________________
સૂરિ ]
પ્રસ્તાવના
૧૦૭
વણિક સુલતાનના મંત્રી ગદાના ૩૭ આગ્રહથી સુધાનંદન-૧૩૮ સૂરિએ એમને સ્વહસ્તે આચાર્યપદવી આપી હતી.
પ્રસ્તુત ગ્રંથના પૃ. ૯૮ ઉપર મુદ્રિત સ્તંભનપાર્શ્વજિનસ્તોત્ર ઉપરાંત ઋષભવર્ધમાન જિનસ્તોત્ર ( દ્વિસંધાન. ગા. ૯), તારંગામંડન અજિતજિનસ્તવન લે. ૮, અને મહાવીર સ્તવન વગેરે ઉપલબ્ધ થાય છે.
ઉપરોક્ત ગદા મંત્રી એ ભરાવેલ અને સં. ૧૫૨૫ ફા. સુ. ૭ શનિવારે પ્રતિષ્ઠિત ૧૦૮ મણ પ્રમાણ પિત્તલમય શ્રી ઋષભજિનબિંબ અબુદાચલ ભીમાશાહના મંદિરમાં છે. તેના ઉપરના લેખમાં એમનું નામ પણ નજરે પડે છે. ( જુઓ પ્રા. જે. લે. સં; જીનવિ. ભા. ૨, સે. ૨૪૯, ૨૫૧, ૨પર, ૨૫૬). દાસ, મંગળદાસ, લહુરાજ નામે ચાર પુત્ર અને લીલાવતી નામે પુત્રી થઈ. લહુરાજે વૈરાગ્ય થવાથી લક્ષ્મીસાગરસૂરિ પાસે દીક્ષા સં. ૧૫ર૯ જેઠ સુદિ ૧૦ પાટણમાં લીધી. સમયરત્નના શિષ્ય થયા. સરસ્વતીની કૃપા વડે ૧૬મા વર્ષમાં સં. ૧૫૩૭માં કવિત્વ શકિત ઉદ્દભવી. સં. ૧૫૫૫માં પંડિત પદ મળ્યું. વિશેષ માટે જુઓ યશો. જૈ. ગ્રંથ. તરફથી પ્રગટ થએલ ઐતિહાસિક રાસ સંગ્રહ અને કૃતિઓ માટે જે. ગૂ. કવિઓ ભા. ૧ પૃ. ૭થી તથા જૈ. સં. ઈ. પૃ. ૫૨૪ એમની કૃતિઓ ઉપરથી સં. ૧૫૮૯ સુધી એમની વિદ્યમાનતા પુરવાર થાય છે.
૧૩૭ આ મંત્રીના પિતાનું નામ મંત્રી સુંદર હતું. આ મંત્રી ભાનુ (ઈડરને ભાણ) અને લક્ષ (મેવાડના લાખા) તરફથી સન્માન પાત્ર હતા. એણે પ્રતિષ્ઠિત કરાવેલી પ્રતિમા આજે આબુજી ઉપર ભીમવિહાર કે જે ભીમાશાહ વાળુ ઋષભદેવનું મંદિર પૂર્વ સં. ૧૩૭૩ પછી બનેલું ને પિત્તળહર એ નામથી ઓળખાય છે તેમાં વિદ્યમાન છે જુઓ મુનિ કલ્યાણવિ. ને લેખ “આબુના જૈન શિલાલેખ” જેન. તા. ૧૬-૧૦-૨૭
૧૩૮ જુઓ નં. ૨૫માં સોમસુંદરસૂરિના શિષ્યો સંબંધી વર્ણન.