________________
ભાષાના વિકાસમાં પ્રાકૃત–પાલિભાષાનો ફાળો
પંડિત બેચરદાસ
માનવકુલમાં પરસ્પર કૌટુંબિક સંબંધ જે રીતે તુલનાત્મક પરીક્ષણ દ્વારા અનુભવાય છે તે જ રીતે ભાષાકુલમાં પણ એવો જ સબંધ સ્પષ્ટપણે છે એમ હવે સિદ્ધ થઈ ગયું છે.
ધારો કે આપણી સામે જુદાં જુદાં દેખાતાં પાંચસાત કુટુંબનાં ભાઈબહેનો બેઠેલાં છે, તેમની એકબીજાની વપરાશની ભાષા જુદી જુદી છે, તેમનો પોશાક, ખાનપાન અને બીજી પણ રહેણીકરણી નોખી નોખી છે. આ ઉપલક દેખાતા ભેદભાવ દ્વારા આપણે એમ સમજી લઈએ કે એ કુટુંબો વચ્ચે પરસ્પર કોઈ પ્રકારનો સંબંધ નથી જ તો એ ખરેખર ભૂલભરેલું ગણાય. કોઈ તુલનાત્મક દૃષ્ટિ ધરાવનારો ખંતીલો અભ્યાસી એ તદન જુદાં જુદાં જ દેખાતાં કુટુંબોમાં ય તેમનામાં રહેલી એક મૌલિક સમાનતા શોધી બતાવે અને તે મૌલિક સમાનતાના પુરાવા તરીકે આપણી સામે તે કુટુંબોમાં વર્તતી કેટલીક તેમની એકસરખી મૂલ ખાસિયતો એક પછી એક વીણીવીણીને તારવી બતાવે ત્યારે માત્ર ઉપલક ભેદને લીધે અત્યાર સુધી એ કુટુંબોને જુદાં જુદાં માનનારા આપણે પણ તેમને એક માનવા લાગીશું. - આવો જ ન્યાય ભાષાકુળને પણ બરાબર લાગુ પડે છે. જે ભાષાઓનો મૂળ પ્રવાહ જ તદ્દન જો છે તેમના સંબંધમાં ભલે આ ન્યાય ન લાગુ થાય; પરંતુ જેમનો પ્રવાહ મૂળમાં એકસરખો છે તેમને વિશે તો જરૂર ઉપરનું ધોરણ બંધ બેસે એવું છે. ઉપરઉપરથી જોતાં ભલે તે ભાષાકુટુંબો તદન જુદાં જુદાં પરસ્પર એકબીજા વચ્ચે સંબંધ વિનાનાં માલુમ પડતાં હોય તેમ છતાં ય જ્યારે તે ભાષાકુટુંબોની અંદર રહેલી એક મૌલિક સમાનતાને આપણે જાણી શકીએ અને તેના પુરાવા તરીકે આપણી સામે તે નોખા નોખા દેખાતા ભાષાકુલોમાં વર્તતી કેટલીક તેમની એકસરખી મૂલભૂત અનેકાનેક ખાસિયતોને આપણે સ્પષ્ટપણે તેમના તુલનાત્મક પરીક્ષણ દ્વારા પૂરેપૂરી ખાતરીથી અનુભવી શકીએ ત્યારે એ ભાષાકુલો વિશેનો આપણે કલ્પેલો ઉપલકિયા ભેદનો ભ્રમ ભાંગે જ ભાંગે.
પ્રસ્તુતમાં પ્રાકૃતિપાલિ ભાષા વિશે કહેતી વખતે આપણે તેમના મૂળ સુધી પહોંચી જઈએ તો જ એ હકીકત સ્પષ્ટપણે આપણા ધ્યાનમાં તત્કાળ ઊતરી જશે કે એ ભાષાએ ચાલું લોકભાષાઓના વિકાસમાં કેવો અને કેટલો ભારે ફાળો આપેલો છે.
આજથી હજારો વરસ પહેલાં મૂળ એક આર્યભાષા હતી. પરિસ્થિતિનાં જુદાં જુદાં બળોને લીધે તેની બીજી અનેક પેટાભાષાઓ બની ગઈ. જેમકે; હીટાઈટ ભાષા, ટોખારિયન ભાષા, સંસ્કૃત ભાષા, પુરાણી ફારસી ભાષા, ગ્રીક ભાષા, લેટિન ભાષા, આઇરિશ ભાષા, ગોથિક ભાષા, લિથુઆનિઅન ભાષા, પુરાણી સ્લાવ ભાષા અને આર્મેનિઅન ભાષા.
ભાષાનાં આ નામો સાંભળતાં કોઈને પણ એમ લાગવાનો સંભવ નથી કે આ બધી ભાષાઓ એકમૂલક વા અભિન્નપ્રવાહવાળી છે; તેમ છતાં ય તેમના તુલનાત્મક પરીક્ષણ દ્વારા એમ ચોકકસ માલૂમ પડેલ છે કે ભલે તે ભાષાઓના નામો જુદાં જુદાં હોય અને બીજી પણ તેમાં ઉપલક જુદાઈભલે દેખાતી હોય; પરંતુ તેમનામાં એટલે તે બધી ભાષાઓમાં મૂળભૂત એવી એકસરખી અનેક ખાસિયતો હોવાનાં ઘણાં ઘણાં અંધાણો મળી આવેલાં છે એટલે તેમને એમૂલક માન્યા વિના કોઈનો પણ ટકો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org