________________
*
મા કથન .
પ્રાતઃસ્મરણીય પંડિત પ્રવર બાલબ્રહ્મચારી જૈનાચાર્યો અને ધર્મધુરંધર સાધુવાએ રચેલાં આ સ્તોત્રને સંગ્રહ જનતા સમક્ષ રજૂ કરતાં આજે મહારા આત્માને જે અનહદ આનન્દ થઈ રહ્યો છે, તે તે માત્ર અનુભવી શકાય ? કહી શકાય નહિ! પરંતુ વાસ્તવિક શતિએ તે આ સંગ્રહને સર્વાંગ સંપૂર્ણ અને સુંદર બનાવવાને સુયશ પૂ. દક્ષિણ વિહારી મુનિરાજ શ્રી અબરવિજયજી મહારાજના પરમ વિનય વિદ્વત્ન મુનિવચ્ચે શ્રીમત ચતુરવિજયજી મહારાજના જ જ્ઞાન અને શ્રમને ફાળે જાય છે. તેઓ શ્રીમની અથાગ મહેનત અને તેજસ્વી પ્રેરણા વિના હારા જેવો ક્ષક શક્તિવાન આવા ગ્રન્થરત્નને તૈયાર કરી શક્ત જ નહિ. એટલે આ ગ્રન્થ વિષે બે બોલ કહેતાં પૂર્વે હું તેઓશ્રીનું ઋણ અદા કરવું અનિવાર્ય માનું છું. તેમજ આવા ઉત્તમોત્તમ ગ્રન્થરત્નની પ્રસિદ્ધિ કરવાનું સદ્દભાગ્ય મહને પ્રાપ્ત કરાવવા માટે તેઓશ્રીને હું પરમ ઉપકૃત છું.' આ પ્રસ્તુત ગ્રંથ એ પ્રાચીન સ્તોત્રોને સંગ્રહ છે. તેત્ર એટલે સ્તુતિ અર્થે રચાએલું કાવ્ય. પિતાના ઈષ્ટદેવના ગુણાનુવાદ અને પિતાની આંતર્ અભિલાષાને સ્તોત્રમાં તેના રચયિતાઓ સાક્ષાત્કાર કરાવે છે. અને આવા સ્તોત્રો ભક્તની ભક્તિભાવનાની ઉચ્ચતા કિંવા વિશિષ્ટતાને ખ્યાલ આપે છે. જૈન સાધુવર કોના ગુણાનુવાદ ગાય છે, કેવા ગુણાનુવાદ કરે છે અને તેઓની આંતરુ અભિલાષા કેટલી નિર્મળ, કેટલી પવિત્ર, કેટલી ઉંચ્ચ મટિની હોય છે, એ બધું તેત્રિના અવલોકનથી જાણી શકાય છે. કેઈ પણ દર્શન સાહિત્યમાં
અને જૈનદર્શનના સાહિત્યમાં સ્તોત્રનું સ્થાન ઘણુંજ ઉંચું છે. કહેવા છે કે ઑત્રો એ ધર્મસાહિત્યનું અંગ છે. ભક્તામાઓ જ્યારે મધુર સરેદે પરમાત્મ મૂર્તિમાં લિન બનીને સ્તુતિકાવ્ય-સ્ત ગાય છે, ત્યારે તેમાંથી રચનારની કળા અને બેલનારની પવિત્રતા નિઝરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org