SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 92 આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જૈન અને બૌદ્ધ પ્રતિમાઓથી જુદા તરી આવે છે. મથુરાની મૂર્તિઓ વિશાલ ખભાને લીધે વધુ મજબૂત દેખાય છે. શ્રી પાર્શ્વનાથની આ પ્રતિમામાં છાતીની નીચે પિઢાનો ભાગ જે રીતે ઘડેલો છે તે પ્રાચીન યક્ષમૂર્તિઓ, લોહાનિપુરની ચળકાટવાળી મસ્તકરહિત જિન પ્રતિમા વગેરેને મળતો આવે છે. - મોહેં-જો-ડારો અને મૌર્ય કે શુંગ યુગો વચ્ચે સમયનું એટલું મોટું અંતર હોવા છતાં, ભારતમાં અને પાર્શ્વનાથજીની ધાતુપ્રતિમાના ઘડતરને સરખાવતાં તો બે વચ્ચે જે સમ્બન્ધ દેખાય છે તે જોતાં આ પ્રતિમા ઈ. સ. પૂર્વે બીજા સકાથી પણ પ્રાચીન હોઈ શકે પણ આપણી પાસે એવા નિર્ણય પર આવવા માટે અત્યારે બીજા કોઈ સાધન નથી. ધાતુપ્રતિમાં ભરવાની કલા તો હિંદમાં હતી જ. મોહેં-જો-ડારોની નર્તકી એની સાક્ષી પૂરે છે. અને એક બાજુ મોહે-જો-ડારીની કલાકતિઓ અને બીજી બાજુ મથુરા, હાથરસ, લોહાનિપુર વગેરે સ્થળોની મૂત્તિઓ અને પાષાણશિ૯૫ સાથે સબંધ ધરાવતી આ પ્રતિમા પશ્ચિમ ભારત કે ઉત્તર ભારતમાંના કોઈ સ્થળેથી મળી આવી હોય એમ સંભવી શકે. આપણી પાસે મૌર્યકાલીન કે શૃંગકાલીન બીજી કોઈ ઢાળેલી કે ભરેલી ધાતુપ્રતિમા નથી જેની સાથે આ પ્રતિમાને સરખાવી શકાય. કુષાણકાલીન, ઈ. સ. ના પહેલાથી ત્રીજા સિકા સુધીની ધાતુપ્રતિમાઓ પણ ભાગ્યે જ મળે છે. અત્યાર સુધીમાં ઈ. સ.ના પહેલા સૈકામાં નિશ્ચિતરૂપે મૂકી શકાય એવી પણ ધાતુ પ્રતિમાઓ જાણીતી નથી. બસર પાસે ચૌસા નામના સ્થળેથી કેટલાંક વર્ષો ઉપર થોડીક જૈન ધાતુ પ્રતિમાઓ મળી આવી હતી. બધી જ પ્રતિમાઓ તીર્થકરોની છે, બધી જ નગ્ન છે અને બધી પ્રતિમાઓને અંદાજે ઈ. સ.ના પહેલાથી ચોથા સૈકામાં મૂકી શકાય તેવી છે. આ પ્રતિમાઓ હજુ પૂરતી જાણીતી નથી થઈ કેમકે તેને વિષે કોઈએ ઝાઝો વિચાર કે ઊહાપોહ કર્યો નથી. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિઅમના બુલેટિનના પહેલા અંકમાં આ લેખકે એમાંની એક, ઋષભદેવની પ્રતિમા છપાવી છે. બાકીની પ્રતિમાઓ The Art of the Akota Bronzes નામના આ જ લેખકના ટૂંકમાં પ્રસિદ્ધ થનારા પુસ્તકમાં છપાશે. આ પ્રતિમાઓ સાથે પણ પાર્શ્વનાથજીની પ્રતિમાને સરખાવતાં ઉપર દોરેલું અનુમાન યોગ્ય લાગે છે. પ્રાર્થનાથજીની પ્રતિમા ઉપર શ્રીવત્સ ચિહ્ન નથી એ નોંધપાત્ર છે. સંભવ છે કે તે સમયમાં શ્રીવત્સ અંકિત કરવાનો પ્રચાર શરૂ પણ ન થયો હોય. ચૈસાની પ્રતિમાઓમાં કેટલીક ઉપર શ્રીવત્સ છે. પાર્શ્વનાથજીના મસ્તક ઉપરની કેશરચના દક્ષિણાવર્ત નાના કેશની (Schematic curls of hair) છે. શાસ્ત્રો મુજબ આ મહાપુરુષ લક્ષણ છે. દક્ષિણાવર્ત રોમરાજિ મથુરાની કુવાકાલીન પ્રતિમાઓમાં તો મળે છે જ પણ બોધગયાના ઈ. સ. પૂર્વે પહેલી સદીના શિ૯૫માં પણ જોવામાં આવી છે. એટલે દક્ષિણાવર્ત કેશના કારણે પણ પાર્શ્વનાથજીની આ ધાતુપ્રતિમાને પ્રાચીન માનવામાં કોઈ વિરોધ નડતો નથી. ઉપર જણાવ્યું તેમ આ પ્રતિમાને શ્વેતામ્બર-દિગમ્બર મતભેદ સાથે કાંઈ સમ્બન્ધ રહેતો નથી. કેમકે એ તો એ ભેદથી ઠીક ઠીક પ્રાચીન સમયની છે. હિંદમાં પ્રાગૈતિહાસિક સમયની ઈ. સ. પૂર્વે આશરે બે હજાર વર્ષ પૂર્વેની મોહકારોની નર્તકીની ધાતુપ્રતિમાને બાદ કરીએ તો ઐતિહાસિક સમયની ભારતમાંથી આજસુધી ઉપલબ્ધ સહુ ઢાળેલી ધાતુપ્રતિમાઓમાં આ પ્રતિમા સૌથી વધુ પ્રાચીન છે એ નિર્વિવાદ છે.? 4. વધુ માટે જુઓ, ડૉ. ઉમાકાન્ત પ્રે. શાહ લિખિત, ઍન અલી ઈમેજ ઑફ પાર્શ્વનાથ ઈન ધ પ્રિન્સ ઓફ વેસ મ્યુઝિયમ એ લેખ, બુલેટિન ઑફ ધ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, અંક 3 પૃ. 63-65. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.212066
Book TitleParshwanath ni Ek Prachin Dhatupratima
Original Sutra AuthorN/A
AuthorUmakant P Shah
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages2
LanguageHindi
ClassificationArticle & Tirth Pratima
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy