________________
કરવામાં આવી છે. અહીં આ જાતની આશંકા થવી જ ન જોઈએ કે સૂત્રકારે પહેલાં તે એમ કહ્યું છે કે ઉઠ્ઠલક્ષણક્ષણિકા વગેરે જે છે તે પૂર્વપૂર્વની અપેક્ષાએ ત્યાર પછીના-રલક્ષણશ્લહિણકા વગેરે કરતાં આઠ ગણું વધારે છે. ત્યાર પછી આ પ્રમાણે કહ્યું છે કે આ અનંત વ્યાવહારિક પરમાણુઓના એકીભવન રૂપ સ યોગથી પણ નિષ્પન્ન થાય છે. એથી આ બને જાતના કથનમાં પરસ્પર વિરોધ જેવું દેખાય છે કેમકે પૂર્વકથન પ્રકારથી ઉત્તરોત્તરમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ અણગુણતા અને દ્વિતીય કથન પ્રકારથી અનંત પરમાણુ નિષ્પન્નતા રૂપ સમાનતા સ્પષ્ટ થાય છે. કેમકે આ સર્વેમાં અનંત પરમાણુઓથી નિષ્પન્નતા રૂપ જે સમાનધર્મ છે, તે વ્યભિચરિત થત નથી આ પ્રમાણે પ્રથમ કથન પ્ર.ર સામાન્ય રૂપથી જ છે. અને દ્વિતીય પ્રકાર વિશેષ રૂપથી છે, એમ જાણવું જોઈએ તાત્પર્ય આ પ્રમાણે છે કે, આ સર્વમાં અનંત પરમાણુઓથી ઉત્પન્ન થવું ” આ સમાન ધર્મ છે. પણ આ સમાન ધર્મ સર્વમાં છે છતાંએ પૂર્વ પૂર્વની અપેક્ષાએ ત્યાર પછીના સર્વમાં અષ્ટગુણધિકતા રૂપ વિશિષ્ટ છે. પિતાની મેળે જ અથવા બીજાથી પ્રેરિત થઈને જે ઉર્વ, અધ: અને તિય પ્રચલન ધર્મ ચુકત રેણુ છે, તે ઉકેશુ છે. રેણુ ધૂલિનું નામ છે આ પિતાની મેળે અથવા તે પવન વગેરેથી પ્રેરિત થઈને ઉપરની તરફ પણ ઉડે છે, નીચેની તરફ પણ ઉડે છે. તેમજ ત્રાંસી પણ ઉડે છે એનું જ નામ ઉર્વ રેણુ છે. ઘરની અંદર કાણામાંથી દંડાકાર સૂર્યના પ્રકાશમાં તે સ્પષ્ટ રૂપે દેખાય છે પવન વગેરેથી પ્રેરિત થઈને જે ધૂલિકણ આમતેમ ઉડતા રહે છે, તે ત્રસરેણુ કહેવાય છે રથ ચાલવાથી જે ધૂલિ ચક્રને લીધે ઉખડીને રથની પાછળ પાછળ ઉડે છે, તે રથરેણુ છે બાલાઝ, લિક્ષા આદિ શબ્દોના વાચ્યાર્થી પ્રસિદ્ધ જ છે. દેવકુર, ઉત્તરકુરૂ, હરિવર્ષ, ૨મ્યક વગેરે ક્ષેત્રોમાં રહેતા માણસોના વાળોની ધૂલતાના કમથી તત તત્ ક્ષેત્ર સંબંધી શુભ અનુભાવની હીનતા જાણવી જોઈએ તાત્પર્ય આ પ્રમાણે છે કે કાલચક્રનું પરિવર્તન ભરત ક્ષેત્ર અને રિવત ક્ષેત્રમાં જ થાય છે. બાકીના ક્ષેત્રમાં નહિ બાકીના પાંચ ક્ષેત્રમાં રહેતા પ્રાણીઓના ઉપભોગ, આયુ શરીરનું પરિમાણ, પુણ્ય, પ્રભાવ વગેરે સર્વ પોતપોતાના ક્ષેત્ર મુજબ સદા એક સરખા જ રહે છે. પણ જેવું ભારત અને અિરવત ક્ષેત્રમાં એમનામાં પરિવર્તન થતું રહે છે, તેવું પરિવર્તન તેમનામાં ત્યાં થતું નથી અને આ પ્રમાણે સમજવું જોઈએ હૈમવત ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ એક પત્ય પ્રમાણુ જેટલી હોય છે અહી નિરંતર ઉત્સર્પિણના થા કાલ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