________________
પ્રાચીન કાળમાં, જ્યાં વિદ્યારસિકમાં વાદવિવાદ ચાલતા, જ્યારે પદે પદે વિદ્વત્તાની જરૂર પડતી, જ્યારે કાવ્યકલા રાજ અને પ્રજા ઉભય માટે રસિક્તા ભરી હતી, ત્યારે એ પરસ્પર સ્પર્ધાના કાળમાં લખાએલાં કાવ્યોનું પદલાલિત્ય, શબ્દમુંથણ તેમજ રચનાકળા ખૂબ ખૂબ ખીલતાં એમ કાવ્યના અવેલેકનથી જણાય છે. આવાં કાવ્ય એ સમાજની મોંઘી સંપત્તિ છે, પરંતુ છેલ્લા સૈકાએમાં કાલપ્રભાવે અને જનતાની જડવાદ તરફની વૃત્તિ-પ્રવૃત્તિના કારણે આ સમૃદ્ધિને હાસ થવા લાગ્યો છે. નવીન રચનાઓ થવી તે દૂર રહે, પરન્તુ જુની પણ પૂરી સચવાઈ નથી. છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાનમાં તેના ટુંકા સંગ્રહ પ્રસિદ્ધ થવા છતાં, એ તો બહુજ અધુરા છે તદ્દન અલ્પ છે. જેન તેત્ર સાહિત્ય તે ખૂબજ વિશાલ છે. અને એ સ્તોત્રસાહિત્યનું સંરક્ષણ થાય, એ સ્તોત્રસાહિત્ય ભંડારોની પેટીઓમાંથી ભક્તોની જીભે ને વિદ્વાનની દૃષ્ટિએ ચઢે, એ અમર કાવ્યો દ્વારા અમરતા પ્રાપ્ત કરી ગએલા પુણ્ય પુરૂષોનું અમર નામ વધુ ઉજવલ બને, અને એ બધાય કરતાં આત્મા આવી પ્રવૃત્તિ દ્વારા પોતાનું કલ્યાણ સાધી શકે, એજ કારણથી આ સ્તોત્રસંગ્રહ પ્રસિદ્ધ કરવાની ભાવના થએલી પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજી મ. હારાજાએ એ ભાવનાને ખૂબ પુષ્ટ કરી. અને પૂ. ચતુરવિજયજી મહારાજની શબ્દાતીત સહાયથી આજ પ્રત્યક્ષરૂપે એ ભાવના ફળી.
પ્રસ્તુત ગ્રંથમાં પંડિત પ્રવર વાદિગજકેસરી ભગવાન હેમચંદ્રસુરીશ્વરજી, તેમજ શ્રી રામચંદ્ર-અમરચંદ્ર-હરિભદ્રસૂરિ-જિ. નભ-ભબાહુસ્વામિ-ધમધેષ-ધનપાલ કવિ–અને શ્રી શ્રીપાલ પ્રમુખ તપખરતરગચ્છીય કવિવરેનાં અત્યાર સુધી અમુદિત રહેલાં સ્તોત્રે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ સ્તોત્રની રચનાએ પણ ભિન્ન ભિન્ન દષ્ટિએ થએલી જણાય છે. જેમકે—કાષની દષ્ટિએ અહંન્નામ સહસ્ત્ર અને અષ્ટોત્તર શત નામ સરસ્વતી પ્રમુખ સ્તોત્ર. ત્રિશત-ચતુર્વિશતિકા સ્તવ અને દ્વાદશાંગી પદ પ્રમાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org