________________
કુલકાદિ ધર્મસાહિત્યની દષ્ટિએ, રામચંદ્ર વિરચિત અલંકારાલંકૃત કાવ્ય કાવ્યાલંકારની દૃષ્ટિએ, શ્રી મહાવીર કલશ વિગેરે અપભ્રંશભાષાની દૃષ્ટિએ, “ખ” પરિશિષ્ટમાં આવેલ વર્ધમાન ષત્રિશિકા છન્દ સૌન્દર્યની દૃષ્ટિએ, અને ગ તથા “ધ પરિશિષ્ટમાં આપેલ શ્રી પદ્માવતી-અષ્ટક, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર, તથા દેઉલવાડા-મંડન શ્રી યુગાદિ દેવ સ્તવન મન્ત્રપ્રભાવવિધિની દષ્ટિએ –એમ સાહિત્ય વિષયક જૂદી જૂદી રૂચિના વાંચકોને આહુલાદજનક આ સ્તોત્રોની રચના થએલી છે. આ કાવ્યમાં કેક સ્થળે વિશિષ્ટ પદલાલિત્ય છે, કેઈક સ્થળે વિશિષ્ટ છનન્દન છે. કેઈક સ્થળે વિશિષ્ટ રચના–રમણીયતા છે, કેઈક સ્થળે વિશિષ્ટ ગુણાલંકાર-
વિમ્ભર્યું છે, કેઈક સ્થળે વિશિષ્ટ ચિત્રકાબેલ્લાસ છે, તે કઈક સ્થળે વિશિષ્ટ ભક્તિમયતા કે કવિતા પ્રકાશ છે. અને આ બધું સાચેજ વિદ્વાનોના અન્તરમાં અત્યન્ત આનન્દ ઉત્પન્ન કરવા સાથે પ્રાચીન જૈન સાધુઓ પ્રત્યે નિર્મળ માન ઉત્પન્ન કરે તેમ છે. અને આ કાવ્યોમાં બીજી જે જે ચમત્કૃતિ વગેરે છે, તે વિદગમ્ય હોઈને તે વિષે અભિપ્રાય તેઓ જ સ્વયં બાંધી અને આપી શકે છે. છતાં આ વિષે વિશેષ જાણવાજોગ તે, પ્રસ્તુત સંપાદકની સુવિસ્તૃત પ્રસ્તાવનામાંથી મળી રહે તેમ છે. તેઓશ્રીએ સ્તોત્રોના કર્તાઓ વિગેરેની કરેલી ઐતિહાસિક ચર્ચા તે વિષયમાં નવીન પ્રકાશ પાડે છે. - પ્રસ્તુત સંગ્રહમાં અપાતાં કાવ્યના રચયિતા મહેટે ભાગે બાલ દીક્ષિત છે. જૈન શાસનના ધર્મધુર ધરે મહેટે ભાગે બાલદીક્ષિત છે. બાલદીક્ષા, એ તે મહાપુરૂષોને ઉત્પન્ન કરનારી ખાણ છે. પૂર્વભવના શુભ સંસ્કાર હોય, ધમાં માતાપીતાના વાતાવરણમાં એ સંસ્કારો તાઝગી પામ્યા હોય અને ચારિત્રના પરિપાલન તથા સદ્દગુરૂના સતત સહવાસમાં અભ્યાસ થતો હોય, ત્યાં આદર્શ સંસ્કાર વિકસે અને * વિદ્વતા વાસ કરે એમાં નવાઈ જેવું પણ શું છે? જગતના દુઃખનું પણ વધ્યું છે અને એ તૃષ્ણાને સાધુ પુરૂષોએ પ્રથમથી જ ત્યાગ
* *
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org