________________
મહારાજાના શુભ આશિર્વાદ.
પ્રાચીન ગ્રંથો સંશોધિત સંપાદિત થઈને બહાર પડે એવી શુભભાવના હરિંદન હરપલ જૅમના અંતરમાં ઘૂમરાઈ રહી છે તે કર્મગ્રન્થ અને કર્મપ્રકૃતિના પદાર્થોના વાચનાદાતા, વૈરાગ્યદેશનાદક્ષ, પ્રગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની શુભભાવના તથા
૧
રત્નત્રયી આરાધક પૂજ્યપાદ ગુરુદેવશ્રી અક્ષયબોધિ વિજયજી મહારાજની શુભેચ્છાના સંમિશ્રણથી પ્રસ્તુત પ્રકાશન નિર્વિઘ્ને પાર પડ્યું છે. તેથી આ સહુ ઉપકારી ગુરુદેવોનો હું ખૂબ-ખૂબ ઋણી છું. સહુ ગુરુદેવોના ચરણકમળમાં અનંત-અનંત વંદના.
તર્કસમ્રાટ્ પૂજ્ય મુનિરાજશ્રી જયસુંદર વિજ્યજી મહારાજે પ્રસ્તુત ગ્રંથની પ્રાચીન હસ્તપ્રત પરથી કરાવેલી કોપી અમને નકલ કરવા માટે ઉદારભાવે આપી હોવાથી તેઓનો પકાર પણ અવિસ્મરણીય છે.
૪૬ પ્રતિ પ્રાચીનલિપિના અચ્છા જાણકાર લક્ષ્મણભાઈના સૌજન્યથી મળી છે, જ્યારે હૈં પ્રતિ પં. ચંદ્રકાતભાઈના સૌજન્યથી મળી છે, તેઓ બંને ખૂબ-ખૂબ ધન્યવાદને પાત્ર છે.
આ પ્રસ્તાવનામાં જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૩, પટ્ટાવલી સમુચ્ચય માગ ૧-૨, કર્મસિદ્ધાંત સંબંધી સાહિત્ય, જૈન ગૂર્જરકવિઓ, ગૂર્જર સાહિત્યકોશ ("ખંડ-૧), શ્રીજૈન આત્માનંદસભા તરફથી પ્રકાશિત યેલ. સત્તાર: મંથ્રા: આદિ પુસ્તકોનો ઉપયોગ કર્યો છે તેથી તેના સંપાદકો - પ્રકાશકોંના અમે ખૂબ જ આભારી છીએ,
આ અવચૂર્ણના સંશોધન-સંપાદનમાં અમારી બંદરકારીને લીધે કોઈપણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની હાર્દિક ક્ષમા યાચીએ છીએ, તે તરફ ધ્યાન દોરવા માટે વિદ્વાનોને વિનંતી કરીએ છીએ. તેમજ પ્રસ્તાવનાના અંતે શુદ્વિપત્રક આપેલ છે તેનો ઉપયોગ કરીને વાંચવા નમ્ર વિનંતિ છે,
પ્રો..... છે કર્મગ્રન્થની અવર્ણિના અધ્યયન દ્વારા સહુ મુમુક્ષુઓ કર્મની ગ્રન્થિથી મુકત બને એવી અંતરની શુભેચ્છા.
— મુનિ મહાબોધિ વિજય
બાપુનગર, અમદાવાદ,
તા. ૧૯૧૧ ૯૨. સં ૨૦૪૯, કા, વ. ૧૦.