SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર જૈન સ્તોત્રનો [૩૩મહ૦ કલ્યાણ આ પ્રમાણે એમની પરંપરા વિસ્તૃત અને વિદ્વતાસંપન્ન હતી. મને મળી આવ્યા એટલાને મોં ઉલ્લેખ કર્યો છે. અન્ય વિદ્વાને વધુ પ્રકાશ પાડશે તે તેમનો આભાર માનીશ. પ્રસ્તુત વિભાગના પૃ. ૨૧૭ ઉપર આપેલ કમળશબ્દ શ્લેષમય શ્રી પાર્શ્વજિનસ્તવન સિવાય શ્રીહેમવિમળસૂરિની કોઈ પણ કૃતિ હજુ સુધી મારા જાણવામાં કે જોવામાં આવી નથી, તેઓ ઉગ્ર વિહારી, મહાતપસ્વી અને પ્રભાવક હતા. વાચકેની સુગમતા ખાતર ઉપરોક્ત સર્વ મુનિઓની પરંપરા વૃક્ષરૂપે સાથેના કેડામાં આલેખવામાં આવી છે– ૩ર આનંદમાણિકય આ મહાત્મા નં. ૩૧માં દર્શાવેલા હેમવિમળસૂરિના શિષ્ય હતા. હેમવિમળસૂરિને જન્મ સં. ૧૫રમાં અને સ્વર્ગવાસ સં. ૧૫૮૩માં થયું હતું તેથી એમનો પણ સત્તાકાળ એજ હોઈ શકે. એમની અન્યકૃતિ ઓ વગેરે હજુ સુધી ક્યાંય મારા જેવામાં કે જાણવામાં નહી આવવાથી વિશેષ પરિચય આપવાનું બની શકે તેમ નથી, ૩૩ મહેપાધ્યાય ક૯યાણવિજય જન્મસ્થળ લાલપુર૧૪૭. પિતા હરખાશાહ૧ ૪૮. માતા પુંછ૪૯. સં. ૧૬૦૧ના આ વદિ ૫ શનિવારે જન્મ. નામ ઠાકરશી ૧૪૭ ગૂર્જર દેશના પલખડી નગરમાં પ્રાગવાટવંશીય સંઘવી આજડ રહેતો હતો. તેને પુત્ર સંઘવી ઝીંપુર (!) હતું તેને બે પુત્ર થયા. તેમાં રાજસી નામને પુત્ર અતિ ઉદાર હતા. તેને પુત્ર થિરપાળ નામે હતો. આ વખતે ગુજરાત દેશમાં મહમૂદ (પહેલે બેગડે. ઇ. સ. ૧૪૫૯-૧૫૧૩ ) નામનો સુલતાન રાજય કરતે હતો તેની પાસે થિરપાળ ગયો અને સુલતાને બહુ માન આપી તેને લાલપુર ગામ ભેટ આપ્યું. ત્યાર પછી તે ત્યાં રહેવા લાગ્યા. સં. ૧૫૬૩ માં
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy