________________
~
૧૧૬
શ્રીનિસ્તોત્રનોદ [૩૧ હેમવિમળસં. ૧૫૬૩ માં લખેલી ઉપદેશમાળાની પ્રત અમદાવાદ જૈન વિદ્યા શાળાના ભંડારમાં છે.
૧૧ કમળભુવન–એમના શુભાગમગણિ – હંસસમયગણિ– ઉદયકમળ મુનિએ સં. ૧૫૬૪ માં લખેલી જ્ઞાતાસૂત્રની પ્રત જૈન સંઘ જ્ઞાન ભંડાર (પાટણ) માં છે.
૧૨ ધર્મમંગળ–એમના શિષ્ય સુંદરધર્મગણિએ એ ૧૫૭૨ માં લખેલી પાર્શ્વનાથચરિત્રની પ્રત જેન વિદ્યાશાળા જ્ઞાન ભંડાર (અમદાવાદમાં) છે.
૧૩ પ્રમોદમંડન–એમના શિષ્ય સુમતિમંડનગણિએ સં. ૧૬૦૦ માં ફાગણ વદિ ૧ સેમવારે દીવાલીકલ્પ બાલાવબોધની પ્રત ગંધારબંદરમાં લખી. તથા સં. ૧૬૪૪ માં દીપપૂજા વિષયે તેજસારરાસની પ્રત લખી. (જે. ગૂ. ક પૃ. ૨૧૫) એમના શિષ્ય સહજવિમળે સં. ૧૬૫૪ માં અણહિલપુરમાં લખેલી શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની પ્રત ઉ. વિ. જ્ઞા, ભ. ચાણસ્મામાં છે, જે વિદ્યાવિમળ અને વિજયવિમળના વાચનાર્થે લખેલ છે.
૧૪ વિજયચંદ્રગણિ—એમના શિષ્ય–ચેલા વીરચંદે સં. ૧૬૨૦ મા કાર્તિક સુદિ ૧૧ બુધે શલશિક્ષારાસની પ્રત લખી.
૧૫ સુમતિવિમળ–એમના સુદ વિમળ–શિવવિમળ– ધીરવિમળાના શિષ્ય સૌભાગ્યવિમળે સં. ૧૬૭૧ માં કાર્તિક સુદિ ૧૩ દિને કડી નગરે શ્રીકર્મગ્રંથત્તિની પ્રત લખી, પં. લા. વિ. રૂા. ભં. રાધનપુર.
૧૬ લક્ષ્મીભદ્ર–એમણે મુનિસુંદરસૂરિ કૃત સુમુખાદિ નૃપચતુષ્કકથાનું તેમજ રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (અર્થદીપિકા) નું સંશોધન કર્યું હતું. એમના શિષ્ય આનંદમાણિક્યના શિષ્ય શ્રુતસમુદે સં. ૧૫૫૮ માં લખેલી મુત્રકનાંગસૂત્રની પ્રત જે. સં. શા. ભં. પાટણમાં છે.