________________
તેનું નામ અનુગમ છે. અનેક ધર્માત્મક અર્થાત્ અનેક ધર્મના સ્વભાવવાળી વસ્તુની જે એકાંશના અવલંબનથી પ્રતીતિ કરાવે છે તેનું નામ નય છે.
નગરના દષ્ટાન્ત દ્વારા આ ચાર દ્વારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
જે નગરને દરવાજો જ ન હોય તેને વાસ્તવિક રીતે તે નગર જ કહી શકાય નહીં. કેઈ નગરને માત્ર પૂર્વાદિ કોઈ એક જ દિશામાં એક જ દરવાજો હોય, તે નગરમાં દાખલ થવાનું કે તે નગરમાંથી બહાર જવાનું કાર્ય મુશ્કેલ બની જાય છે, કારણ કે હાથી, ઘોડા આદિ પ્રાણીઓ તથા મનુષ્યની અવરજવરમાં સંઘર્ષ થવાને કારણે તે નગરમાં પ્રવેશ કરવાનું કે તે નગરમાંથી બહાર નીકળવાનું કાર્ય દુષ્કર બની જાય છે, તથા તે અવર-જવર કયારેક અનર્થોત્પાદક પણ બની જતી હોય છે. કેઈ નગરમાં પૂર્વ પશ્ચિમ બે દિશામાં બે દ્વાર હોય તે તે તે દિશામાં રહેલા પ્રાણીઓ અને મનુબેને તે અવર જવર કરવાની અનુકૂળતા રહે છે, પરંતુ અન્ય દિશાઓમાં જે પ્રાણીઓ અને મનુષ્ય રહેતા હોય છે, તેમને તે અવર-જવરમાં મુશ્કેલી જ પડે છે. અન્ય દિશાઓમાંથી નગરમાં પ્રવેશ કરતાં હાથી, રથ ધડા આદિ પ્રાણીઓ અને નગરની બહાર જતા પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ થયા જ કરે છે, તે કારણે તે નગરમાં પ્રવેશ કરવાનું અને તે નગરમાંથી નિર્ગમન કરવાનું કાર્ય મુશ્કેલ જ થઈ પડે છે. ત્યાં એકબીજા વચ્ચે ધકકા ધકકી થવાથી અનેક પ્રકારના અનિષ્ટો પણ ઉદ્દભવે છે. એ જ પ્રમાણે જે તે નગરને ત્રણ દિશાઓમાં ત્રણ દરવાજા રાખ્યા હોય તે પહેલા અને બીજા પ્રકારના નગર કરતાં પ્રવેશ અને નિર્ગમમાં અધિક સરળતા તે રહે છે, પણ સંપૂર્ણ સરળતા તે રહેતી નથી. પણ જે નગસ્માં આવવા-જવા માટે ચારે દિશાઓમાં ચાર દરવાજા રાખ્યા હોય, તથા બીજા માર્ગોને
ડતાં બીજાં પણ ઉપદ્વારા રાખ્યાં હોય, તે ત્યાં અવરજવરમાં કોઈ પણ પ્રકારને સંઘર્ષ થતું નથી-કોઈ પણ બે પ્રાણીઓ વચ્ચે ધક્કાજક્કી ચાલતી નથી અને તે કારણે ત્યાં કોઈ પણ પ્રકારના અનર્થની શકયતા રહેતી નથી. ત્યાં પ્રાણીઓ અને મનુષ્ય સરળતાથી પ્રવેશ પણ કરી શકે છે અને નિર્ગમ પણ કરી શકે છે. એ જ પ્રમાણે આવશ્યકરૂપ નગર પણ જે ઉપક્રમ આદિ ચાર દ્વારોથી રહિત હેય, તે જ્ઞાનના વિષયરૂપ બની શકતું નથી-એટલે કે તેનું વાસ્તવિક રહસ્ય જાણી શકાતું નથી. તેથી તેને યથાર્થરૂપે જાણવા માટે ઉપક્રમ આદિ આ ચારે દ્વારની પરમ આવશ્યકતા રહે છે. કેવળ એક ઉપક્રમ દ્વારથી જ, અથવા ઉપક્રમ અને નિક્ષેપરૂપ બે દ્વારાથી અથવા ઉપશમ, નિક્ષેપ અને અનુગમરૂપ ત્રણ હારથી તેનો અર્થ જાણી શકતો નથી અર્થાધિગમ (અર્થનું જ્ઞાન) થયા વિના તે કલેશ અને અનર્થને પાત્ર થવું પડે છે. જ્યારે ભેદ પ્રભેદ સહિત આ ઉપક્રમ આદિ ચારે દ્વારેનો તેમાં સદભાવ હોય છે, ત્યારે તેની સહાયતાથી ઘણું થોડા સમયમાં જ અને સરળતાથી વાસ્તવિક રૂપે શાસ્ત્રના અર્થને બંધ થઈ જાય છે, અને તેને લીધે તે શાસ્ત્ર શાશ્વત સુખપ્રદ પણ થઈ જાય છે. તેથી સૂત્રકારે પૂર્વોક્ત ઉપક્રમ આદિ ચાર દ્વારને અનુલક્ષીને છ પ્રકારના આવશ્યકેનું પ્રતિ. પાદન કરવાને માટે આ સૂત્રને પ્રસ્તુત કર્યું છે.
આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ થવાને નિમિત્તે ચાર બાબતેની આવશ્યકતા રહે છે. જે ચાર બાબતોની આવશ્યકતા રહે છે તે ચાર બાબતેને અનુબંધ ચતુષ્ટય કહે છે. તે ચાર બાબતે નીચે પ્રમાણે છે-વિષય, પ્રજન, સંબંધ અને અધિકારી. આ શાસ્ત્રને જે અભિધેય છે તેનું નામ જ વિષય છે. તે વિષય ઉપક્રમ
અનુયોગ દ્વાર સુત્રમ