________________
દલાવર) ઉપલેપક ક્રિયા કરે છે, સમાજની ક્રિયા કરે છે, દૂધ, ગધેદક આદિ વડે સ્નાન કરાવવાની ક્રિયા કરે છે, લે વડે પૂજા કરે છે, “પપૂજા કરે છે, ચન્દન વડ તેનું ઉપલેપન કરે છે, તેમના પર માળાઓ ચડાવે છે, ઈત્યાદિ પ્રકારના જે
વ્યાવશ્યક કરે છે તે સઘળા દ્રવ્યાવશ્યકને કુબાવચનિક દ્રવ્યાવશ્યક કહે છે. પૂર્વ પ્રસ્તુત કમાવચનિક દ્રશ્યાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે હવે ચરક આદિ પદાને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–જેઓ સમૃદાયરૂપે એકત્ર થઈને ભિક્ષા માગે છે તેમનું નામ ચરક છે. અથવા ખાતાં ખાતાં જેઓ ચાલે છે. તેમને “ચરક' કહે છે. માગ પર પડેલા વસ્ત્રખંડોને એકત્ર કરીને જે તે વસ્ત્રખંડોને ધારણ કરે છેપહેરે છે તેમને ચીરક” કહે છે, ચામડાને જ વસ્ત્રરૂપે પહેરનાર અથવા ચામડાનાં જ ઉપકરણે રાખનારને “ચમં ખંડિત’ કહે છે.
ભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નથી જ જેઓ પિતાનું પેટ ભરે છે. પોતાને ઘેર મળેલી ગાય આદિના દૂધ આદિથી જે પિતાનું પેટ ભરતે નથી તેને ભિક્ષાંડ કહે છે અથવા સુગતના (બુદ્ધના) શાસનને માનનારનું નામ ભિડ છે. ભસ્મના લેપથી જેમનું શરીર શુભ્ર થઈ જાય છે, તેમને શુભ્રાંગ” કહે છે. જેઓ બળદને આશ્ચર્યજનક ચાલ શિખવીને અને તેને કેડીઓની માળાઓથી વિભૂષિત કરીને, તેને અભિનય લોકોને બતાવી બતાવીને ભિક્ષાવૃત્તિ કરે છે તેમને ગોતમ કહે છે. રાજા દિલીપની જેમ ગ વ્રતનું પાલન કરનારને ગેબ્રતિક' કહે છે. ગોવ્રતનું પાલન કરનાર પુરુષ ગાની પાસે રહીને તેમની સેવા કર્યા કરે છે. જ્યારે ગાયો ગામમાંથી બહાર નીકળે છે ત્યારે ગોત્રાતક પણ તેમની સાથે જ ગામની બહાર ચાલી નીકળે છે, જયારે તે ગયે નીચે બેસે છે ત્યારે તે ગોત્રતિક પણ નીચે બેસે છે. જ્યારે તેઓ ઊભી થાય છે ત્યારે તે પણ ઊભું થાય છે, જ્યારે તેઓ ચરતી હેય છે, ત્યારે તે પણ ફલાદિરૂપ ભજન કરે છે, જ્યારે તેઓ પાણી પીવે છે, ત્યારે તે પણ પાણી પીવે છે. કહ્યું પણ છે, એમ કહીને સૂત્રકારે જે ગાથા આપી છે તે ગાથાને ઉપર મુજબને જ અર્થ થાય છે. તે ગાથામાં ગોવતિનાં લક્ષણે બતાવવામાં આવ્યા છે,
ગૃહસ્થધમ જ , યસ્કર છે.” આ પ્રકારની માન્યતા ધરાવનાર અને તેને અનુરૂપ જ ધર્મનું આચરણ કરનાર જે પુરુષો હોય છે તેમને “ગૃહિધમ' કહે છે. તે લેકની એવી માન્યતા છે કે “ગૃહસ્થાશ્રમ જેઓ કોઈ ધર્મ થયે પણ નથી અને થવાને પણ નથી. જે લોકો ધીર હોય છે તેઓ જ તેનું પાલન કરી શકે છે અને જે લોકો કલબ (કમજોર) હોય છે તેઓ જ વતની આરાધના કરે છે.' યાજ્ઞવલ્કય આદિ તત્વચિન્તકો દ્વારા રચિત ધર્મસંહિતા આદને આધારે જેઓ ધમને વિચાર કરે છે, અને તેને અનુસાર જ પોતાની નિક પ્રવૃત્તિ ચલાવે છે તેમને “ધર્મચિન્તક” કહે છે.
- જે દેવ. નૃપ, માતા. પિતા. અને તિર્યંચાદિને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના એક સરખે વિનય કરે છે, તેમને “અવિરૂદ્ધ (ગેનયિક મિથ્યાષ્ટિ)
અનુયોગ દ્વાર સુત્રમ
- ૫૧