________________
વર્તમાનમાં જૈન ધર્મ પ્રમાણે નૈતિક અને દયામય જીવન જીવવાની સરળ સમજ
લેખક:- પ્રવિણ કે. શાહ
ચેરમેન, જૈના એજ્યુકેશન કમિટી, અમેરિકા
અનુવાદક:- જૈન વિજ્ઞાની પ. પૂ. આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ. સા.
૧. જૈન ધર્મના નીતિ-નિયમો અને જીવદયા..
..................................1
૨. મનુષ્ય જીવન નિર્વાહ માટેની ઓછામાં ઓછી હિંસાની જૈન વ્યાખ્યા:...............
૩. માતૃત્વનો કુદરતી વૈશ્વિક નિયમ..
૪. ભૂતકાળમાં દૂધને અહિંસક ખોરાક માનવાના કારણો.. ૫. વર્તમાનકાલીન દૂધની પેદાશની સમજણ..
૬. ડેરી અને માંસ ઉદ્યોગની હિંસા અને વાતાવરણ ઉપર થતી અસર....
૭. થર્મોકોલ (ટાયરોફોમ) અને પ્લાસ્ટિકની વાતાવરણ ઉપર થતી અસર:
૮. ઉપસંહાર
૧. જૈન ધર્મના નીતિ-નિયમો અને જીવદયા: શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ઉપદેશના મુખ્ય હેતુ
• અહિંસા અર્થાત જીવદયા એ પ્રત્યેક જીવની જિંદગી પ્રત્યેનું એક પ્રકારનું બહુમાન સન્માન છે. • અપરિગ્રહ બિનજરૂરી ચીજોનો ત્યાગ અથવા પોતાની પાસે રહેલ ચીજો પ્રત્યેની અનાસક્તિ એ
અન્ય જીવો તથા કુદરત અને પર્યાવરણ પ્રત્યેનું બહુમાન છે. • અનેકાન્તવાદ (સ્યાદ્વાદ અથવા અનાગ્રહીપણું) એ અન્ય વ્યક્તિઓના દૃષ્ટિકોણનો સ્વીકાર છે
કારણ કે સત્ય હંમેશા સાપેક્ષ હોય છે માટે તે બહુ-આયામી હોય છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ નીચે પ્રમાણે કેટલાક મહત્વના વિધાન કર્યા છે, જે શાશ્વત છે.