SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત કથા પ્રગટાવવા અગ્નિ લાવવા કહ્યું. અગડદત્ત અગ્નિની શોધમાં નીકળ્યો. તે દરમ્યાન મદનમંજરીની મુલાકાત દેવળમાં છપાયેલા ત્રણ ચોરો સાથે થઈ. વાતચીત દરમ્યાન મદનમંજરી તેઓને કહ્યું કે, ' મારા પતિની હત્યા કરીશ અને તમે મને તમારી સાથે લઈ જજો.' પ્રથમ ચોરોએ આનાકાની કરી પછી સંમત થયા. મદનમંજરીએ ચોરના દીવાથી દેવળમાં પ્રકાશ કર્યો. અગડદત્ત આગ લઈ પાછો ફરતો હતો ત્યારે તેના પ્રવેશપૂર્વે તેણે દેવળમાં પ્રકાશ જોયો. દેવળમાં આવી તેણે મદનમંજરીને પ્રકાશ વિષે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, 'તમે જે આગ લઈ આવ્યાં તેનું પ્રતિબિંબ હશે. દીવો પ્રગટાવવા અગડદત્તે હાથમાંનું ખંજર મદનમંજરીને પકડવા આવ્યું ત્યારે તે એનો વધ કરવા ખડ્ગથી પ્રહાર કર્યો પરંતુ તે નિશાન ચૂકી ગઈ અને ખડ્ગ દૂર જઈ પડ્યું, અગડદત્તે ખગ પડવા અંગે પૃચ્છા કરી ત્યારે તેણે કહ્યું, ‘ખડ્ગ ઊલટું પકડાયું હતું જેથી પડી ગયું.' ત્રણે ચોરોએ આ ઘટના જોઈ, તેઓ સ્ત્રીચરિત્ર અને સંસારની નિઃસારતા વિષે વિચારવા લાગ્યા. સ્ત્રી કામવાસનાને વશ થઈ સ્વાર્થી બની પોતાના પતિની નિર્દોષ હત્યા કરે છે તેવું ચિંતન કરતાં તેમનામાં વૈરાગ્ય માવ ઉત્પન્ન થયો. અને ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતાં તેઓને મુનિનો ભેટો થયો અને ત્રણેએ તેમની પાસે દીક્ષા લીધી. અગડદત્ત પત્ની સાથે પોતાના ગૃહે પહોંચ્યો અને પુત્રવાન બન્યો પ્રધાન સાથે ફરતાં મુનિ ભુજંગમ રૂપી ચોર સાથે મિલન : એક દિવસ અગડદત્ત પોતાના પ્રધાન સાથે ફરતો મુને ભુજંગમ કે જે પૂર્વે ચોર હતો, ને તેના સાથી મુનિઓ સાથે તપશ્ચર્યા કરતો' હતો ત્યાં આવી પહોંચ્યો. તેણે તેઓનાં દર્શન કર્યાં. આટલી યુવાવસ્થામાં વૈરાગ્ય ધારણ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે તેઓના વૈરાગ્યનું મૂળ કારણ અગદત્ત છે. આગાદ આ અગડદત્તનો પરિચય પૂછ્યો ત્યારે તેઓએ મંનમંજરીનું દુરાચરણ, પરપુરુષ સાથે સંભોગ, દેવળમાં બનેલી ઘટના અને તેઓ સાથે કરેલી નાસી છૂટવાની યુક્તિ સહિત સર્વ હકીકતો કહી. અગડદનનો વૈરાગ્ય અને દીવ, મુનિ બનેલા ચોર પાસેથી પોતાની કથા સાંભળીને અગડદત્ત દુઃખી થયો. સ્ત્રીચરિત્ર પર વિચાર કરતાં તેને સંસારની અસારતા અને વિષય લાલસા પ્રત્યે ઉદાસીનતા ઊભરાઈ. તેને વૈરાગ્ય ઉત્પન્ન થયું. તેણે મુનિ ભુજંગમ પાસે દીક્ષા અંગીકાર કરી. તે નવમું મોક્ષ પ્રાપ્ત કરી શિવપુરી પહોંચશે. જૈન પરંપરાના આગમતર સંધમાં આ કથા સર્વપ્રથમ આપણને “વદેીિ” માંથી મળી આવે છે જેનો સાર નીચે પ્રમાણે છે. અગડદત્તનો પરિચય : ઉજ્જધિની નગરીમાં જિતશત્રુ નામે રાજા, તેને અૌધરથ નામે સારથી, થોમતી એની પત્ની, અને નગદન નામે સુંદર પુત્ર હતો. વારંવાર રડતી અને દુઃખી હતી પોતાની માતા પાસેથી