________________
સૂરિ | પ્રસ્તાવના
૧૦૧ માત્ર છ વર્ષની વયે સં. ૧૪૭ માં ઉમાપુરમાં શ્રી મુનિસુંદરસૂરિ પાસે દીક્ષા લઈ સિદ્ધાંત શીખી લીધા અને દુર્વાદિઓના માન ઉતારી બાળદશા છતાં જીર્ણદુર્ગમાં મહિપાળ રાજાને રંજિત કરેલ હતા. કમે કરીને વિવાહપ્રવૃપ્તિ (ભગવતી)ના ગોઠહન કરી ગણિપદ પ્રાપ્ત કર્યા પછી સં. ૧૪૯૩ (૬)માં દેવગિરિથી આવેલા શાહ મહાદેવના કરેલા ઉત્સવપૂર્વક પંડિત પદ આપ્યું. સં. ૧૫૦૧માં મુંડસ્થળમાં મુનિસુંદરસૂરિએ વાચકપદ આપ્યું, જેને ઉત્સવ સંઘપતિ ભીમે કર્યો. સૂરિપદ સં. ૧૫૦૮ પેથાપુરમાં. વિદ્યાપુર લાટપલિમાં પદસ્થાપના શાહ નગરાજે મહત્સવ કર્યો. સં. ૧૫૧૭ ગચ્છનાયકપદ. ગચ્છનાયક બન્યા પછી માલવદેશ અવલકી ગુજરાતમાં આવી સ્તંભતીર્થમાં રત્નમંડન અને સોમદેવસૂરિ સાથે ગ૭મેળ કર્યો–પૃથક્ પક્ષ જેવું થઈ ગયું હતું તે દૂર કર્યું. સં. ૧૫૧૮માં યુગપ્રધાનપદવી લાટપલી (લાલ)માં સંધપતિ મહાદેવે (જુઓ દેવફલપાટક પૃ. ૮ તથા ગુરૂગુણરત્નાકરકાવ્ય સ. ૩લે. પ-૭) કરેલા મેટા ઉત્સવપૂર્વક આપવામાં આવી હતી. આ સૂરિએ સુધાનંદન અને હેમહંસને વાચનાચાર્યની અને ઉદયચુલા ૧૩ ગણિની સાધ્વીને મહત્તરની પદવી આપી હતી. લધુ. પૌ. પટ્ટાવલીમાં લખ્યું છે કે તે મહાદેવના ઉત્સવપૂર્વક બે ને ઉપાધ્યાયની અને ૧૧ ને આચાર્ય પદવી આપી હતી. સં. ૧૫૫રમાં ગ૭પરિધાપનિક વિધિ કરી અનેકને આચાર્યપદ, વાચસ્પદ, વિબુધપદ આપ્યાં તેની સૂચિ માટે જુઓ સર્ગ બીજો). ગૂર્જરત્રા, મરૂ અને માલવદેશના પ્રસિદ્ધ શ્રાવકે અને તેમના કરેલા ઉત્સવપૂર્વક બિંબ પ્રતિષ્ઠાદિને ઉલ્લેખ ત્રીજા સર્ગમાં છે. ગિરિપુર (ડુંગરપુર)માં ઉકેશજ્ઞાતિને શાહ સાહુ તે સેમદાસ રાજાને મંત્રી હતા તેણે ૧૨૦ મણ પિત્તલની જિનમૂર્તિ કરાવી તેની અન્ય બિંબ સાથે આ આચાર્યો પ્રતિષ્ઠા કરી. દક્ષિણ
૧૩ર એના જીવન માટે જુઓ જે. એ. ગૂ. કા. સંચય. પૃ. ૨૨૧ નં. ૨૬