________________
શંકા–જ મતિજ્ઞાન અથવા આભિનિબાધિક જ્ઞાનને જ શ્રુતજ્ઞાનના કારણરૂપ માનવામાં આવે, તે જેમ માટીરૂપ કારણ ઘટકાર્યરૂપે પરિણમી જાય છે, એ જ પ્રમાણે મતિજ્ઞાન પણ શ્રુતજ્ઞાનરૂપે પરિણમી જશે, અથવા જે પ્રકારે માટી જ ઘડારૂપે પરિ-મિત થઈ જાય છે, એ જ પ્રમાણે મતિજ્ઞાન પણ શ્રુતજ્ઞાનરૂપે પરિમિત થઈ જશે. તે પછી સૂત્રકારે શ્રુતજ્ઞાનને અહીં પૃથરૂપે (એક જુદા જ જ્ઞાનરૂપે) શા માટે પ્રતિપાદિત કર્યું છે?
ઉત્તર–આ બન્ને દષ્ટાતે જ વિષમ છે, કારણ કે આ પ્રકારની માન્યતામાં તે મતિજ્ઞાનને વિનાશ થવાની વાત માનવાને પ્રસંગ ઉર્દૂભવશે. આપણે એ વાતને તો પ્રત્યક્ષ દેખી શકીએ છીએ કે જ્યારે ઘટ (ઘડા)ની ઉત્પત્તિ થાય છે ત્યારે માટીના પિંડાને વિનાશ થઈ જાય છે અને જ્યારે પટ (કા૫ડ)ની ઉત્પત્તિ થાય છે ત્યારે તંતુ પુજને નાશ થઈ જાય છે. પરંતુ જયારે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે મતિજ્ઞાનના વિનાશ થઈ જતો નથી, કારણ કે એક આત્મામાં એક સાથે ચાર જ્ઞાનને સદૂભાવ હોઈ શકે છે, એવું સિદ્ધાન્તકારેએ સ્વીકારેલું છે. જે કૃતજ્ઞાનને સદ્ભાવ હોય ત્યારે મતિજ્ઞાનને અભાવ હોય છે એવું માનવામાં આવે છે તે માન્યતા તે સિદ્ધાન્તની વિરૂદ્ધની માન્યતા પ્રતિપાદિત થાય છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે... “જય મ તય કુાં, સુ તત્ય મ” જયાં મતિજ્ઞાન હોય છે, ત્યાં પ્રતજ્ઞાન હોય છે જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હોય છે. આ રીતે શ્રતના સદભાવમાં મતિજ્ઞાનને પણ સદૂભાવ ભગવાને કહે છે. તેથી એવું માનવું જોઈએ કે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં માત્ર અપેક્ષાકારણ (નિમિત્તરૂપ કારણુ) જ છે. જે નિમિત્તે કારણે હોય છે તે ઉપાદાન કારણની જેમ સ્વયં કાર્યરૂપે પરિણમતા નથી. માત્ર ઉપાદાને કારણે જ કાર્યપે પરિણમે છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે શ્રતજ્ઞાનને આ પ્રમાણે અર્થ ફલિત થાય છે.
જે મતિજ્ઞાનપૂર્વક હોય, પરમ્પરાની અપેક્ષાએ જે જ્ઞાન ઈન્દ્રિયથી જનિત હોય છે પણ જેની ઉત્પત્તિમાં સાક્ષાત્ કારણભૂત મન હોય છે, એવું આપ્તવચનાનુસારી જે જ્ઞાન છે તેને શ્રતજ્ઞાન કહે છે. “શ્રય યત તત કૃતિન” આ વ્યુત્પત્તિ અનુસાર થત પદ દ્વારા પ્રવચન પણ ગ્રહણ થઈ જાય છે. તેથી આ દૃષ્ટિએ વિચારવામાં આવે - જીં આસવચન રૂપ શ્રતનું જે જ્ઞાન છે તેને શ્રુતજ્ઞાન કહે છે, એ પઠી તપુરુષ
સમાસ અહીં સમજ જોઈએ. રાગ, દ્વેષ આદિથી રહિત વિશિષ્ટ વ્યક્તિને આપ્ત ' કહે છે. સર્વને જ એવાં આપ્ત કહી શકાય છે. તે સર્વજ્ઞના વચનને આપ્તવયન કહે છે. તેમના દ્વારા પ્રતિપાદિત અર્થ રૂપ જે આગમ છે, તે આગમના નિર્ણય૩૫ જ્ઞાનને જ શ્રતજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં શબ્દરૂપ નિમિત્ત પરમ્પના કારણ રૂપ હોય છે. તેથી નિમિત્ત કારણની અપેક્ષાએ શબ્દમાં પણ ત શબ્દને વ્યવહાર થાય છે પરંતુ જ્ઞાનના ભેદાની વ્યવસ્થામાં થત શબ્દને શ્રવણુજન્ય જ્ઞાનરૂપ અર્થનો વાચક લેવામાં આવેલ છે.
(3) “રધાનમ ' અવધિજ્ઞાન
ઈન્દ્રિય અને મનની સહાયતા વિના કેવળ આત્મા દ્વા જ દ્રવ્ય, ક્ષેત્ર, "કાળ અને ભાવની મર્યાદાની અપેક્ષાએ રૂપી પદાર્થોને સાક્ષાતરૂપે ગ્રહણ કરનાર જે જ્ઞાન છે. તેને અવધિજ્ઞાન કહે છે. અથવા-અવધિજ્ઞાનમાં જે “અવ ઉપસર્ગ છે તે અધઃ શબ્દના અર્થને વાચક છે. તેથી જે જ્ઞાન દ્વારા નીચેના વિષયનું વિરતૃત રૂપે “ધી” જ્ઞાન થાય છે, તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-અવધિજ્ઞાનનું ક્ષેત્ર આગળના અસંખાતમાં
અનુયોગ દ્વાર સુત્રમ
૮