________________
થૈ ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર-રત્નમાલા
૬૩
સૂચન પૃ. ૫૧૮માં કર્યું છે. વિશેષમાં પૃ. ૫૨૦માં ‘ ક્યા અમોઘવર્ષ જૈન થે ? · એને પ્રમાણિત કરવા માટે અન્યોન્યાશ્રિત આ પ્રશ્નોત્તરરત્નમાલા સંબંધમાં જણાવ્યું છે કે
<< ऊपर हम अमोघवर्षकी प्रश्नोत्तररत्नमालाका जिक्र कर आये हैं । एक तो उसके मंगलाचरण में वर्द्धमान तीर्थकरको नमस्कार किया गया और दूसरे उसमें अनेक बातें जैनधर्मानुमोदित ही कही गई है। इससे कमसे कम उस समय जब कि रत्नमाला रची गई थी, अमोघवर्ष जैनधर्मके अनुयायी ही जान पड़ते हैं ।
प्रश्नोत्तररत्नमालाका तिब्बती भाषामें एक अनुवाद हुआ था जो मिलता है और उसके अनुसार वह वर्षकी ही बनाई हुई है। ऐसी दशामें उसे शंकराचार्यकी, शुक यतीन्द्रकी या विमलसूरिकी रचना बतलाना जबर्दस्ती है । "
--
તથા ત્યાં નીચે ૪૫ ટિપ્પણીમાં જણાવ્યું છે કે
" शंकराचार्य और शुक यतीन्द्रके नामकी जो प्रतियाँ मिली हैं उनमें छह सात श्लोक नये मिला दिये ये हैं परन्तु वे वसन्ततिलका छन्दमें है जो बिल्कुल अलग मालूम होते हैं और उनके अन्त्यपद्यो में न शुकयतीन्द्रका नाम है और न शंकरका ।
'श्वेताम्बर साहित्य में ऐसे किसी विमलसूरिका उल्लेख नहीं मिलता जिसने प्रश्नोत्तररत्नमाला बनाई हो । विमलसूरिने अपने नामका उल्लेख करनेवाला जो अन्तिम पद्य जोड़ा है वह आर्याछन्दमें है, परन्तु ऐसे लघु प्रकरण-ग्रन्थोंमें अन्तिम छन्द आम तौरसे भिन्न होता है जैसा कि वास्तविक प्र० २० मालामें है और वही ठीक मालूम होता है । "
k
પ્ર૦ રત્નમાલાના રચનાર વે૰ જૈનાચાર્ય વિમલને બદલે દિ અનોધવર્ષને હરાવવા પં. પ્રેમીએ કરેલી દલીલો યુક્તિ-યુક્ત નથી ---- – એમ પૂર્વમાં જણાવેલાં પ્રમાણે જોનાર-વાંચનાર વિચારક વાચકોને સમજાશે. અમોધવર્ષના નામનિર્દેશવાળી પ્રતિ કેટલી પ્રાચીન છે? તે કોણે ક્યારે લખાવી છે? અથવા તેમાં છેલ્લા શ્લોકનું લેખન કેટલું પ્રાચીન છે? તે કોઈ એ જણાવ્યું નથી. પૂર્વે દર્શાવેલાં પ્રમાણો જોતાં-વિચારતાં સંભવ તો એ છે કે આ†મય એ કૃતિમાં જુદો તરી આવતો અમોધવર્ષ નામવાળો અંતનો અનુષ્ટુપ્ શ્લોક કોઈ એ પાછળથી જોડી દીધો જણાય છે. આ કાંઈ મહાકાવ્ય નથી કે મહાકાવ્યનાં લક્ષણો પ્રમાણે તેના સર્ગ-પરિચ્છેદના અંતની જેમ પ્રકરણના અંતમાં પણ શ્લોક ભિન્ન છંદમાં હોવો જોઈ એ.
શ્વે૰ જૈન સાહિત્યમાં વિમલસૂરિ નામના અનેક જૈનાચાર્યોનાં નામ મળી આવે છે, તેમાં વિ. સં. ૬૦ ( મહાવીર નિર્વાણ પછી ૫૩૦ વર્ષે) પ્રા. ર૩મન્વરિય રચનાર વિમલસૂરિ સુપ્રસિદ્ધ છે, કે જેની રચનાનું સંસ્કૃતમાં પલ્લવિત રૂપાંતર પદ્મવરિત નામથી દિ૰ જૈન કવિ વિષેણે કરેલું જાણીતું છે. એ જ શ્વે॰ વિમલસૂરિની કે તે પછીના બીજા વિમલસૂરિની આ રચના માનવી જોઈ એ.
Jain Education International
વિવેકથી રાજ્યનો ત્યાગ કરનાર નિસ્પૃહ ત્યાગી આવી લઘુકૃતિના અંતમાં પોતાને રાજા અમોધવર્ષ તરીકે ઓળખાવે, પોતાના પૂર્વનામને પ્રકટ કરે, એવા પૂર્વનામના મોહનો ત્યાગ ન કરે અને પોતાની સાધુ-અવસ્થાનું નામ પ્રકાશિત ન કરે ! એ સર્વ વિચાર કરતાં પણ અમોધવર્ષ-નામવાળો શ્લોક પાછળથી કોઈએ જોડી દીધો હોય તેમ જણાઈ આવે છે. અમોધવર્ષ દિ જૈને આ પ્ર॰ રત્નમાલા રચી એવું દિ॰ સાહિત્યમાં ક્યાં ક્યાં મળે છે? એવું પં. પ્રેમીએ ત્યાં જણાવ્યું નથી. પ્ર૦ રત્નમાલાના તિશ્રૃતી અનુવાદમાં અમોઘવર્ષનું નામ મળે છે ~~~ એ કથન માટે પણ ત્યાં પ્રમાણ દર્શાવ્યું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org