________________
પગ વડે આસન વગેરે પર બેસવું, (૧૫) પ્રહર રાત્રી ગયા બાદ ઊંચા સ્વરથી બેલવું-અથવા ગૃહસ્થ જેવી ભાષા બોલવી, (૧૬) ગ૭, સંઘ વગેરેમાં છેદ-ભેદ પડાવવો, (૧૭) ગણુને દુ:ખ ઉત્પન્ન થાય તેવી ભાષા બોલવી, (૧૮) દરેકની સાથે વિરોધ કરવો, (૧૯) સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સમય થાય ત્યાં સુધી ભજન કરતા રહેવું; (૨૦) અષણિક આહા૨ આદિનું સેવન કરવું. આ વિષે જે કંઈ અતિચાર લાગ્યા હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉં છું” (સૂ૦ ૧૩)
જેના વડે ચારિત્ર શબલ-અર્થાત ચારિત્ર દૂષિત થાય છે તેને “શનલ' કહે છે. તે એકવીશ પ્રકારનાં છે. (૧) હસ્તકર્મ કરવું, (૨) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારથી મિથુન સેવન કરવું. (૩) રાત્રિ-ભૂજન કરવું, (૪) આધાકમી આહાર વગેરેનું સેવન કરવું, (૫) રાજપિંડ ગ્રહણ કરવો. (૬) “સી” (જીતે) સાધુના નિમિત્ત ખરીદ કરેલા, “કામિ' (ચિં) ઉધાર લીધેલા, “છિi ( i) પુત્ર-કર આદિના હાથમાંથી છીનવી લીધેલા, “affસ (નિઝું) અનેક માણસના ભાગને આહાર વગેરે તેઓને પૂછયા વિના આપેલાં તથા માર નિમા” (માદા વીનાન ) પિતાના સ્થાનથી સામા આવીને લાવી આપેલા આહાર અદિનું સેવન કરવું, (૭) પ્રત્યાખ્યાનને વારંવાર ભંગ કરવો, (૮) છ માસ પૂર્વે પિતાને ગચ્છ ત્યજી બીજા ગચ્છમાં જવું, (૯) એક મહિનામાં ત્રણ વાર પાણીને લેપ લગાડવો (નદી વિગેરે ઉતરવાં), (૧૦) એક માસમાં ત્રણ માતૃસ્થાનનું (કપટન) સેવન કરવું, (૧૧) શય્યાતરપિંડ સેવન કરવું, (૧૨) જાણી -બુઝીને પ્રાણાતિપાત કરવો, (૧૩) જાણી-સમજીને અસત્ય બોલવું, (૧૪) જાણી-સમજીને ચોરી કરવી, (૧૫) જાણી-બુઝીને રસચિત્ત પૃથ્વી ઉપર બેસવું, (૧૬) પાણીથી ભરાએલી જમીન પર બેસવું, (૧૭) જીવ સહિત પીઠફલક વગેરેનું સેવન કરવું, (૧૮) મૂલ, કંદ, સ્કન્ધ, છાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ અને હરિતલીલી આ દસ પ્રકારની સચિત્ત વનસ્પતિનું સેવન કરવું, (૧૯) એક વર્ષમાં દસ પાણીના લેપ લગાડવા, (૨૦) એક વર્ષ માં દસ માતૃસ્થાન (કપટ) સેવન કરવાં, (૨૧) સચિત્ત પાણીથી ભીંજાએલા હાથ-પાત્ર આદિથી આપેલા આહાર-આદિનું સેવન કરવું,-એ સર્વથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.' ( સૂ૦ ૧૪ )
મેક્ષાથી જીવો કર્મોની નિર્જર કરવા માટે જે સહન કરે છે. તેને પરિષહ કહે છે, અને તે પરિષહ બાવીસ-૨૨ પ્રકારના છે (૧) ક્ષુધા ભૂખ, (૨) પિપાસા (તૃષા), (૩) શીત (ઠંડી), (૪) ઉષ્ણુ (તા૫), (૫) દેશમશક (ડાંસ) (મચ્છર), (૬) અચલ, (૭) અરતિ, (૮) સ્ત્રી, (૯) ચય (ચાલવું તે, (૧૦) નૈધિકી, (બેસવું), (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મલ, (૧૯) સત્કારપુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન, (૨૨) દર્શન, આ બાવીસ પરિષહાને સમ્યક-રૂડા પ્રકારે સહન ન કરવાથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તો તેમાથી હું નિવૃત્ત થાઉં છું (સૂ૦ ૧૫ )
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના પૂર્વોકત ૧૬ (સેલ) અધ્યયન અને બીજા થતસ્કન્ધનાં (૧), પુંડરીક (૨) દિયાસ્થાન, (૩) આહાર પરિજ્ઞા, (૪) પ્રત્યાખ્યાન ક્રિયા, (૫) આચારકૃત, (૬) આદ્રકુમાર અને (૭) નાલંદીય, આ સાત અધ્યયન મેળવીને કુલ તેવીશ (૨૩) અધ્યયનમાં શ્રદ્ધાપ્રરૂપણા–વગેરેની જૂનાધિકતાથી, તથા દસ ભવનપતિ, આઠ વ્યંતર, પાંચ તિષી અને એક
શ્રી આવશયક સુત્રમ ભાગ
૫૫