________________
જીવો સાથે અને પર્યાવરણ સાથે કરુણામય જીવન અને શિષ્ટ આચરણ અને વર્તન દ્વારા એકાત્મતા અને સંવાદિતા સાધવી જોઇએ.
૨. મનુષ્ય જીવન નિર્વાહ માટેની ઓછામાં ઓછી હિંસાની જૈન વ્યાખ્યા: સંપૂર્ણ અહિંસા અને સંપૂર્ણ અપરિગ્રહ સાથે જીવન જીવવું મનુષ્ય માટે શક્ય નથી. મનુષ્યને જીવવા માટે આહાર કરવો આવશ્યક છે અને તે વનસ્પતિજન્ય આહાર કરે છે જે જૈન દર્શન અનુસાર ખરેખર સજીવ છે. એ સિવાય મનુષ્યને પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે મકાન પણ આવશ્યક છે. એ કારણથી મનુષ્ય જીવન ટકાવવા માટે કેટલાક જીવોની હિંસા અને ન્યૂનતમ અર્થાત મર્યાદિત પરિગ્રહ પણ જરૂરી
જૈન દર્શનનું એ ધ્યેય છે કે ન્યૂનતમ હિંસા અને અન્ય જીવોને તથા પર્યાવરણને ન્યૂનતમ નુકશાન થાય તે રીતે મનુષ્ય જીવન જીવવું.
“જૈન દર્શન” નામના ગ્રંથમાં મુનિશ્રી ન્યાયવિજયજીએ જીવન ટકાવી રાખવા માટે આવશ્યક ન્યૂનતમ હિંસાની સ્પષ્ટ વ્યાખ્યા બતાવી માર્ગદર્શન આપેલ છે અને આ માર્ગદર્શન માત્ર શ્રાવક અને શ્રાવિકા વર્ગ માટે જ છે. જ્યારે સાધુ સાધ્વીએ સંપૂર્ણપણે અહિંસા અને અપરિગ્રહનું પાલન કરવું જોઈએ.
ન્યૂનતમ હિંસાની જૈન વ્યાખ્યા:
, જૈન દર્શન માને છે કે હિંસાની તરતમતા હિંસાનો ભોગ બનનાર જીવના જ્ઞાન ગુણના વિકાસ
સાથે છે પણ તે જીવોની સંખ્યા ઉપર નથી. અને જીવના જ્ઞાન ગુણનો વિકાસ તેની ઈન્દ્રિયોના વિકાસના આધારે છે. અર્થાત વધુ ઈન્દ્રિયવાળા જીવોનો જ્ઞાન ગુણ ઓછા ઈન્દ્રિયવાળા જીવોના જ્ઞાન ગુણ કરતાં ઘણો જ વધારે વિકસિત હોય છે તેથી તે જીવોની હિંસાથી ઘણું જ વધુ પાપ લાગે છે અને ઓછી ઈન્દ્રિયવાળા જીવોની હિંસાથી ઓછું પાપ લાગે છે.
મનુષ્ય પંચેન્દ્રિય છે અને તેનું મગજ પણ ઘણું વિકસિત છે માટે આપણું જીવન ટકાવવા માટે જો બીજા મનુષ્યને સતાવવામાં, તેની હત્યા કરવામાં કે તેનું શોષણ કરવામાં, તેને ગુલામ બનાવવામાં કે બાળક પાસે મજૂરી કરાવવામાં આવે તો સૌથી વધારે પાપ લાગે છે અને તે ભયંકર હિંસા છે.
ગાય, ભેંસ, ઘોડા, બળદ, કુતરા, બિલાડી વગેરે પ્રાણીઓ પંચેન્દ્રિય છે પરંતુ તેઓનું મગજ મનુષ્ય કરતાં ઓછુ વિકસિત હોવાથી આપણું જીવન ટકાવવા માટે, તેની હત્યા કરવામાં કે તેનું શોષણ કરવામાં, તેને ગુલામ બનાવવામાં કે તેની પાસે મજૂરી કરાવવામાં આવે તો મનુષ્ય કરતાં ઓછું પાપ લાગે છે પણ બીજા ઓછી ઈન્દ્રિયવાળા જીવોની હિંસા કરતાં અત્યંત ઘણું વધારે પાપ લાગે છે
• તે જ રીતે આપણું જીવન ટકાવવા માટે ચાર ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, બે ઈન્દ્રિયવાળા
જીવોની હત્યા કરવામાં કે તેનું શોષણ કરવામાં ઉત્તરોત્તર ઓછું પાપ લાગે છે.