SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય વજસ્વામી એ દેવના ચહેરા પરથી એની મૂંઝવણનો ખ્યાલ મન પર્યવજ્ઞાની એવા ગૌતમસ્વામીને તરત જ આવી ગયો. મન:પર્યવજ્ઞાન એટલે બીજાના મનના ભાવો જાણવાની શક્તિ. ગૌતમસ્વામીને થયું કે હવે આ દૈવના મનનું સમાધાન કેવી રીતે કરવું ? સીધેસીધો ખુલાસો કરવાને બદલે ગૌતમસ્વામીએ દેવોને પાર્સ બેસાડીને કંડરીપુંડરીકનો વૃત્તાના કર્યો. એ વૃત્તાન્ત નીચે પ્રમાણે છે : કંડરીકે અને પુંડરીકે નામના બે રાજકુમાર ભાઈઓ હતા. બન્ને ભાઈઓ દીક્ષા લેવાનો પ્રબળ ભાવ ધરાવતા હતા, પરંતુ તેમના પિતાનું મૃત્યુ થતાં રાજ્ય ચલાવવાનો ભાર તેમના શિરે આવી પડ્યો. નાના ભાઈ કંડરીકે મોટાભાઈ પુંડરીકને રાજા બનવા મહામહેનતે સમજાવ્યા. પુંડરીકની સંમતિ મળતાં કંડરીકે દીક્ષા લીધી. દીક્ષા જીવનમાં અતિ દુષ્કર તપ કરવાને લીધે અને પરીષહો સહન કરવાને કારણે કંડરીકને કોઈક અસાધ્ય રોગ લાગુ પડ્યો. વિદ્યાર કરતાં કરતાં સાધુ કંડરીક એક દિવસ પોતાના ભાઈ પુંડરીકના રાજ્યમાં આવી પહોંચ્યો. રાજા પુંડરીકે એમનું સ્વાગત કર્યું અને પોતાના રાજમહેલમાં મુકામ કરાવ્યો. એમને પોતાના સાધુ બનેલા ભાઈને આવી દશામાં જઈને દુઃખ થયું. એમણે રાજવૈદ્યની સલાહ અનુસાર યોગ્ય ઔષધોપચાર કરાવ્યા અને ઉત્તમ ખોરાક આપી કંડરીક મુનિને રોગમુક્ત બનાવ્યા. પરંતુ લાંબા સમય સુધી ઉત્તમ પૌષ્ટિક ખોરાક મળવાથી અને રાજમહેલની સગવડો મળવાથી મુનિ કંડરીકનું મન પ્રમાદી થઈ ગયું. દીયાપાલન માટેના તેમના ભાવ બદલાઈ ગયા. રાજા થયેલા પોતાના મોટાભાઈ પુંડરીક કેવું સરસ સુખ માણે છે એ જોઈ તેના મનમાં ઈર્ષાનો ભાવ જાગ્યો. મોટાભાઈ પુંડરીક નાના ભાઈના મનની આ વાત સમજી ગયા. એમને પણ પહેલાં તો દીક્ષા જ લેવી હતી. પણ રાજ્યની જવાબદારી આવી પતાં રાજગાદી સ્વીકારી હતી. એમણે પોતાની દીક્ષા લેવાની ભાવનાની યાદ અપાવીને પોતાનું રાજ્ય નાના ભાઈ ઠંડરીકને સમજાવીને સોંપી દીધું. હવે મુનિ કંડરીક રાજા થયા અને રાજા પુંડરીક મુનિ થયા. મુનિ પુંડરીક દીક્ષા ગ્રહણ કરીને તરત વિહાર કરી જંગલમાં પહોંચ્યા. ત્યાં એક વૃક્ષ નીચે બેસીને રાજા તરીકેનાં પોતાનાં કર્તવ્યોને કારણે બંધાયેલાં અશુભ કર્મોને માટે તથા પોતાના સંસારી જીવન માટે તેઓ ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓ શુભ ધ્યાનની ઉત્કૃષ્ટ શ્રેણીએ ચડી ગયા. એથી તેમનાં ધાતી કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ વખતે તેમનું માત્ર એક જ દિવસનું સાધુપણું હતું. ગૌતમસ્વામીએ પેલા બે દેવોને કહ્યુંકે ‘પુંડરીક રાજા હતા એટલે ભરાવદાર શરીર અને તેજસ્વી મુખ કાંતિવાળા હતા. હવે એ જ વખતે જો કોઈ તેમને જુને તો મનમાં શંકા જાગે કે સાધુ તે કાંઈ આવા ભરાવદાર દેહવાળા હોય ? એટલે બધા સાધુઓ હંમેશાં દુર્બળ શરીરવાળા અને ઓછી કાન્તિવાળા જ હોય તેવું નથી.' Jain Education International ૪૯ ગૌતમસ્વામીએ કહેલું આ કંડરીક-પુંડરીક-અધ્યયન સાંભળીને એ દેવની શંકા નિર્મૂળ થઈ ગઈ. રાજા પુંડરીકની દીક્ષાનો