________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આવા દેવતાઈ તુક્કાઓ આપણે ત્યાં ઘણા ચાલ્યા છે. પ્રભાવચરિત્રકાર આચાર્ય પણ એક આવી જ કથા રજૂ કરી છે– એવામાં બુદ્ધાનંદ મરણ પામી વ્યંતર થયો અને પૂર્વના વૈરભાવથી તેણે મલ્લવાદિત નયચક અને પદ્મચરિત્ર એ બન્નેય ગ્રંથો પોતાને તાબે કર્યા અને તે કોઈને વાંચવા દેતો ન હતો.” પ્રભાવક ચરિત્ર ભાષાંતર પૃષ્ઠ 123. ખરેખર આવી કથાઓ અર્થ વિનાની જ છે. મલવાદી પ્રાચીન નયચક ગ્રંથને વાંચે છે ત્યારે તેમના હાથમાંથી દેવતા તે ગ્રંથને પડાવી લઈ જાય છે, અને એની જ ભલામણથી નિર્માણ થયેલા નયચક ગ્રંથની રક્ષા કરવાની એ દેવતાને પરવા નથી, ત્યારે તો આવી કથાઓ ઉપહાસજનક જ લાગે ને ? અંતમાં પ્રાસંગિક ન હોવા છતાં ય મેં આ લેખમાં પંચક૯૫મહાભાષ્ય અને તેની ચૂર્ણના ઉલેખોની નોંધ કરી છે એટલે મારે કહેવાની વસ્તુ અનુપ્રસન્ત તો છે જ, અને તે એ કે પંચક૯૫મહાભાષ્ય નામ સાંભળી ઘણા વિદ્વાનો એમ ધારી લે છે કે વંદ૫ નામનું સૂત્ર હોવું જોઈએ પરન્તુ ખરું જોતાં તેમ છે જ નહિ. પંચકલ્પમહાભાષ્ય એ કલ્પભાષ્યમાંથી છૂટો પાડેલો એક ભાષ્યવિભાગ હોઈ તેનું મૂળ સૂત્ર જે કહી શકાય તો તે કલ્પસૂત્ર (બૃહત્કલ્પસૂત્ર)જ કહી શકાય-જેમ આવશ્યક નિર્યુક્તિમાંથી ઓધનિયંતિને જુદી પાડવામાં આવી છે-દશવૈકાલિક નિર્યુક્તિમાંથી પિંડનિર્યુક્તિને જુદી કરી છે તે જ રીતે ક૫ભાષ્યમાંથી પંચક૯૫ભાષ્યને પણ અલગ કરવામાં આવ્યું છે. બહ૭૯૫સૂત્રની કેટલીક જૂની સૂત્રપ્રતિઓના અંતમાં પિંપુરૂવં સમાતમૂ આવો ઉલેખ જોઈ કેટલાક ભ્રમમાં પડી જાય છે પરંતુ ખરી રીતે ભ્રમમાં પડવું જોઈએ નહિ. એવા નામોલેખવાળી પ્રતિ બધી બહ૯૯૫સૂત્રની જ પ્રતિઓ છે. ? સદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org