________________
કર્યો હોય છે, એટલે કે–તેઓએ પ્રાપ્ત થએલી પૌગલિક સામગ્રીને ત્યાગ કર્યો હોય છે અને નવી મેળવવાની ઈચ્છા છોડેલી હોય છે, આથી તેઓ તો કેવળ ચારિત્રપાલન અને વિદ્યાધ્યયનમાં જ મશૂલ રહે છે. અને આથી જ તેઓમાંના હેટે ભાગે પ્રભાવસંપન્ન જ્ઞાની બન્યા છે અને બને છે બાલદીક્ષામાં તો જરૂર એક યા બીજી રીતે પૂર્વભવના સંસ્કારોજ હેતુરૂપ હોય છે. પ્રાચીન સ્તુતિ કાવ્યને શોખ મહને બાળપણથી જ છે. આઠ વર્ષની ઉંમરે અમદાવાદમાં હું શ્રી સંભવનાથજીના જિનમંદિરે દર્શનાર્થે ગએલે. એક બહેન મધુર સરોદે અતિ પ્રસિદ્ધ શ્રી ભક્તામર સ્તોત્ર બેલી રહ્યાં હતાં. અને ત્યારથી હું એ સ્તોત્ર સાંભળવાને અને પછી બોલવાનો વ્યસની બન્યો છું. નહાનપણથી હું એવાં સ્તોત્રો જાહેરમાં મૂકવાના સ્વપ્નાં સેવતો આવ્યો છું અને આ પુસ્તક એનાજ ફલ સ્વરૂપ છે. એટલે પૂર્વભવના સંસ્કારો અને આ જીવનનું પવિત્ર વાતાવરણ મનુષ્યના અન્તરમાં અજબ અસર ઉત્પન્ન કરે છે, એ નિઃસંદેહ સત્ય છે. હું વિ. સં. ૧૯૮૮ ના ભાદરવા વદ ૩ ( તા. ૧૭-૯-૩૨ ) ને દિને વઢવાણ ગએલો. ત્યાં પૂજ્યપાદ બાલબ્રહ્મચારી, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પંન્યાસ પ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરના પરમ વિનેય બાલદીક્ષિત મુનિરાજ શ્રી મનકવિજયજી મહારાજ ભયંકર માંદગીના બીછાને હતા, છતાં પણ એ બધી વેદદનાઓ વચ્ચે એ પુયપુરૂષના મુખમાંથી અરેકારને બદલે “શરણું શ્રેણું શ્રી વીરનું ” એજ ઉચ્ચારે નીકળ્યા કરતા હતા, એ શું . બાલસંસ્કારને જેવો તેવો પ્રભાવ છે? ખરેખર, જૈનદર્શનના સમૃદ્ધ સાહિત્યને સુયશ તે બાલદીક્ષિતને જ ફાળે જાય છે.
હવે આ સંગ્રહશાં અપાએલ વસ્તુ વિષે થડ ખુલાસો કરી લઉં, આ સંગ્રહમાં શ્રી ઉવસગ્ગહરે તેત્ર વિગેરે જે દુર્લભ યંત્ર સાથે આપવામાં આવેલ છે, તે યંત્રમાં ટીકા કરતાં કંઈક સ્થળે ફરક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org