પ્રસંગ અને એ કહેનાર ગૌતમસ્વામીનું તેજસ્વી સ્વરૂપ અને અગાધ જ્ઞાન એમને એટલા બધાં તો સ્પર્શી ગયાં કે દેવલોકમાં પાછા ફર્યા પછી પણ તેઓ રોજ ડરીક પુંડરીકના અધ્યયનનું વારંવાર સ્મરણ કરવા લાગ્યા. કેટલી વાર ? આપણને આશ્ચર્ય થાય પણ તેઓએ રોજ પાંચસો વાર સ્મરણ કર્યું. આ રીતે દેવલોકનાં પોતાના શેષ પાંચસો વર્ષ સુધી એમણે ગૌતમ સ્વામીને વંદન કરવાપૂર્વક આ કંડરીકપુંડરીક-અધ્યયનનું સ્મરણ કર્યા કર્યું. પોતે દેવભવમાં હતા એટલે દીક્ષા લેવાનું તેમને માટે શક્ય નહોતું. પરંતુ દીક્ષાના તેમના ભાવ . એટલા પ્રબળ અને ઊંચા હતા અને ગૌતમસ્વામી પ્રત્યેની એમની ભક્તિ એટલી દર્દી હતી કે દેવભવના સુખોપભોગ ભૂલી તેઓ જાણે ગૌતમસ્વામીમય બની ગયા હતા. તેથી જ્યારે એ દેવનું સ્વર્ગમાંપી અવન થતાં, ભરતક્ષેત્રમાં મનુષ્ય તરીકે અવતરણ થયું ત્યારે તે વજાભાર તરીકે જન્મ્યા. પરિણામે તેઓ જાણે ગૌતમસ્વામીનું જ બીજું રૂપ તેવા તેજસ્વી હતા. વજ્રસ્વામીના પૂર્વ ભવનું ઉપર પ્રમાણે પ્રમાણે વૃત્તાન્ત મળે છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી પાંચસો વર્ષે (એટલે કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં) ભારતવર્ષમાં અવંતિનગરીમાં તુંબવન નામના ગામમાં ધનિગિર નામના એક અત્યંત ધાર્મિકવૃત્તિવાળા યુવાન ધાવક રહેતા હતા. લગ્નને યોગ્ય એમની થય પત્તાં એમનાં માતાપિતાને એમને પત્રી ન્યાઓ બતાવી, પરંતુ ધનિંગરને દીક્ષા લેવાની ભાવના હતી. તેથી તેઓ દરેક કન્યાનાં માતાપિતાને પોતાની દીક્ષા લેવાની સાચી વાત કહી દેતા. એટલે એમના વિવાહ થતા અટકી જતા. એ જ ગામમાં ધનપાલ નામના એક શ્રેષ્ઠી રહેતા હતા. તેમને સમિત નામનો એક દીકરો હતો અને સુનંદા નામની એક દીકરી હતી. તેઓ બંનેને પણ દીક્ષા લેવાની ભાવના હતી. પરંતુ તેમનાં માતાપિતાને બંને સંતાનોને અને તેમાં પણ સુંદર પુત્રી સુનંદાને પરણાવવાનો ખૂબ આગ્રહ હતો. કુમાર ધનગિરિની હકીકત જાણતાં સુનંદા તેમની સાથે લગ્ન કરવા સંમત થઈ કે જેથી લગ્ન પછી તેઓ બન્ને દીક્ષા લઈ શકે. આવી રીતે લગ્ન કરવાથી બન્નેનાં માતા-પિતાને સંતોષ થાય અને લગ્ન પછી દીક્ષા લેવાની બન્નેની અભિલાષા પણ પૂરી થાય. આમ પરસ્પર અનુકૂળતા મળી જતાં અને બંનેનાં માતા-પિતા સંમત થતાં ધનગિરિ અને સુનંદાનાં લગ્ન થયાં. હવે બન્યું એવું કે બંનેનાં ભોગાવલી કર્યું કંઈક બાકી હશે કે જેથી લગ્ન પછી સુનંદા સગર્ભા બની. અષ્ટાપદ પર્વત પર ગૌતમસ્વામીએ જે દેવને પુંડરીક-કંડરીક અધ્યયન સંભળાવ્યું હતું તે દેવનો જીવ અવીને સુનંદાના ઉદરમાં ગર્ભરૂપે આવ્યો. ઉદરમાં રહેલા આ જ્ઞાનવાન અને પુણ્યશાલી જીવના પ્રતાપે અને પ્રભાવે ધનગિરિના ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. એક દિવસ ધનગિરિએ સુનંદાને કહ્યું, “સુનંદા ! તારા ઉદરમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230036
Book TitleArya Vajraswami
Original Sutra AuthorN/A
AuthorTaraben R shah
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy