________________
૧૧૮ યૌનસ્તોત્રજોદ [૩૧ હેમવિમળવિદ્યાપુર (વિજાપુર)માં સં. ૧૫૯૫ પોષ સુદિ ૫ ગુરૂ પુષ્પગે અમદાવાદના સંધે મળીને ૫. સોમવિમળીને વાચકપદ આપ્યું, તેજ વિષે ઈડરમાં ૫૦૦ પાષાણ પ્રતિમા ને ૭૦૦ દિગબર, ૫૦૦ અન્યગચ્છી યતિ ૭૦૦ સ્વદર્શની સાધુ સમક્ષ પરિધાપનિકાપૂર્વક પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૯૬માં અમદાવાદ આવ્યા. શ્રીસંઘે સં. ૧૫૯૭માં આશ્વિન સુદ ૫ દિને વાચક સામવિમળ તથા સકલહષ મુનિને સૂરિ પદવી આપી. તેનો મહોત્સવ શા. ગંગાદાસ પુત્ર દેવચંદે ર્યો. વિજયકુલ અને વિનયકલને ઉપાધ્યાય પદવી આપી. એસવંશના ૩૦૦ શ્રાવકને સાધુ દીક્ષા આપી. સં. ૧૫૯૭ના કાર્તિક સુદિ ૧૨ સ્વર્ગવાસ.
એમના પ્રતિષ્ઠા લેખ-સં. ૧૫૮૪ બુ. ૨, સં. ૧૫૯૦ બુ. ૧.
સૌભાગ્યહર્ષસૂરિના એક શિષ્ય કલ્યાણ નામે હતા જેમણે સં. ૧૫૯૪ ગંધારમાં કૃતવર્મ રાજાધિકારરાસ રચે છે.
બીજા શિષ્ય સેમવિમળસૂરિ–ખંભાત પાસે કંસારી ગામના વૃદ્ધ પ્રાગ્વાટ મંત્રી સમધરવશે મંત્રી રૂપા (કવચિત શ્રીપંત) ભાર્યા અમરાદે કુખે જન્મ સં. ૧૫૭૦, અમદાવાદમાં હેમવિમળસુરિ પાસે દીક્ષા સં. ૧૫૭૪ વૈશાખ સુદી ૩, દીક્ષા મહોત્સવ સં. ભૂલચ જસુકે કર્યો. ખંભાતમાં પ્રાગ્વાટ શા. કીકાએ સં. ૧૫૯૦ગ્ના ફા. વદિ અને દિવસે ખુબ દ્રવ્યને વ્યય કરી ગણિપદ અપાવ્યું. સં. ૧૫૯૪ ફા. વદિ ૫ ને દિને શિરેહમાં સૌભાગ્યસૂરિએ ગાંધી રાણા જેવાએ કરેલા ઉત્સવપૂર્વક પતિપદ આપ્યું. અજાહરીમાં શારદા આરાધી વર લીધે, ત્યાંથી સુરૂ સાથે વિદ્યાપુર આવ્યા. ત્યાં તેજા માંગાએ ઉત્સવ કરી વાચક પદ અપાયું સં. ૧૫૯૫ અમદાવાદમાં સૌભાગ્યહર્ષસૂરિએ સં. ૧૫૯૭માં સૂરિપદ આપ્યું, તેજ વર્ષમાં ચૈત્ર માસે વીજાપુરના દે. તેજાએ બહુગામના સંઘ સાથે ૩૦૦ સાધુ સહિત સેમવિમળસૂરિ સંગાથે ૪ લાખના વ્યયથી વિમળાચળની યાત્રા કરી. સં. ૧૫૯૯ પાટણમાં ચતુર્માસ, સં. ૧૬૦૦ કાર્તિક સુદિ ૧ને દિને પત્તનના