________________
૧૦૨ છીનસ્તોત્રોદ્દ [ ર૯ શ્રીલક્ષ્મીસાગર દેવગિરિના શાહ મહાદેવે શત્રુંજયાદિ તીર્થયાત્રા કરી લાટપટિલ આદિમાં પુષ્કળ દ્રવ્યથી કરેલા ઉત્સવપૂર્વક અનેકને વાચક, મહત્તરાપદ આપ્યા, હાડવટિ માલદેવના પ્રજાપ્રિય અહમ્મદના મુખ્ય મંત્રી મંડપ (માંડવગઢ)ના વાસી પ્રાગવાટ વંશના સંઘપતિ ચંદ્રસાધુચાંદાશાહે ૭ર કાષ્ટમય જિનાલય અને ધાતુના ૨૪ જિનના પટ્ટો વગેરે કરાવ્યા તેની પ્રતિષ્ઠા પણ એમણે કરેલો, અને સુમતિ સાધુને સૂરિપદ આપ્યું. અમદાવાદના વાસી શ્રી દરાજ (ગદા) મંત્રીએ . સોઝીંત્રક (તરા)માં કરેલા ઉત્સવપૂર્વક શુભરત્નને વાચસ્પદ આપ્યું અને મંડનશ્રેષ્ટિવાળા આશાપલ્લીપુરમાં આ આચાર્યે સેમલબ્ધિને ગણિનીનું પદ આપ્યું. તથા ઉંબરહર્ટ્ઝમાં ૨૪ પટ્ટ પ્રતિષ્ઠા કરી અને શુભત્ન વાચકને સૂરિપદ અર્પણ કર્યું. અમદાવાદના શ્રી સંઘમુખ્ય સંઘવી ગદાએ અબુંદમાં પરિકર સહિત ૪૦ અંગુલની પ્રતિમા કરાવી, સિરોહીમાં કેટલાક મુનિઓને સૂરિપદ આપવાને ઉત્સવ સં. ખીમાકે કર્યો હતો. પેથાપુરમાં ચારને ઉપાધ્યાય પદવી આપી. તેમાં પં. ચરણપ્રમોદગણિ શિષ્ય પ્રમુખ ૨૪ ને પંડિત પદવી આપી. તે ચરણપ્રમોદગણિએ ઘણું સાધુ પરિવારને કલ્પપ્રદાન કર્યું. વિબુધ, મહારા, પ્રવર્તિનીની પદવી ઘણાને આપી. ૫૦૦ સાધુને દીક્ષા આપી. આમ આ મહાભાગ્યસુરિ થયા. (લ. પૌ. પટ્ટાવલી).
અકમીપુરના૧૩૩ ઓશવંશીય સેની ઈશ્વર અને પતા એ બે ભાઈઓએ ઇડરના ભાણરાજાના દુર્ગ ઉપરના પ્રાસાદ કરતાં ઉંચો પ્રાસાદ કરાવી તેમાં ઘણું બિંબ સાથે સં. ૧૫૩૩માં આ આચાર્ય પાસે અજિતનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. પુનઃ માલવદેશમાં ધારાનગરે એમના ઉપદેશથી પ્રાગ્વાદ્ધ સં. હર્ષસિંહે સઘડી
૧૩૩ આ સંબંધી હકીક્ત સુધાનંદનસૂરિના શિષ્ય તે સમયે રચેલી ઈડરચૈત્યપરિપાટીમાંથી લેવામાં આવી છે. જુઓ જેનયુગ સં. ૧૯૮૫, મહાથી ચૈત્રને અંક પૃ. ૩૪૧