જાણ્યું Jain Education International ૩૫ કે અોપ્રહારી સાથેની હરીફાઈમાં તેના પિતા મૃત્યુ પામ્યા છે અને માતા પોતાને શસ્ત્રવિદ્યામાં પારગામી બનાવવા ઇચ્છે છે. અગડત્તની શિક્ષા દૃઢપ્રહારી સાથે મિલન - શસ્ત્રવિદ્યામાં પારંગતતા : આઠ વર્ષનો વન માના. કૌશીનગરમાં રહેના પિતાના પરમ મિત્ર દૃઢિપ્રહારી પાસે તેને મોકલ્યો. ત્યાં તેણે પોતાની બધી વાત કહી. મારીએ તેને પુત્રતુત્વમાની બધી વિદ્યા શીખવાડી. તેમાં તે પારંગત થયો. અગડદત્તનો શ્યામદત્તા સાથે પરિચય અને વિવાહવચન : અગડદત્ત ગુરુના ઘરની વૃક્ષ વાટિકામાં અભ્યાસ કરતો હતો ત્યારે ગુરુના પડોશમાં રહેતા યશદત્તની પુત્રી શ્યામદત્તાએ તેને એપો. તે એના પર મોહિત થઈ ગઈ. તે એની સમીપ જઈ પોતાના પ્રેમનો એકરાર કરી પોતાને સ્વીકારવાની જીદ કરવા લાગી, અગડદત્તે તેને વચન આપ્યું કે ઉજ્જયિની પાછા ફરતાં તે જરૂરથી તેને સાથે લઈ જશે અને લગ્ન કરશે. રાજા સાથે મિલન-ચોરને પકડવાનું બીડું ઝડપી તેમાંથી સફ્ળ પાર ઊતરવું ! એકવાર અગડદત્ત પોતાની કુશળતા દર્શાવવા રાજા પાસે રાજદરબારમાં ગયો. બધા તેની વિદ્યા પર પ્રસન્ન થયા. તે જ સમયે નગરના મહાજનોએ આવી રાજાને ચોર વિષયક ફરિયાદ · કરી જણાવ્યું કે કોઈ ચોર નગરમાં અપૂર્વ રીતે ચોરી કરી ધનલક્ષ્મી લૂંટી જાય છે. ત્યારે રાજાએ નગરરક્ષકને સાત રાત્રિમાં જ ચોર પકડી લાવવાનું કહ્યું. તે બીડું અગદત્તે ઝડપી લીધું અને રાજાને વિનંતી કરતાં કહ્યું કે તે પોતે જ સતરાત્રિમાં ચોર પકડી હાજર કરશે. પાનાગાર, દ્યૂતશાળા, ધર્મશાળા, ભિક્ષુગૃહ, દાસીગૃહ, વેશ્યાગૃહ, ઉદ્યાન, શૂન્ય દેવળો જેવાં ચોરનાં સામાન્ય સ્થાનોએ તેણે ચોરની તપાસ કરી. પરંતુ તેનો પત્તો લાગ્યો નહિ. છ દિવસ તો ગામ જ વીતી ગયા. સાતમે દિવસે ી અને મેલાં કપડાં પહેલી ચિંતા કરતો તે આંબાના ઝાડ નીચે બેઠો હતો ત્યાં એક પરિવ્રાજક આવી બેઠો અને અગડદત્તને તેની ઓળખી પૂછી. અગડદત્તે કહ્યું, પોતે ઉજ્જયિનીનો વતની છે, અને વૈભવ થીણ થતાં રખડે છે. પરિવાજ પોતે તેને વિપુલ ધન અપાવશે એમ કહી તેને પોતાની સાથે લીધો. પરિવ્રાજક રૂપી ચોરે ધનિક માણસના ઘરમાં ખાતર પાડ્યું. અંદર જઈ અનેક પ્રકારના માલ ભરેલી પેટીઓ બહાર લાવ્યો. થોડીવારમાં પોતાના માણસોને બોલાવી પેટીઓ ઊપડાવી નગર બહારના જીર્ણોદ્યાનમાં બધા પહોંચ્યા. ત્યાં તેણે બધાને થોડીવાર સૂઈ જવા કહ્યું. અગડદત્તને તેના વિષે શંકા હતી જ, આથી તે સૂવાનો ઢોંક કરતો પડ્યો રહ્યો. પોડીવાર પછી પરિવ્રાજક રૂપી ચોર તેના ઊંઘી ગયેલા માાસોને એક પછી એક એમ વારાફરતી મારી નાખવા લાગ્યો. તે દરમ્યાન આ બધું જોઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230001
Book TitleAgaddatta Katha
Original Sutra AuthorN/A
AuthorKalpana K Sheth
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy