SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપાશક દશાંગ સૂત્રને માટે અભિપ્રાય. મળ સત્ર તથા પૂ. મુનિશ્રી ઘાસીલાલજીએ બનાવેલ સંસ્કૃત છાયા તથા ટકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત. પ્રકાશક- અ. ભા. ૨. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ગરેડીઆ કુવા રેડ, ગ્રીન લેજ પાસે, રાજકોટ (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ બેવડું (મ) કદ. પાકું પઠું. જેકેટ સાથે સને ૧૫૬ કિંમત ૮-૮-૦ આપણા મૂળ બાર અંગ સૂત્રમાંનું ઉપાશકદશાંગ એ સાતમું અંગ સૂત્ર છે. એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકે શ્રાવકનાં જીવનચરિત્ર આપેલાં છે તેમાં પહેલું ચરિત્ર આનંદ શ્રાવકનું આવે છે. આનંદ શ્રાવકે જેન ધર્મ અંગીકાર કર્યો અને બારવ્રત ભગવાન મહાવીર પાસે અંગીકાર કરી પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે. તેની અંતર્ગત અનેક વિષયે જેવા કે, અભિગમ, કાલેકસ્વરૂપ, નવતત્વ, નરક દેવલોક વગેરેનું વર્ણન પણ આવે છે. આનંદ શ્રાવકે બાર વ્રત લીધા તે બારે વ્રતની વિગત અતિચારની વિગત વગેરે બધું આપેલું છે. તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેની પણ વિગત આપેલ છે. આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં મદિંત જે શબ્દ આવે છે. મર્તિપૂજકે મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેનો અર્થ અરિહંતનું ચિત્ય (પ્રતિમા) એ કરે છે. પણ તે અર્થ તદન ખૂટે છે. અને તે જગ્યાએ આગળ પાછળના સંબંધ પ્રમાણે તેના એ ખોટો અર્થ બંધ બેસતું જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણે આપી સાબિત કરેલ છે અને પરિવંત રેવા ને અર્થ સાધુ થાય છે તે બતાવી આપેલ છે. આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકના શુદ્ધ ધર્મની માહિતી મળે છે તે ઉપરાંત તે શ્રાવકની અદ્ધિ, રહેઠાણુ, નગરી વગેરેના વર્ણન ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ રાજવ્યવસ્થા વગેરે બાબતોની માહિતી મળે છે. એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવું જોઈએ એટલું જ નહિ પણ વારંવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઈએ. પુસ્તકની શરૂઆતમાં વદ્ધમાન શ્રમણ સંધના આચાર્યશ્રી આત્મારામજી મહારાજનું સંમતિ પત્ર તથા બીજા સાધુઓ તેમજ શ્રાવકના સંમતિ પત્રે આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે. “જેન સિદ્ધાંત જન્યુઆરી, ૫૭
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy