ષિ દ્વારા અંદરના સં. ૧૧૭૬ ઈ. સ. ૧૧૨૦ના લેખ પર વાયના દીધા સિવાય થેડી શી ચર્ચા કરી છે, જે કે આવા સમર્થ વિદ્વાન પણ પ્રસ્તુત લેખને ન તે સારી રીતે વાંચી શક્યા છે કે ન તે તેનું હાર્દ સમજી શક્યા છે. (આ સંબંધમાં અમે આ ગ્રન્થમાં જ આના પછી આવતા લેખમાં ચર્ચા કરી છે.) ઈન્દ્રજી પછી જેમ્સ બર્જેસે ગિરનારના મંદિરો આવરી લેતા સર્વેક્ષણ-અહેવાલમાં વસ્તુપાળના સં. ૧૨૮૯ ઈ.સ. ૧૨૩૧-૩૨ની મિતીને છ પ્રશસ્તિ લેખમાં એક, તે ઉપરાંત શાણરાજની પ્રશસ્તિને અપૂર્ણ લેખ અને અન્ય નાના મોટા છ એક લેખ પ્રગટ કર્યા છે : પણ બજેસ દ્વારા પ્રકાશિત કેટલાક લેખના પાઠમાં વાચના દે (અને અર્થ સમજવામાં ક્ષતિઓ રહી ગયાં છે; શાણરાજની પ્રશસ્તિને યથાર્થ કાળ જ્ઞાત ન થવાથી તેના અર્થધટનમાં, તેમ જ ચૂડાસમા વંશ સંબંધિ ઐતિહાસિક તારવણીઓ દોરવામાં, બર્જેસ જમ્મર ભૂલ થાપ ખાઈ ગયેલા. (બર્જેસના આ ભૂલભરેલા લખાણુથી થયેલી દિબ્રાન્તિમાંથી પછીના વિદ્વાનોએ મહદ શે મુક્તિ મેળવી લીધી છે.). તત્ પશ્ચાત બર્જેસ અને કજિન્સ એમનાં મુંબઈ મહાપ્રાતના પ્રાચ્યાવશેષોની બૃહસૂચિ ગ્રંથમાં આગળના બજેસે આપ્યા છે તે (ક્યાંક ક્યાંક પાઠાન્તર છે), અને તેરેક જેટલા બીજા લેખો પણ સમાવી લીધેલા.૫ આ પછી દત્તાત્રય ડિસકળકરે કાઠિવાડના અભિલેખોની એક લેખમાળા Poona Orientalistમાં શરૂ કરેલી (જે પછીથી પુસ્તકાકારે પ્રગટ થયેલી છે), જેમાં બજેસ-કઝિન્સે અગાઉ આપી દીધેલ ચારેક લેખો અતિરિકત અન્ય ચારેક નવીન લેખોનાં વાચન એવં ભાવાર્થ આપ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230039
Book TitleUjjayant Girina Ketlak Aprakat Utkirna Lekho
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy