________________
•
•
·
દરેક જીવ પરસ્પર એક બીજા ઉપર અનુગ્રહ-ઉપકાર કરનાર છે અને તે રીતે તેઓ એકબીજા સાથે જોડાયેલ છે. અને આ તત્ત્વાર્થ સૂત્ર નામના પ્રાચીન શાસ્ત્રમાં "પરસ્પરોપવો નીવાનામ્ ” સૂત્ર સ્વરૂપે નિર્દિષ્ટ છે.
જે વ્યક્તિ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી કે તેના પ્રત્યે આત્મવત્ ભાવ રાખતો નથી તે પોતાના જ અસ્તિત્વના અસ્વીકાર સ્વરૂપ છે (આચારંગ સૂત્ર).
આપણે આપણા લોભ અને મૂર્છા - આસક્તિના કારણે જ આપણે બીજા જીવોને હેરાન કરીએ છીએ કે તેમની હિંસા કરીએ છીએ (શ્રાવકાચાર)
પ્રત્યેક જીવ એક બીજા સાથે સંબંધ ધરાવે છે માટે આપણને પ્રતીતિ થવી જોઈએ કે
જો આપણે કોઈ એક જીવને દુઃખી કરીશું કે નુકશાન પહોંચાડીશું તો આપણે બધા જ જીવોને દુ:ખી કરીએ છીએ કે નુકશાન કરીએ છીએ.
વળી લોભ, પરિગ્રહ અને આસક્તિ એ બધા જ પ્રકારની હિંસાનું મૂળ છે તથા પર્યાવરણને અસમતોલ બનાવનાર છે.
આ પ્રાચીન શાસ્ત્રીય વિધાનો આધુનિક ઈકોલોજી અર્થાત વૈશ્વિક સામંજસ્યના વિજ્ઞાનનો પાયો છે અને તેના વચનોને આધુનિક રીતે તાજા કરી આપે છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીનું સમગ્ર જીવન દયામય અને કરુણામય હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ તેઓ 30 વર્ષ સુધી પાદવિહાર કરી પૃથ્વી પર પરિભ્રમણ કર્યું અને સામાન્ય મનુષ્યને સાચી કરૂણાનો સંદેશ આપ્યો. તેઓએ સમગ્ર જીવન સંપૂર્ણપણે કુદરતની સાથે સંવાદપૂર્વક એટલે કે અનુકુળ રહીને પસાર કર્યું અને પર્યાવરણની સમતુલા જાળવી રાખી,
2
તેમણે ઉપદેશમાં જણાવ્યું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જે આપણા પર્યાવરણના મૂળભૂત પાંચ તત્ત્વો ધરાવે છે તે વાસ્તવમાં સજીવ છે. તેઓને માત્ર એક જ ઈન્દ્રિય – સ્પર્શનેન્દ્રિય અર્થાત્ ત્વચા છે.
ચાર પગ ધરાવનાર પ્રાણીઓ અને બીજા કેટલાક જળચર, ખેચર અર્થાત પક્ષીઓ, સર્પ તથા નોળિયા, ગરોળી વગેરે તથા મનુષ્યો પાંચ ઇન્દ્રિય અને મન અર્થાત્ મગજ ધરાવે છે. પાંચ ઈન્દ્રિય આ પ્રમાણે
છે.
૧. સ્પર્શન અર્થાત્ ચામડી, ર. રસના અર્થાત્ જીમ, ૩. ઘ્રાણેન્દ્રિય અર્થાત્ નાક, ૪. ચક્ષુ અર્થાત્ આંખ અને ૫. શ્રોત્રેન્દ્રિય અર્થાત્ કાન.
મનુષ્યને વધારામાં અન્ય પ્રાણીઓ કરતાં વિશિષ્ટ વિકસિત મન મળ્યું છે, જે વિશેષ પ્રકારે વિચાર કરી શકે છે તે કુદરતના આશીર્વાદ છે. તે કારણે જ મનુષ્યની એ જવાબદારી થઈ જાય છે કે તેને અન્ય